Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકાર જૈન સમાજની પડખે: પાલિતાણામાં તોડફોડ મામલામાં SITની રચના કરાશે, મામલો સમાધાન...

    સરકાર જૈન સમાજની પડખે: પાલિતાણામાં તોડફોડ મામલામાં SITની રચના કરાશે, મામલો સમાધાન તરફ

    આ ટાસ્કફોર્સમાં ગુજરાત સરકારના એક સીનિયર અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ, મહેસુલ વિભાગના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારી એટલે કે તમામ પ્રકારના અધિકારીઓ આ ટાસ્કફોર્સમાં હેશે તેવું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતમાં જૈન સમાજનું આંદોલન હવે સમાધાન તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી આક્રોશમાં દેખાઈ રહેલા જૈન સમાજની પડખે હવે રાજ્ય સરકાર આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ મામલે સરકારે SITના ગઠન સાથે બીજા અન્ય મુદ્દાઓ પર સરકાર જૈન સમાજની પડખે આવી હોય તેવો સ્પષ્ટ સંદેશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે. આ બાબતે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે એક દિવસની અંદર SITની રચના કરવામાં આવશે જે દ્વારા જૈનોના તમામ પ્રશ્નો અને માંગણીઓને સરકાર ઉકેલવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું છે.

    જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ પર જૈન સમાજ છેલ્લા કેટલાક સમયથી રોષમાં દેખાઈ રહયો હતો. રવિવારે અમદાવાદ બાદ મંગળવારે સુરત સહિતના શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નિકળી હતી. પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એવા મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઇને સમગ્ર ગુજરાત ભરમાં જૈન સમાજની લાગણી દુભાય છે જેને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

    જૈન સમાજના વિરોધને પગલે રાજ્યગૃહમંત્રી હર્ષ સંધવી જણાવ્યું હતું કે પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ તળેટીમાં હવે એક કાયમી પોલીસ ચોકી બનાવવામાં આવશે જેમાં PSI સહિત અન્ય પોલિસ સ્ટાફ પણ મૂકવામાં આવશે. જે શેત્રુંજય ગિરિરાજ તળેટીમાં કોઈપણ કાયદાકીય પવૃતિ અને ગુનાહિત પ્રવૃતિઓને ડામવા તૈયાર રહેશે.

    - Advertisement -
    શેત્રુંજય પર્વત પોલિસ ચોકીની શરૂઆત

    સરકારે કરી SITની રચના

    જૈન સમાજના પડતર પ્રશ્નો અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર આગામી સમયમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરશે. એટલું જ નહિ હર્ષ સંધવીએ વધુમાં જણાવ્યું હતું કે શેત્રુંજય પર્વતની પવિત્રતા ક્યારેય ઓછી ન થાય તે માટે ગુજરાત સરકાર વર્ષોથી કામ કરી રહી છે અને તેને કટીબધ્ધ રહી સરકાર હવે ત્યાં કડકમાં કડક વ્યવસ્થા ગોઠવશે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેના માટે સરકાર એક ટાસ્ક ફોર્સની રચના કરશે જે ઝડપી પગલાઓ લેશે.

    આ ટાસ્કફોર્સમાં ગુજરાત સરકારના એક સીનિયર અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ, મહેસુલ વિભાગના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારી એટલે કે તમામ પ્રકારના અધિકારીઓ આ ટાસ્કફોર્સમાં હેશે તેવું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

    કેવી રીતે થઈ હતી વિવાદની શરૂઆત

    નોંધનીય છે કે સમગ્ર મામલાની શરૂઆત શેત્રુંજય પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પર આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કબજો લેવાતા હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. એટલું જ નહિ આણંદજી કલ્યાણજી દ્વારા મંદિરના પૂજારી અને ચોકીદાર નક્કી કરાયા હતા અને તેની સામે CCTV કેમેરી ગોઠવી દેવાતા મંદિરના હાલના પૂજારી અને તેના માણસો દ્રારા આ CCTVના થાંભલા તોડી પડાયા હતા. આ અંગે સરકારે બે ધારાસભ્યોને જઇને તપાસ કરવા માટે જણાવ્યું હતું. આ મામલાનો શાંતિથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ ગુજરાતના પોલીસ વડાને આ મામલે બારીક નજર રાખવા અને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં