મહારાષ્ટ્રના (Maharashtra) લોનખેડે (Lonkheda) નજીકના ગામમાં રહેતી હિંદુ યુવતીની (Hindu Girl Killed) પાડોશી મુસ્લિમ યુવકે હત્યા (Murder By Muslim) કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે, મૃતક યુવતીએ આરોપીને પોતાના ઘરની બહાર બેસીને નશો ન કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા મુસ્લિમ પાડોશીએ ઝઘડો કરીને નવપરિણીત યુવતીના પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવતીને ગંભીર હાલતમાં પહેલા સ્થાનિક અને બાદમાં સુરત નવી સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ જાણવા મળી રહ્યું છે કે, સુરત પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 29 ડિસેમ્બરના રોજ બની હતી અને ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામની છે. અહીં રહેતી દિપાલી ચિત્તે નામની યુવતીના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા અને તે પિયરમાં રોકાવા માટે આવી હતી. આ દરમિયાન તેના પડોશમાં રહેતો મુસ્લિમ યુવક તેના ઘર બહાર બેસીને નશીલા પદાર્થનું સેવન કરી રહ્યો હતો. આ જોઈને દિપાલીએ તેને પોતાના ઘરની બહાર નશો ન કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો.
મુસ્લિમ યુવકે યુવતીને ઉપરાછાપરી છરા ઘા ઝીંકી દીધા
ઉશ્કેરાયેલા આરોપીએ યુવતી સાથે ઝઘડો કર્યો હતો. જોત-જોતામાં તેણે પોતાની પાસે રહેલું ધારદાર ચપ્પુ કાઢીને એક પછી એક યુવતીના પેટ અને છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. યુવતી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડી હતી અને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
યુવતીને નવી સિવિલ ખસેડાયા બાદ તેની હાલતમાં સુધાર નહોતો થયો. મીડિયા અહેવાલ અનુસાર, યુવતીને પેટમાં અનેક ઘા મારવામાં આવ્યા હતા અને તેની પાંસળીઓ પણ તોડી નાખવામાં આવી હતી. તેવામાં સારવાર દરમિયાન યુવતી મોતને ભેટતા આ આખી ઘટના હત્યામાં પરિણમી હતી. યુવતીના મોત બાદ તેના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. યુવતીના મોત બાદ હોસ્પિટલ પ્રશાસને પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે વધુ માહિતી લેવા અમે સુરતની મજુરા ગેટ પોલીસ ચોકીનો સંપર્ક કર્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો નહોતો.