Sunday, June 15, 2025
More
    હોમપેજમિડિયાસમાચારની આડમાં નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ... પહેલા IT અને બાદમાં EDના...

    સમાચારની આડમાં નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ… પહેલા IT અને બાદમાં EDના દરોડા: આખરે ‘ગુજરાત સમાચાર’ના માલિક બાહુબલી શાહની ધરપકડ; તપાસ હજુ ચાલુ, અન્યોનો પણ લાગી શકે નંબર

    આ સમગ્ર કાર્યવાહી સમાચારની આડમાં થઈ રહેલી નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ તરફ ઈશારો કરી રહી છે. પરંતુ હજુ સુધી એજન્સીઓએ આધિકારિક રીતે કોઈ સૂચના આપી નથી.

    - Advertisement -

    ગુજરાતના અગ્રણી અખબારોમાંના એક એવા ગુજરાત સમાચારના (Gujarat Samachar) હાલ માઠા દિવસો ચાલી રહ્યા છે. મોદીદ્વેષમાં રાચતા રહેતા અને અનેકવાર દેશવિરોધી, સેના માટે અપમાનજનક લખાણો લખતા આ અખબારની ડિજિટલ શાખા GSTV પર પહેલા ઇન્કમ ટેક્સ અને બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પડ્યા. છેવટે ગુરુવાર 15 મેના રોજ EDએ આધિકારિક રીતે તેના સહ-માલિક બાહુબલી શાહની (Bahubali Shah arrested) ધરપકડ કરી લીધી હતી.

    નોંધનીય છે કે EDએ ગુરુવારે આ અખબારની ઓફિસો અને તેના માલિકોના ઘરે દરોડા પાડ્યા હતા. જે બાદ નાણાકીય ગેરરીતિ સામે આવતા આખરે મોડી રાતે સહ-માલિક બાહુબલી શાહની આધિકારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી તેઓને VS હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવાના હતા. પરંતુ શાહે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જીદ પકડતા તેઓએ ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

    આ પહેલા બુધવારે (14 મે) મુંબઈથી આવકવેરા વિભાગની એક ટીમે ગુજરાત સમાચારના ખાનપુર મુખ્ય કાર્યાલય, બાહુબલી શાહ, શ્રેયાંસ શાહના નિવાસસ્થાન, એસજી હાઇવે પર જીએસટીવી ચેનલ વગેરે સ્થળોએ દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની સર્ચ કામગીરી પૂર્ણ થયા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ દૈનિકની ઓફિસો અને માલિકોના રહેણાંક પરિસરમાં તપાસ કામગીરી હાથ ધરી હતી.

    - Advertisement -

    નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગની શંકા

    આ સમગ્ર કાર્યવાહી સમાચારની આડમાં થઈ રહેલી નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ તરફ ઈશારો કરી રહી છે. પરંતુ હજુ સુધી એજન્સીઓએ આધિકારિક રીતે કોઈ સૂચના આપી નથી. નોંધનીય છે કે આ કેસમાં તપાસ હજુ ચાલુ છે, તથા પૂરી શક્યતા છે કે હજુ વધુ ધરપકડો થઈ શકે છે.

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશમાં ચાલી રહેલ ઑપરેશન સિંદૂર બાબતે ખોટી અને સેનાને નુકશાન કરતી માહિતીઓ શેર કરવા બદલ ગુજરાત સમાચારના આધિકારિક X હેન્ડલને હટાવી લેવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં