Saturday, March 7, 2026
More
    હોમપેજદેશ‘ગટરમાં ફેંકો હિંદુ દેવી-દેવતાઓની તસવીરો, ઈસાઈ બનો’: વિદેશી મિશનરી જોન મેથ્યુ કોટામાં...

    ‘ગટરમાં ફેંકો હિંદુ દેવી-દેવતાઓની તસવીરો, ઈસાઈ બનો’: વિદેશી મિશનરી જોન મેથ્યુ કોટામાં કરાવી રહ્યો હતો હિંદુઓનું ધર્માંતરણ, પહેરાવતો ક્ર્રોસ; જમાઈ સાથે ધરપકડ  

    પોલીસે જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકોમાં જોન મેથ્યુની પુત્રી, જમાઈ અને બાળકોનો સમાવેશ થાય છે, જેઓ પ્રવાસી વિઝા પર અમેરિકાથી કોટા આવ્યા હતા. પોલીસે મેથ્યુ અને તેના જમાઈને કસ્ટડીમાં લીધા છે. પોલીસે જમાઈ કોલિન વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.

    - Advertisement -

    રાજસ્થાનના કોટામાં (Kota) મોતીપુરા ગામમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા 50 મહિલાઓ, બાળકો અને પુરુષોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, તેઓ હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો ગટરમાં ફેંકવાની વાત કરી રહ્યા હતા. આ કેસમાં પોલીસે ખ્રિસ્તી મિશનરી (Christian Missionary) જોન મેથ્યુ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા, ધમકાવવા અને લોકોને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવાનો કેસ નોંધ્યો છે. એવો આરોપ છે કે, જોન મેથ્યુએ ભીલ સમુદાયના ગરીબ લોકોને વિદેશ પ્રવાસ કરવાની, તેમના માટે ઘર બનાવવાની અને નાણાકીય સહાય આપવાની તક આપીને લલચાવ્યા હતા. ભીલ સમુદાયના બે લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

    21 એપ્રિલની રાત્રે બજરંગ દળના કાર્યકરોએ ઈસાઈ પ્રાર્થના સભામાં હોબાળો મચાવ્યો. બજરંગ દળના પ્રદેશ કન્વીનર યોગેશ રેનવાલે જણાવ્યું હતું કે, “મને માહિતી મળી હતી કે ખ્રિસ્તી મિશનરી જોન મેથ્યુ કેટલાક વિદેશી નાગરિકોની મદદથી હિંદુઓનું ધર્માંતરણ કરી રહ્યો છે. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ખ્રિસ્તી મિશનરી સાથેના વિદેશી નાગરિકોમાં 3 બાળકો અને તેની પત્ની પણ સામેલ છે. તેણે ભીલ સમુદાયના 50 લોકોને ભેગા કર્યા હતા અને હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો. ભીલ સમુદાયના લોકોમાં 50 મહિલાઓ, બાળકો અને પુરુષોનો સમાવેશ થાય છે.”

    આ સાથે ભીલ સમુદાયના લોકોએ પણ જણાવ્યું કે જોન મેથ્યુ નામનો એક ખ્રિસ્તી મિશનરી તેમના ગામમાં રહે છે. તેનો ત્યાં એક મોટો પ્લોટ છે, જ્યાં એક રેસ્ટ હાઉસ બનેલું છે. ખ્રિસ્તી મિશનરીઓ લોકોને રાશન અને પૈસા આપવાની વાત કરે છે. ઘણા લોકો માટે ઘરો પણ બનાવવામાં આવ્યા છે. જોન મેથ્યુ લોકોને હિંદુ દેવી-દેવતાઓના ફોટા ગટરમાં ફેંકી દેવાનું કહે છે.

    - Advertisement -

    રેનવાલે આરોપ લગાવ્યો હતો કે, જોન મેથ્યુ તેમને ખ્રિસ્તી પ્રેયર કરાવતો હતો અને ધર્માંતરણ કરાવ્યા પછી ક્રોસ પહેરાવતો હતો. બજરંગ દળના કાર્યકરોએ આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો અને પ્રેયર સભા તાત્કાલિક બંધ કરવાની માંગ કરી, જેના પગલે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

    પોલીસે જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકોમાં જોન મેથ્યુની પુત્રી, જમાઈ અને બાળકોનો સમાવેશ થાય છે, જેઓ પ્રવાસી વિઝા પર અમેરિકાથી કોટા આવ્યા હતા. પોલીસે મેથ્યુ અને તેના જમાઈને કસ્ટડીમાં લીધા છે. પોલીસે જમાઈ કોલિન વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે. ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં