હોમપેજદેશપહેલા નોરતેથી નવા GST દરો લાગુ, સરકારે બહાર પાડી અધિસૂચના: નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં...

પહેલા નોરતેથી નવા GST દરો લાગુ, સરકારે બહાર પાડી અધિસૂચના: નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ, અનેક ચીજવસ્તુઓ થશે સસ્તી

GST સુધારા પછી 12%ના સ્લેબ હેઠળ આવતી 99% વસ્તુઓ 5% સ્લેબ પર આવી છે. આ સિવાય 28% સ્લેબમાં આવતી 90% વસ્તુઓ હવે 18%ના સ્લેબમાં આવી છે.

- Advertisement -

GST કાઉન્સિલે સ્લેબમાં ફેરફારોને મંજૂરી આપ્યા બાદ આ નવા સુધારા આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. તે પહેલાં 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે GSTના નવા દર માટેની અધિસૂચના જારી કરી દીધી છે. આ નિર્ણય 3 સપ્ટેમ્બરના રોજ 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જે અનુસાર GSTના 5 સ્લેબ નાબૂદ કરીને 2 સ્લેબ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થવાની સંભાવના છે.

આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું છે. અહેવાલ મુજબ, તેમણે કહ્યું, “આ નવી પેઢીની ટેક્સ સિસ્ટમ, જેમાં ફક્ત બે સ્લેબ (5 ટકા અને 18 ટકા) છે, તે અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે. હવે લોકોના હાથમાં રોકડ હશે.” તેમણે ભાર મૂક્યો કે GST સુધારા પછી 12%ના સ્લેબ હેઠળ આવતી 99% વસ્તુઓ 5% સ્લેબ પર આવી છે. આ સિવાય 28% સ્લેબમાં આવતી 90% વસ્તુઓ હવે 18%ના સ્લેબમાં આવી છે.

તેમણે કહ્યું કે મોટી FMCG સંસ્થાઓ સહિત ઘણી કંપનીઓ સ્વેચ્છાએ ભાવો ઘટાડી રહી છે અને 22 સપ્ટેમ્બર પહેલાં ગ્રાહકોને લાભ આપી રહી છે. સીતારમણના મતે NDA સરકારે દર ફેરફારો લાગુ કરતા પહેલાં પાંચ આવશ્યક માપદંડો ધ્યાનમાં લીધાં હતાં, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને રાહત આપવી, મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પૂરી કરવી, ખેડૂતોને ટેકો આપવો, MSMEની તરફેણ કરવી અને રોજગાર સર્જન અને નિકાસ સંભાવના માટે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.

- Advertisement -

સીતારમણે જણાવ્યું કે તાજેતરના સમયમાં GST આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 2018માં (નાણાકીય વર્ષ 2017-18) ₹7.19 લાખ કરોડથી 2025માં ₹22.08 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ સિવાય તેમણે જણાવ્યું કે ટેક્સપેયર રજિસ્ટ્રેશનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે ટેક્સપેયર્સ 6.5 મિલિયનથી વધીને 15.1 મિલિયન થયા છે.

સીતારમણે ભાર મૂક્યો કે સ્વતંત્રતા પછી સ્થાપિત એકમાત્ર બંધારણીય સંસ્થા, GST કાઉન્સિલ, સહકારી સંઘવાદનું ઉદાહરણ આપે છે. તેમણે અગાઉની UPA સરકારના કર માળખાની ટીકા કરતાં કહ્યું, “UPA સરકાર 10 વર્ષ સુધી ચાલી. તમે GST રજૂ કરી શક્યા નહીં. તમે GST વિશે રાજ્યોને મનાવી શક્યા નહીં… હું કડક રાજકીય જવાબ આપી શકી હોત. પરંતુ આજે આ ચર્ચાનો યોગ્ય સમય નથી.”

નોંધનીય છે કે GST સુધારા લાગુ થયા બાદ જીવનજરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ જેમકે ખાદ્ય પદાર્થો અને શિક્ષણ કાર્યમાં વપરાતી વસ્તુઓ જેવી કે પેન્સિલ, સંચો જેવી વસ્તુઓ સસ્તી થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં