Saturday, December 28, 2024
More
    હોમપેજક્રાઈમ'5 વર્ષની પુત્રી, પણ અપરણિત હોવાનું કહીને IITની વિદ્યાર્થિનીને ફસાવી, લગ્નની લાલચ...

    ‘5 વર્ષની પુત્રી, પણ અપરણિત હોવાનું કહીને IITની વિદ્યાર્થિનીને ફસાવી, લગ્નની લાલચ આપીને કર્યો રેપ’: કાનપુરના ACP મોહસીન ખાન વિરુદ્ધ FIR, તપાસ માટે રચાઈ SIT

    વિદ્યાર્થિનીએ જણાવ્યું છે કે, તે મોહસીનની વાતોમાં એટલા માટે આવી ગઈ હતી, કારણ કે તે સમયે તે બ્રેકઅપમાંથી પસાર થઈ રહી હતી. બંને IITની અંદર હોસ્ટેલમાં એકબીજાને મળવા લાગ્યા હતા. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, આ દરમિયાન તેમના પર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં (Kanpur) ACP મોહસીન ખાન (Mohsin Khan) પર IIT કાનપુરની એક વિદ્યાર્થિનીએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ (Rape) કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પીડિત વિદ્યાર્થિની IIT કાનપુરમાં ક્રિમીનોલૉજીમાં PhDની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યું છે. ACP મોહસીન ખાન પર આરોપ છે કે, તેણે PhDના બહાને પીડિત વિદ્યાર્થીને જાળમાં ફસાવી હતી. જોકે, તેણે પોતે અવિવાહિત હોવાનું કહીને પીડિતા સાથે સંબંધ બનાવ્યા હતા અને લગ્નની લાલચ પણ આપી હતી. બાદમાં જાણ થઈ હતી કે, તે વિવાહિત છે. જોકે, બાદમાં પણ તેણે પીડિતાને કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરવા માટે તેની પ્રથમ પત્નીને તલાક પણ આપી દેશે. પોલીસે આ ઘટનાને લઈને પીડિતાની ફરિયાદના આધારે FIR નોંધી છે.

    વધુમાં જાણવા મળ્યું છે કે, ACP મોહસીન ખાનને ફિલ્ડ પોસ્ટિંગ પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વધુ તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ડેપ્યુટરી કમિશનર અંકિતા શર્માએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, આરોપી અધિકારીની હમણાં સુધી ધરપકડ કરવામાં આવી હતી. હાલ ગહન તપાસ કરવામાં આવી રહી છે.

    શું છે સમગ્ર ઘટના?

    મોહસીન ખાન યુપી પોલીસના 2013 બેચના PPS અધિકારી છે. તે ડિસેમ્બર, 2023માં કાનપુરમાં પોસ્ટ થયા હતા. ફરિયાદ અનુસાર, ડિસેમ્બર 2023મા જ મોહસીન ખાન અને પશ્ચિમ બંગાળની એક વિદ્યાર્થિનીની મુલાકાત થઈ હતી. આ મુલાકાત કાનપુર સાયબર સેલ અને IIT કાનપુરના એક કાર્યક્રમને લઈને થઈ હતી. બંને વચ્ચે નંબરોની આપ-લે થઈ હતી. વિદ્યાર્થિની IIT કાનપુરમાં ક્રિમીનોલૉજીમાં સંશોધક છે. ત્યારબાદ જૂન 2024માં, મોહસીન ખાને વિદ્યાર્થિનીનો સંપર્ક કર્યો હતો.

    - Advertisement -

    ત્યારબાદ મોહસીન ખાને તેને જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થિનીના નિર્દેશનમાં PhD કરવા માંગે છે. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. વિદ્યાર્થિનીએ મોહસીન ખાનને PhDમાં પ્રવેશ અપાવવામાં મદદ કરી હતી. તેમને ઇન્ટરવ્યુ માટે પણ જણાવવામાં આવ્યું હતું. બંને વચ્ચે સંબંધો એટલા ગાઢ થઈ ગયા હતા કે, મોહસીન ખાનની પ્રોગ્રામ ફી પણ વિદ્યાર્થિનીએ ભરી દીધી હતી. એડમિશન બાદ બંને વચ્ચે સારા સંબંધો સ્થપાયા હતા. જે બાદ મોહસીન ખાને વિદ્યાર્થિનીને એવું કહ્યું હતું કે, તેના હજુ સુધી નિકાહ નથી થયા. ફરિયાદ અનુસાર, ત્યારબાદ તેણે વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું હતું અને સંબંધમાં આવવા માટેની વાત કરી હતી. આ ઉપરાંત તેણે પીડિતા સાથે લગ્ન કરવાની પણ વાત કરી હતી.

    ત્યારપછી વિદ્યાર્થિનીએ તેના પ્રપોઝલને સ્વીકારી લીધું હતું. વિદ્યાર્થિનીએ જણાવ્યું છે કે, તે મોહસીનની વાતોમાં એટલા માટે આવી ગઈ હતી, કારણ કે તે સમયે તે બ્રેકઅપમાંથી પસાર થઈ રહી હતી. બંને IITની અંદર હોસ્ટેલમાં એકબીજાને મળવા લાગ્યાં હતાં. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, આ દરમિયાન તેમના પર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી વિદ્યાર્થિનીને ખબર પડી કે મોહસીન ખાન પહેલેથી જ પરિણીત છે. તેની પત્ની પણ ગર્ભવતી છે અને એક 5 વર્ષની બાળકી પણ છે. આ બાબતે ઝઘડો થયા બાદ મોહસીન ખાને પીડિતાને એમ કહીને સમજાવી હતી કે, તે તેની પહેલી પત્નીને તલાક આપી દેશે કારણ કે તેમની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

    ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સામે આવ્યું સત્ય

    વિદ્યાર્થિનીના આરોપો અનુસાર, મોહસીનની પત્નીએ 27 નવેમ્બર, 2024ના રોજ બીજા બાળકને જન્મ આપ્યો હતો. આ પછી વિદ્યાર્થીએ આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. તેણે તેની પત્નીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કર્યું હતું. ત્યારબાદ તેને મોહસીનની પત્ની પાસેથી જાણવા મળ્યું હતું કે, તે બંને વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ નથી. મોહસીન ખાનની પત્નીએ પણ પીડિતા પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવીને અસભ્ય વર્તન કર્યું અને સલાહ આપી કે, તે તેની ઈચ્છા મુજબ તેની સાથે રહી શકે છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, આ પછી તેને ખબર પડી કે તેની સાથે કેટલી મોટી છેતરપિંડી થઈ છે.

    કેટલે સુધી પહોંચી કાર્યવાહી?

    IITની વિદ્યાર્થિનીએ સૌથી પહેલાં IIT પ્રશાસનને તેના બળાત્કાર અને છેતરપિંડી વિશે જાણ કરી હતી. તેમણે આ મામલાની તપાસ કરાવી અને કાનપુર કમિશનરેટને ઘટનાની જાણ કરી હતી. જે બાદ કમિશનરેટે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, વિદ્યાર્થિનીએ આ અંગે કડક વલણ અપનાવ્યું હતું અને બળાત્કારની FIR નોંધાવવાનું નક્કી કર્યું હતું. કાનપુર પોલીસની ટીમે પીડિતાનું નિવેદન પણ લીધું છે.

    પોલીસે આ મામલે SITની રચના કરી છે. જેમાં બે મહિલા અધિકારીઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીએ ગુરુવારે (12 ડિસેમ્બર, 2024) આ સંબંધમાં FIR નોંધાવી છે. કાર્યવાહી કરતા પ્રશાસને મોહસીન ખાનને કાનપુર પોસ્ટિંગ પરથી હટાવી દીધા છે. હવે તેને લખનૌમાં DGP હેડક્વાર્ટર સાથે અટેચ કરવામાં આવ્યા છે. આરોપી મોહસીન ખાનનો પક્ષ હજુ સુધી મીડિયા સામે આવ્યો નથી. IIT કાનપુર વિદ્યાર્થિનીની સાથે છે અને તેની સુરક્ષા અંગે સાવચેતી રાખી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં