Wednesday, December 4, 2024
More
    હોમપેજરાજકારણ‘ગુજરાત વિરોધી માનસિકતા છતી થઇ… ભાવનાને પહોંચાડી ઠેસ…’: મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન રાજ્યના...

    ‘ગુજરાત વિરોધી માનસિકતા છતી થઇ… ભાવનાને પહોંચાડી ઠેસ…’: મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન રાજ્યના અપમાન બદલ હર્ષ સંઘવીએ ચડાવી બાંયો, કોંગ્રેસને લીધી આડેહાથે

    હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, “મહારાષ્ટ્રની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હતા. જે ધરતીએ આ બધા નેતાઓને આટલું બધું આપ્યું, છતાં ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાએ ગુજરાતીઓ સાથે કે તેમના માટે એક શબ્દ પણ બોલ્યો નથી.”

    - Advertisement -

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) કોંગ્રેસ (Congress) અને તેના નેતાઓને આડેહાથ લીધા હતા. મહારાષ્ટ્ર ચૂંટણી (Maharashtra Assembly Elections) દરમિયાન કોંગ્રેસ નેતાઓ દ્વારા આપવામાં આવેલ ભાષણો અને ગુજરાતીઓ માટે વપરાયેલ શબ્દોની તેમણે કડક શબ્દોમાં નિંદા કરી હતી અને ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઇ છે. ઉપરાંત તેમણે કોંગ્રેસને ગુજરાતની જનતાની ભાવનાઓનું સન્માન કરવા પણ સલાહ આપી હતી.      

    હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “સમાજમાં ભાગલા પાડવાના કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ!” તેમણે કોંગ્રેસની નિંદા કરતા લખ્યું હતું કે, “કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા પણ છતી થઈ છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું જે નિંદનીય છે.”

    આગળ તેમણે લખ્યું હતું કે, “કોંગ્રેસના આવા પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમાજ અને રાજ્યોના નાગરિકોને વિભાજિત કરવાની રાજનીતિમાં માને છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોએ હંમેશા આ પ્રકારની રાજનીતિનો વિરોધ કર્યો છે.” તેમણે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પર પણ આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસના કૃત્યને ષડ્યંત્ર ગણાવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેતા હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, “મહારાષ્ટ્રની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હતા. જે ધરતીએ આ બધા નેતાઓને આટલું બધું આપ્યું, છતાં ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાએ ગુજરાતીઓ સાથે કે તેમના માટે એક શબ્દ પણ બોલ્યો નથી.” તેમણે લખ્યું હતું કે “કોંગ્રેસના આ પગલાની નિંદા થવી જોઈએ. ગુજરાતની જનતાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.”

    આ પોસ્ટ કરતા તેમણે એક વિડીયો પણ ટેગ કર્યો હતો જેમાં લિબરલ પત્રકારો મહારાષ્ટ્ર ચૂંટણી મામલે ચર્ચા કરી રહ્યા છે. જેમાં યોગેશ પવાર નામક વ્યક્તિ કહી રહ્યા હતા કે, મરાઠી લોકોની પ્રાદેશિક ઓળખ પ્રભાવિત થઇ રહી છે કારણકે હિંદુઓનું ગુજરાતી સંસ્કરણ તેમની ભૂમિ પર લાવવામાં આવી રહ્યું છે, જે સમસ્યારૂપ બની રહ્યું છે. આ દરમિયાન તેમણે મોરારજી દેસાઈનો ઉલ્લેખ બોમ્બેને ગુજરાતમાં ભેળવવા માટે લોકોને મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં