Sunday, March 23, 2025
More
    હોમપેજગુજરાતશ્રીનાથજી હવેલીના ચોકમાં ફટાકડા ફોડી રહ્યા હતા કાકા-ભત્રીજા, મકસૂદ, તૌસિફ અને મોઈને...

    શ્રીનાથજી હવેલીના ચોકમાં ફટાકડા ફોડી રહ્યા હતા કાકા-ભત્રીજા, મકસૂદ, તૌસિફ અને મોઈને ‘રમજાન ચાલે છે’ કહીને કરી દીધો હુમલો, પીડિતે કહ્યું- ભગવાનને પણ ગાળો ભાંડી 

    ફરિયાદી વિપુલ ઠાકરે જણાવ્યું હતું કે હુમલો કરવા આવેલા મુસ્લિમ ઈસમોએ તેમને જ નહીં પરંતુ હવેલીને અને ભગવાનને પણ ગાળો ભાંડી હતી. સાથે એમ પણ ધમકી આપી હતી કે હવે તેઓ ફટાકડા ફોડશે તો હવેલીને તાળું મારી દેવામાં આવશે અને હિંદુ પરિવારને જાનથી મારી નાખશે.

    - Advertisement -

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં શ્રીનાથજીની હવેલીના ચોકમાં ફટાકડા ફોડતા હિંદુ પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. અહીં એક બાળક ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે નજીકમાંથી ત્રણ ચાર મુસ્લિમ ઇસમો ધસી આવ્યા હતા અને ‘રમજાન ચાલે છે ત્યારે ફટાકડા કેમ ફોડો છો’ કહીને બાળક અને તેના કાકા પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    ઘટના ગત 2 માર્ચ, 2025ની (રવિવાર) છે. ફરિયાદી વિપુલ ઠાકરે પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ શ્રીનાથજીની હવેલીમાં પરિવાર સાથે રહે છે. ગત 20 ફેબ્રુઆરીના રોજ હવેલીમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉજવણી માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા. તેમાંથી અમુક વધ્યા હતા. 

    ઘટનાના દિવસે રાત્રે દસ વાગ્યાની આસપાસ વિપુલ ઠાકરનો ભત્રીજો હવેલીના ચોકમાં આ વધેલા ફટાકડા ફોડી રહ્યો હતો. ફરિયાદી અનુસાર, આ દરમિયાન હવેલીની પછળ રહેતા ત્રણ મુસ્લિમ શખ્સો મકસૂદ, મોઇન અને તૌસિફ હાથમાં ધોકાઓ લઈને હવેલીના ચોકમાં ધસી આવ્યા હતા અને ‘અહીં ફટાકડા ફોડવાનું બંધ કરી દો, અમારે રમજાન મહિનો ચાલે છે તેનાથી અમને તકલીફ પડે છે’ કહીને ગાળો ભાંડવા માંડ્યા હતા. ત્યારબાદ અન્ય એક ફૂલકાંદ નામનો ઇસમ હાથમાં લાકડી લઈને દોડી આવ્યો હતો અને ચારેય મળીને ગાળાગાળી કરવા માંડ્યા હતા. 

    - Advertisement -
    FIRમાંથી

    વિપુલ ઠાકરે ફરિયાદમાં જણાવ્યું છે કે, બોલાચાલી દરમિયાન મકસૂદ અચાનક તેમની સામે ધસી આવ્યો અને ડાબા હાથના કાંડામાં બેસબોલનો ધોકો મારી દીધો હતો. ત્યારબાદ તેમના ભત્રીજાને પણ માર માર્યો અને બાકીના ત્રણ પણ મારામારી કરવા માંડ્યા. આ જોઈને ઘરની મહિલાઓ અને આસપાસના લોકો દોડી આવતા હુમલો કરનારાઓ ભાગી છૂટ્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્ત બંને કાકા-ભત્રીજાને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

    ડૉક્ટરો અનુસાર, વિપુલને ડાબા કાંડામાં ફ્રેક્ચર છે અને આખા શરીરે ઇજાઓ છે. તેમજ ભત્રીજા કેવિનને પણ આખા શરીરે ઈજા પહોંચાડવામાં આવી હતી. પછીથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. 

    પોલીસે ફરિયાદના આધારે મોઇન, તૌસિફ, મકસૂદ અને ફૂલકાંદ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 117(2), 352 અને 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    ફરિયાદી વિપુલ ઠાકરે જણાવ્યું હતું કે હુમલો કરવા આવેલા મુસ્લિમ ઈસમોએ તેમને જ નહીં પરંતુ હવેલીને અને ભગવાનને પણ ગાળો ભાંડી હતી. સાથે એમ પણ ધમકી આપી હતી કે હવે તેઓ ફટાકડા ફોડશે તો હવેલીને તાળું મારી દેવામાં આવશે અને હિંદુ પરિવારને જાનથી મારી નાખશે. તેમણે સરકાર  અને પોલીસ પ્રશાસન સમક્ષ ચારેય આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી. આ મામલે પોલીસ પ્રશાસનનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં