Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેશનલ હેરાલ્ડ કેસની હવાલા લીંક EDને મળી, અનેક નકલી કંપનીઓ સાથે...

    નેશનલ હેરાલ્ડ કેસની હવાલા લીંક EDને મળી, અનેક નકલી કંપનીઓ સાથે વ્યવહારઃ ખડગેની સામે YILની ઓફિસની તપાસ

    નેશનલ હેરાલ્ડ કેસમાં આજે ઇડી દ્વારા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં યંગ ઇન્ડિયા ઓફિસમાં તપાસ ચલાવી હતી જેમાંથી અનેક ગોટાળાઓ સામે આવ્યા છે.

    - Advertisement -

    નેશનલ હેરાલ્ડ કેસની હવાલા લીંક EDને મળી છે, દિલ્હીમાં ‘નેશનલ હેરાલ્ડ’ હેડક્વાર્ટરનો એક ભાગ ED દ્વારા સીલ કરવામાં આવ્યા બાદ જ કોંગ્રેસ પાર્ટી રોડથી સંસદ સુધી ઉપદ્રવ કરી રહી છે. આ કેસમાં તપાસ એજન્સીને હવાલા ટ્રાન્ઝેક્શનના તાર પણ મળી આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેને ED દ્વારા ‘યંગ ઈન્ડિયા લિમિટેડ’ની સીલ કરાયેલી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક એવા દસ્તાવેજો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે નેશનલ હેરાલ્ડ કેસની હવાલા વ્યવહારો થકી ભ્રષ્ટાચારો થયા હતા.

    કોંગ્રેસ નેતા ખડગેએ સંસદની કાર્યવાહી દરમિયાન સમન્સ મળવા પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે, EDને મળેલા પુરાવાઓમાં કોલકાતાના હવાલા બિઝનેસમેન સાથેના ટ્રાન્ઝેક્શન વિશે પણ જાણવા મળ્યું છે . આવા ગેરકાયદેસર વ્યવહારો ‘નેશનલ હેરાલ્ડ’ અને તૃતીય પક્ષો સાથે સંલગ્ન સંસ્થાઓ વચ્ચે થયા હતા. મીડિયા સામે ‘હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી’ એવું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ડરાવી-ધમકાવીને ચૂપ કરી શકાશે નહીં.

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દાવો કર્યો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું માનસિક સંતુલન ડગમગી ગયું છે. મલ્લિકાર્જુન ખડગે ‘યંગ ઈન્ડિયા લિમિટેડ’ના પ્રિન્સિપલ ઓફિસર છે, તેથી તેમને કેટલાક પ્રશ્નો અને પેપરના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમની સહી પણ લેવામાં આવી હતી. સર્ચ ઓપરેશન બાદ ઇડી પણ કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. માત્ર કોલકાતા જ નહીં પરંતુ મુંબઈમાં હવાલા ઓપરેટરો સાથેના વ્યવહારોની કડીઓ પણ સામે આવી છે.

    - Advertisement -

    હવે ED પૂછપરછ દરમિયાન પુરાવાની કસોટી પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનોને તોળી રહી છે. ED માતા-પુત્રના એ દાવાથી સંતુષ્ટ નથી કે દિવંગત નેતા મોતીલાલ વોરા AJL અને YIL કંપનીઓના તમામ નાણાકીય નિર્ણયો લેતા હતા . બંનેએ એમ પણ કહ્યું કે આ સમગ્ર મામલે તેમને કોઈ આર્થિક લાભ મળ્યો નથી. બંને કંપનીઓનો સૌથી મોટો શેરધારક ગાંધી પરિવાર હતો. AJL આ અખબાર પ્રકાશિત કરતું હતું. હવાલા કેસમાં હાલમાં 5 કંપનીઓ EDના રડાર પર છે, જેના દ્વારા YILને હવાલાના પૈસા મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં