ગુજરાત સમાચારની ચેનલ GSTVની ઑફિસમાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે.
જોકે વિભાગ કે ચેનલ તરફથી આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા અને અમુક મીડિયા ચેનલો થકી આ જાણકારી સાર્વજનિક થઈ હતી.
GSTV એ અખબાર ગુજરાત સમાચારનો જ એક ભાગ છે. ટીવી ચેનલ છે અને વેબ પોર્ટલ પણ ચાલે છે.
ગુજરાત સમાચારનું X ખાતું તાજેતરમાં જ સરકારે ફૂંકી માર્યું હતું. ભારતમાં તેને વિથહેલ્ડ કરી દેવામાં આવ્યું છે. તે પાછળનું પણ કારણ જાણવા મળ્યું નથી.
GSTVની ઑફિસમાં પાડવામાં આવેલા દરોડા વિશે અધિકારિક જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.