ભારતીય જનતા પાર્ટી (BJP)એ ‘હર ઘર તિરંગા’ અભિયાન પર રાજકારણ રમવા બદલ વિપક્ષ અને એમાંય ખાસ કરીને કોંગ્રેસ અને PDPના વડા મહેબૂબા મુફ્તી પર પ્રહાર કરતા કહ્યું કે ત્રિરંગો દેશનો છે અને તેથી તેના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ.
Mehbooba Mufti’s DP shows her late father Mufti Mohammed Sayeed and PM Modi in 2015 that includes the triclour and the J&K flag.https://t.co/qO0rZOm8Vl#tricolor pic.twitter.com/3jrgqH1m9j
— NewsClick (@newsclickin) August 4, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કાર્ય બાદ પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભારતના તિરંગા સાથે ભૂતકાળના જમ્મુ કાશ્મીરનો રદ્દ કરાયેલ ધ્વજ જોડીને એક ફોટો પોસ્ટ કર્યો હતો.
આ વિષયમાં રિપબ્લિક સાથેની વાતચીત દરમિયાન ભાજપા નેતા આપી સિંહે કહ્યું હતું કે, “”પરિદ્રશ્ય બદલાઈ ગયું છે, હવે કાશ્મીર માટે કોઈ અલગ ધ્વજ નથી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક જ ધ્વજ છે. પરંતુ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ભારતીય બંધારણનું કેટલું પાલન કરે છે. આજે J&Kમાં દરેક વ્યક્તિ તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવે જ છે.”
અગાઉ, પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, સંબિત પાત્રાએ કહ્યું, “દેશ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. લોકો આ પ્રસંગને ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવા માંગે છે. પરંતુ વિપક્ષ આના પર પણ રાજનીતિ કરી રહ્યા છે. આ યોગ્ય નથી.” તેમણે વધુમાં કહ્યું, “તિરંગો કોઈ એક પક્ષનો નથી. તે રાષ્ટ્રનો છે. રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ અને દેશભરના પક્ષના સભ્યોને હર ઘર ત્રિરંગા અભિયાનમાં ભાગ લેવા વિનંતી કરવી જોઈએ.”
બીજેપી નેતા રાકેશ સિંહાએ કહ્યું, “જ્યારે કોંગ્રેસે 1929 અને 1930માં સંપૂર્ણ આઝાદીની વાત કરી, ત્યારે સંઘે તેને ‘ધ્વજ પૂજન’ (ધ્વજ પૂજન) સાથે ઉજવ્યો. 1947થી આરએસએસ તિરંગાની પૂજા કરે છે. જે દેશ વિભાજન, કે જેમાં ઘણા લોકો માર્યા ગયા, માટે જવાબદાર છે એ હવે અખંડ ભારતના સૈનિકો પાસેથી દેશભક્તિનું પ્રમાણપત્ર માંગે છે, તે આશ્ચર્યજનક છે.”
देखिए अंतर शास्त्री जी और नेहरू जी क तस्वीरों में तिरंगा नेहरू के पैरों को छू रहा है ! pic.twitter.com/BjKyT6H4wo
— Prof Rakesh Sinha MP (@RakeshSinha01) August 4, 2022
રાકેશ સિન્હાએ તેમના શાસન દરમિયાન સંસદમાં નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના પોટ્રેટ લગાવવા બદલ કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી હતી, જેમાં ત્રિરંગો જમીનને સ્પર્શતો જોવા મળે છે. સિન્હાએ ટ્વીટ કર્યું, “સંસદમાં, સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સરકારે નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના પગને સ્પર્શતા તિરંગા સાથેના ચિત્રો મૂક્યા! તિરંગા પ્રત્યેના તેમના નકલી પ્રેમ પર શરમ આવે છે.”
ANI સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા બીએલ વર્માએ કહ્યું, “તિરંગા પર રાજનીતિ કરવી ખોટું છે. લોકો તેમને જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ નહેરુ સાથે તિરંગાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. અહીં કુટુંબનો વંશ ચાલશે નહીં. અમે ‘તિરંગા’ વિશે વાત કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે તિરંગાના ફોટોનો ઉપયોગ કરો. મહેબૂબાએ પણ તિરંગાનું અપમાન કર્યું છે, આવા નેતાઓને લોકો જલ્દી જવાબ આપશે.”