Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેહાદને ઉઘાડો પાડતું પુસ્તક લખનાર IBના પૂર્વ અધિકારીની હત્યા, વોક પર નીકળેલા...

    જેહાદને ઉઘાડો પાડતું પુસ્તક લખનાર IBના પૂર્વ અધિકારીની હત્યા, વોક પર નીકળેલા આરએન કુલકર્ણીને ક્રુરતાથી ગાડી નીચે કચડી નાખ્યા

    IBના પૂર્વ અધિકારીની હત્યા કર્યા બાદ અજાણ્યા ઈસમો કાર લઈને ફરાર થઈ ગયા હતા.

    - Advertisement -

    કર્ણાટકના મૈસૂરમાં IBના પૂર્વ અધિકારીની હત્યા કરવામાં આવી છે. રીટાયર્ડ આઈબી ઓફિસર આરએન કુલકર્ણીના મોતને લઈને પહેલાતો અકસ્માતની ધારણાઓ હતી. પણ વાસ્તવમાં આ અકસ્માત નહી પરંતુ હત્યા હતી. ઘટના બાદ સામે આવેલા CCTV ફુટેજથી પોલીસને જાણવા મળ્યું હતું કે એક અજાણી કારે તેમને જાણીજોઈને કચડી નાંખ્યા હતા. શુક્રવારે (4 નવેમ્બર, 2022), તે મૈસૂર યુનિવર્સિટી (ગંગોત્રી) ખાતે કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ પાસે વોક માટે નીકળી રહ્યાં હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી. બાદમાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

    અહેવાલો અનુસાર IBના પૂર્વ અધિકારીની હત્યા કર્યા બાદ અજાણ્યા ઈસમો કાર લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલામાં અગાઉ ‘હિટ એન્ડ રન‘નો કેસ નોંધ્યો હતો. પરંતુ, જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે જાણવા મળ્યું કે આ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું. આ પછી જયલક્ષ્મીપુરમ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે . કુલકર્ણી હત્યા સમયે ચાલી રહ્યા ન હતા, પરંતુ રસ્તાની બાજુમાં ઉભા હતા. હત્યામાં વાપરવામાં આવેલી કારમાં નંબર પ્લેટ પણ લાગેલી ન હતી.

    કર્ણાટક મૈસુર શહેરના પોલીસ કમિશનર ડૉ. ચંદ્રગુપ્તાએ કહ્યું હતું કે, “પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. તપાસ માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.” આરએન કુલકર્ણી 23 વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા. આ હત્યા અંગત અદાવતના કારણે થઈ છે કે પછી તેની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી કોઈ બાબતે થઇ છે એ હજુ સુધી જાણી શકાયું નથી. માનસાગંગોત્રીમાં સાંજે સાડા પાંચ વાગ્યે આ ઘટના બની હતી. આરએન કુલકર્ણીએ 35 વર્ષ સુધી ‘ઇન્વેસ્ટિગેશન બ્યુરો’માં ફરજ બજાવી હતી.

    - Advertisement -

    તેમણે ‘ભારતમાં આતંકવાદના ચહેરા’ સહિત 3 પુસ્તકો પણ લખ્યા છે, જેમાં તેમણે જેહાદની પોલ ખુલી પાડી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમના શરૂઆતના દિવસોમાં તેમણે શિક્ષક તરીકે કામ કર્યું હતું. ઉપરાંત તેમણે ‘RAW’ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) સાથે પણ કામ કરીને સેવાઓ આપી હતી. તેઓ મૈસુરના શારદાદેવી નગરના રહેવાસી હતા. ઉલ્લેખનીય છે કે ઘરના બાંધકામ બાબતે તેમના પાડોશી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો. હત્યા બાદ તેમના જમાઈએ આ મામલે એફઆઈઆર નોંધાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં