Saturday, July 12, 2025
More
    હોમપેજદેશહિમાચલ પ્રદેશમાં મુસ્લિમોને હવે મહારાણા પ્રતાપની પ્રતિમાથી પણ વાંધો: મસ્જિદની સામે પ્રતિમા...

    હિમાચલ પ્રદેશમાં મુસ્લિમોને હવે મહારાણા પ્રતાપની પ્રતિમાથી પણ વાંધો: મસ્જિદની સામે પ્રતિમા લગાવવાના વિરોધમાં પ્રદર્શન, હિંદુઓ અડગ

    હિંદુ સમુદાયના લોકોનું કહેવું છે કે પ્રતિમા એ જ સ્થાન પર સ્થાપિત કરવી જોઈએ જે સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેવભૂમિ ક્ષત્રિય સંગઠનના અધિકારી યોગેશ ઠાકુરે જણાવ્યું હતું કે લઘુમતી સમુદાયના લોકો ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) હમીરપુર જિલ્લાના સુજાનપુરમાં મસ્જિદની (Mosque) સામે મહારાણા પ્રતાપની પ્રતિમા (Maharana Pratap Statue) સ્થાપિત કરવાના મામલે ભારે હોબાળો મચી ગયો છે. હિંદુ અને મુસ્લિમ સંગઠન આ મામલે સામ-સામે આવી ગયા છે. ત્યારે આ હોબાળા પછી સુજાનપુર મ્યુનિસિપલ કાઉન્સિલે આજે એક બેઠક બોલાવી છે. જેમાં નક્કી કરવામાં આવશે કે મહારાણા પ્રતાપની પ્રતિમા ચિહ્નિત જગ્યાએ સ્થાપિત કરાશે કોઈ દૂરના સ્થળે.

    સમગ્ર મામલો હિમાચલ પ્રદેશના સુજાનપુર નગર પરિષદે ડોલી ચોક સ્થિત મસ્જિદના દરવાજા સામે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધા બાદ શરૂ થયો હતો. આ પ્રતિમા સ્થાપિત કરવાનું કામ પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ, મુસ્લિમ સંગઠનોએ મસ્જિદની સામે પ્રતિમા લગાવવાનો વિરોધ કર્યો અને તેને મસ્જિદના દરવાજાની સામે મૂકવાને બદલે બીજે ક્યાંક સ્થાપિત કરવાની માંગ કરી હતી.

    ત્યારે આ મામલે મુસ્લિમ સમુદાયના લોકો 17 ફેબ્રુઆરીએ ડીસી હમીરપુરને મળ્યા હતા અને આવેદન આપ્યું હતું. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, પ્રતિનિધિમંડળના સભ્યો કહી રહ્યા હતા કે પ્રતિમા મસ્જિદની સામે સ્થાપિત ન થવી જોઈએ. મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે આસપાસના વિસ્તારોના મુસ્લિમો મસ્જિદમાં નમાજ પઢવા માટે આવે છે. તેથી જો મસ્જિદની સામે મહારાણા પ્રતાપની પ્રતિમા હોય તો નફરતની લાગણી ઉભી થઈ શકે છે.

    - Advertisement -

    ‘હિંદુ-મુસ્લિમ વચ્ચે ઉભી થઈ શકે નફરતની લાગણી’

    મુસ્લિમ સુધાર સભા સુજાનપુરના મહામંત્રી રફીકે કહ્યું, “શહેરનું સૌંદર્યીકરણ સારી બાબત છે. શહેર સુંદર હોવું પણ જોઈએ, પરંતુ મસ્જિદની સામે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવી યોગ્ય નથી. અહીં એક નાની મસ્જિદ છે અને ઘણા વિસ્તારોમાંથી લોકો ઈદ પર નમાજ અદા કરવા આવે છે.”

    તેમણે કહ્યું, “આવી સ્થિતિમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે નફરતની લાગણીઓ ઉભી થઈ શકે છે, તેથી આ પ્રતિમા અન્ય કોઈ જગ્યાએ સ્થાપિત થવી જોઈએ. તેમને પ્રતિમાની સ્થાપના સામે કોઈ વાંધો નથી પરંતુ તેનું સ્થાન બદલવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય.”

    ‘પ્રતિમા ત્યાં જ સ્થાપિત કરો નહીં તો થશે આંદોલન’

    બીજી તરફ હિંદુ સમુદાયના લોકોનું કહેવું છે કે પ્રતિમા એ જ સ્થાન પર સ્થાપિત કરવી જોઈએ જે સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેવભૂમિ ક્ષત્રિય સંગઠનના અધિકારી યોગેશ ઠાકુરે જણાવ્યું હતું કે લઘુમતી સમુદાયના લોકો ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમ સંઘર્ષ સમિતિએ મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે.

    તેમણે કહ્યું કે સંઘર્ષ સમિતિએ પોતાના વિચારનો વ્યાપ વધારવો જોઈએ. મહારાણા પ્રતાપે મુઘલો સામે લડાઈ લડી. તેઓ એક મહાપુરૂષ હતા જેમણે બધી જાતિઓને પોતાની સાથે લીધી હતી. આજે તેમની પ્રતિમા લાગવવાનો વિરોધ થઈ રહ્યો છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો પ્રતિમાને નિર્ધારિત જગ્યાએ સ્થાપિત કરવામાં નહીં આવે તો હિંદુ સંગઠન આંદોલન પર ઉતરશે. ત્યારે આ મામલાનું નિરાકરણ લાવવા આજે બેઠક બોલાવવામાં આવી છે જેમાં નિર્ણય લેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં