Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશદિલ્હીના ગરવી ગુજરાત ભવનને મળ્યો ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ: GRIHA દ્વારા અપાય છે...

    દિલ્હીના ગરવી ગુજરાત ભવનને મળ્યો ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ: GRIHA દ્વારા અપાય છે પર્યાવરણને અનુલક્ષીને આ એવોર્ડ, ભવનને મળ્યું 3 સ્ટાર રેટિંગ

    TERI અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત GRIHA રેટિંગ સિસ્ટમ, ભારત સરકાર દ્વારા 2007માં ગ્રીન બિલ્ડીંગ માટેના રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી.

    - Advertisement -

    નવી દિલ્હીમાં સ્થિત ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી આઇકોનિક ગરવી ગુજરાત ભવનને સંકલિત આવાસ એસેસમેન્ટ માટે GRIHA-ગ્રીન રેટિંગ દ્વારા ત્રણ સ્ટાર રેટિંગ અને એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇમારતો દ્વારા ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવાનું મૂલ્યાંકન કરવા માટે GRIHA એક મહત્વપૂર્ણ સાધન તરીકે ઓળખાય છે. આ રેટિંગ સિસ્ટમ ‘રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન’માં (Nationally Determined Contributions) દર્શાવેલ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ભારતની મિટિગેશન વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    TERI અને ભારત સરકારની નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા વિકસિત GRIHA રેટિંગ સિસ્ટમ, ભારત સરકાર દ્વારા 2007માં ગ્રીન બિલ્ડીંગ માટેના રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી.

    PM મોદીએ કર્યું હતું 2019માં ઉદ્ઘાટન

    ઉલ્લેખનીય છે કે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. ગરવી ગુજરાત ભવન ગ્રીન બિલ્ડીંગ બનવા માટે જરૂરી તમામ શરતોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), ઈલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    નોંધનીય છે કે આશરે 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું, ગરવી ગુજરાત ભવન ઉદ્ઘાટનના પાંચ વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં