Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતગણપત યુનિવર્સિટીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢતા વિવાદ: હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના...

    ગણપત યુનિવર્સિટીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢતા વિવાદ: હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કરી નોંધાવ્યો વિરોધ, ગંગાજળથી કરાયું શુદ્ધિકરણ

    ઘટના વિશે વધુ જાણવા માટે ઑપઇન્ડિયાએ યુનિવર્સિટી પ્રશાસનનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોતાના કેમ્પસમાં થયેલા આ હિન કૃત્યથી જાણે શરમમાં ડૂબી ગયા હોય, તેમ તેઓએ માત્ર એટલું કહ્યું કે, "અમને આ બાબતે કોઈ જાણકારી નથી."

    - Advertisement -

    મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં (Ganpat University Mehsana) મુસ્લિમ વિદ્યાર્થીઓએ (Muslim Students) જાહેરમાં નમાજ (Namaz) પઢતા વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડીયો વાયરલ (Video Viral) થયા બાદ મહેસાણાના હિંદુ સંગઠનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હિંદુ સંગઠનોએ યુનિવર્સિટી ખાતે જઈને વિરોધ નોંધાવ્યો હતો અને અખંડ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી દીધા હતા. તે ઉપરાંત બજરંગ દળ-વિશ્વ હિંદુ પરિષદે કોલેજ કેમ્પસમાં ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને શુદ્ધિકરણ વિધિ પણ કરી હતી. જોકે, યુનિવર્સિટીએ બીજી વાર આવું નહીં થાય એવી ખાતરી આપીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા.

    માહિતી અનુસાર, આ ઘટના મહેસાણા તાલુકાના ખેરવા ગામ પાસે આવેલી ગણપત યુનિવર્સિટીમાં બનવા પામી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ હિંદુ સંગઠનોને ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવી ચડ્યા હતા અને ગેટ પાસે બેસીને અખંડ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી દીધા હતા. ત્યારબાદ હિંદુ સંગઠનોએ શુદ્ધિકરણ વિધિ પણ કરી હતી.

    મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને ઊભા થયેલા વિવાદ બાદ યુનિવર્સિટીના PRO ભીખેશ ભટ્ટનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોલેજની આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ બજરંગ દળે વિરોધ નોંધાવ્યો હતો. તે સાથે જ હિંદુ સંગઠનોએ યુનિવર્સિટી પાસેથી બાહેંધરી માંગી હતી કે, ફરી આવી ઘટના નહીં થાય. ભીખેશ ભટ્ટે વધુમાં કહ્યું કે, તેમણે યુનિવર્સિટી વતી બાહેંધરી વચન આપ્યું છે કે, આવી ઘટના ફરી નહીં બને. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ નવા હતા, તેથી તેમને નિયમો વિશે ખ્યાલ નહોતો. જોકે, યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, હાલ આ મામલાનું સમાધાન થઈ ચૂક્યું છે.

    - Advertisement -

    આ ઘટના વિશે વધુ જાણવા માટે ઑપઇન્ડિયાએ યુનિવર્સિટી પ્રશાસનનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોતાના કેમ્પસમાં થયેલા આ હિન કૃત્યથી જાણે શરમમાં ડૂબી ગયા હોય, તેમ તેઓએ માત્ર એટલું કહ્યું કે, “અમને આ બાબતે કોઈ જાણકારી નથી.” ઉપરાંત બીજી વખત સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરતાં મોબાઈલ ફોન સતત બંધ આવી રહ્યો હતો. હિંદુ સંગઠનો કે યુનિવર્સિટી સાથે સંપર્ક સ્થાપિત થયા બાદ અહેવાલને અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં