Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ‘Jaat Tak’માં દેખાશે રવિશ કુમાર? રાજીનામાં બાદ ઇન્ટરનેટ પર અટકળો, નેટિઝન્સે...

  હવે ‘Jaat Tak’માં દેખાશે રવિશ કુમાર? રાજીનામાં બાદ ઇન્ટરનેટ પર અટકળો, નેટિઝન્સે કહ્યું- પ્રાર્થના કરો કે અદાણી યુ-ટ્યુબ પણ ન ખરીદી લે

  અદાણી જૂથે NDTVમાં મોટો હિસ્સો ખરીદ્યા બાદ એન્કર રવિશ કુમારે ગઈકાલે રાજીનામું આપી દીધું હતું.

  - Advertisement -

  અદાણી જૂથે NDTVની હોલ્ડિંગ કંપની પર નિયંત્રણ મેળવ્યા બાદ ‘પત્રકાર’ રવીશ કુમારે NDTVમાંથી રાજીનામું આપી દીધું છે. રવીશ NDTVની હિન્દી ચેનલ દ્વારા હંમેશા મોદી વિરોધી પ્રચાર કરવામાં વ્યસ્ત રહેતા હતા. તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી મંજૂર કરી દેવામાં આવ્યું છે. તેમણે સિનિયર એક્ઝિક્યુટિવ પદ પરથી રાજીનામું આપ્યું છે. NDTV માટે રવિશ કુમારે ‘હમ લોગ’, ‘રવિશ કી રિપોર્ટ’, ‘દેશ કી બાત’ અને ‘પ્રાઈમ ટાઈમ’ સહિતના ઘણા કાર્યક્રમોમાં એન્કરિંગ કર્યું હતું.

  રવીશ કુમારે NDTVમાંથી રાજીનામું આપ્યા બાદ કંપનીએ કર્મચારીઓને મોકલેલા મેલમાં જણાવ્યું હતું કે, ‘રવીશ કુમાર માફક બહુ ઓછા પત્રકારોએ જનતા પર એટલી અસર કરી છે. તેઓ જ્યાં જતા ત્યાં ભેગી થતી ભીડ તેમની લોકપ્રિયતા દર્શાવતી હતી. તેમણે ભારતથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે. તેઓ દાયકાઓથી એનડીટીવીનો અભિન્ન ભાગ રહ્યા છે અને તેમનું યોગદાન પણ અદભૂત રહ્યું છે. નવી શરૂઆતમાં પણ તેમને જરૂરથી સફળતા મળશે.’

  રવિશ કુમારના રાજીનામાના સમાચાર મળતાં જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો હતો. રવિશ કુમારે રાજીનામું આપી દીધા બાદ નેટિઝન્સ તરફથી જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. કોઈક રવિશની નવી યુ-ટ્યુબ ચેનલનું નામ વિચારી રહ્યું છે, તો કોઈકે તેમને કહ્યું કે, દુઆ કરો કે અદાણી હવે યુ-ટ્યુબ પણ ન ખરીદી લે. આ ઉપરાંત, ઘણા યુઝરોએ મીમ્સ શૅર કરીને રમૂજ કરી હતી.

  - Advertisement -

  યુઝર શશિ કુમાર રવિશ કુમારની નવી ચેનલનું નામ વિચારતાં કહે છે કે, તેમની ચેનલનું નામ કાં તો ‘કૌન જાત હો ભાઈ’ અથવા તો ‘ડર કા માહૌલ’ હશે. ઉલ્લેખનીય છે કે આ બે એવી લીટીઓ છે, જે રવિશ કુમાર સાથે વણાઈ ગઈ છે અને ઘણી વખત ઇન્ટરનેટ પર તેમની સાથે જોડીને ચર્ચા ચાલતી રહે છે.

  રવીશ કુમારનાં રાજીનામાં પર રાજીપો જાહેર કરતા દેવેન્દ્ર કુમાર લખે છે કે, “ખુશખબર.. રવીશ કુમારે NDTV છોડ્યું, હવે હું NDTV ચેનલ જોવાનું શરૂ કરીશ.”

  અન્ય એક બંટી વેરમા નામના યુઝર લખે છે કે, ‘રવીશ કુમારે NDTV માંથી રાજીનામું આપ્યું, હવે શું ‘અલજઝીરા’માં જોડાશે?’ અલજઝીરા કતારની મીડિયા એજન્સી છે, જે પણ ઘણીવાર ભારત અને હિંદુવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા બદલ ચર્ચામાં રહી છે.

  એક યુઝરે લખ્યું, ‘શું આ સાચું છે? NDTVમાંથી રવિશકુમારનું રાજીનામું અને હવે ‘Jaat Tak’માં જોડાઈ રહ્યા છે.

  સંદીપ નામના એક યુઝરે રવિશને ‘રબ્બીશ કુમાર’ તરીકે સંબોધિત કર્યા, અને કહ્યું કે, તેમણે રાજીનામું આપી દીધા બાદ હવે તેમણે NDTVનું સબ્સ્ક્રિપ્શન ખરીદી લીધું છે. તેમણે રવિશ કુમારને સલાહ આપતાં કહ્યું કે, તેઓ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરે તો તેનું નામ તેમણે ‘જાત તક’ રાખવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, તે તેમના વ્યક્તિત્વ સાથે બરાબર મેળ ખાશે.

  રવિશ કુમારે ટ્વિટમાં ‘ગોદી મીડિયા’ની વાત કરતાં એક યુઝરે ટિપ્પણી કરતાં કહ્યું કે, આટલાં વર્ષોમાં એકવાર પણ રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ વગેરે બિનભાજપશાસિત રાજ્યોના સમાચાર નહીં બતાવ્યા. મહારાષ્ટ્રમાં કરોડો લૂંટાયા પણ એકવાર પણ કંઈ ન કહ્યું અને હવે એવી રીતે રડારોળ કરી છે જાણે કે બહુ મોટા પત્રકાર હોય. યુ-ટ્યુબ પર પણ કોંગ્રેસનો જ પટ્ટો પહેરીને આવશે.

  એક યુઝરે કહ્યું કે, તેમણે પ્રાર્થના કરવી જોઈએ કે અદાણી યુ-ટ્યુબ પણ ન ખરીદી લે, નહીં તો એક દિવસ તેઓ રસ્તા પર ‘આજની તાજા ખબર’ બોલતા જોવા મળશે.

  ઉપરાંત, ઘણા યુઝરોએ મીમ્સ પણ શૅર કર્યાં હતાં.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં