Wednesday, October 16, 2024
More
    હોમપેજગુજરાતગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેમિકલક્ષેત્રે ₹ 1401 કરોડના રોકાણો સાથે નવા...

    ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેમિકલક્ષેત્રે ₹ 1401 કરોડના રોકાણો સાથે નવા 4 MoU થયાં, યુવાઓ માટે 2 હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે

    આ ઉપક્રમે બુધવારે (2 ઓગષ્ટ, 2023) CM ભુપેન્દ્ર પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સાઈનિંગ કાર્યક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ ₹ 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયાં છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઇન્ડિયાના વિચારને સાર્થક કરતું વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે મુખ્યમંત્રીના હસ્તે કેમિકલ ક્ષેત્રે ₹ 1401 કરોડના વધુ 4 MoU થયાં છે. આ રોકાણોના લીધે યુવાઓ માટે 2000થી વધુ રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ પૂર્વે બે કડીમાં કુલ ₹ 2761 કરોડના 10 MoU સંપન્ન કર્યા છે. આ ઉદ્યોગગૃહો ભરૂચ જિલ્લાની સાયખા GIDC તેમજ દહેજ GIDCમાં પોતાના એકમો શરૂ કરશે.

    મળતી માહિતી અનુસાર, આ એકમો શરૂ થવાથી કુલ 5 હજારથી વધુ સંભવિત રોજગારીની તકો આવનારા દિવસોમાં પ્રાપ્ત થશે. તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં- 1800, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં- 700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. જેથી અનેક રોજગારીની તકો સર્જાતાં અન્ય રોકાણકારો પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષિત થશે.

    આ ઉપક્રમે બુધવારે (2 ઓગષ્ટ, 2023) CM ભુપેન્દ્ર પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સાઈનિંગ કાર્યક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ ₹ 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયાં છે.

    - Advertisement -

    આ ઉપક્રમની બીજી કડી અનુસાર સાયખા અને દહેજ GIDCમાં 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરુ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-2માં ₹ 50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમિટેડ સાયખા GIDCમાં ₹ 493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે. હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ ₹ 300 કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્‍ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્‍ડીયા પ્રા. લિમીટેડ દહેજ-3માં ₹ 108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્‍ડ પિગ્‍મેન્‍ટ ઈન્‍ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્‍ટ શરૂ કરવાના છે.

    આ MoU સાઈનિંગ અવસરમાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તેમજ ઈન્‍ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં