આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી હતી. તે સમયે ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેણે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા.
ગોપાલ ઈટાલીયા એ કર્યું શ્રી કૃષ્ણ પરમાત્મા નું અપમાન જાહેર મંચ થી, જે હૈયે હોય એજ હોઠે આવે 😡😡
— 🇮🇳UMESH JOSHI🇮🇳 (@UmeshJo62283848) September 2, 2022
આ ઇટાલિયો માનસિક રોગ થી પીડાતો હોય એવું લાગે છે
ગોપાલ ઈટાલીયા આખા હિંદુ સમાજ ની માફી માંગે@Gopal_Italia 😡 pic.twitter.com/c5l8NPkcJA
ઇટાલીયાએ કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આ રીતે શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા બાદ શ્રીકૃષ્ણના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ભાવનગરમાં નોંધાઈ ફરિયાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ દ્વારકા ખાતેની જાહેર સભામાં ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસો સાથે સરખાવીને ભગવાન શ્રી કૃષ્ણ નું અપમાન કરી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી.
જે બાદ આહિર સમાજના યુવાન અમિત આહિર દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.
આ સાથે જ ખીલન રબારી નામના માલધારી યુવાને ઈટાલીયાના આ નિવેદનને વખોડ્યું હતું અને સમગ્ર માલધારી સમાજવતી તેને માફી માંગવા માટે હાકલ કરી હતી. તેણે પોતાના વીડિયોમાં કહ્યું હતું કે ઇટાલીયાને હિન્દૂ ધર્મથી એટલો વાંધો છે તો ચૂંટણી આવતા તે કેમ મંદિરોમાં દર્શને જાય છે?
કેજરીવાલનો આ પ્રવાસ રહ્યો વિવાદાસ્પદ
માત્ર આ ફરિયાદ જ નહિ પરંતુ કેજરીવાલનો આ બે દિવસીય ગુજરાત પ્રવાસ સમગ્ર રીતે વિવાદાસ્પદ રહ્યો હતો.
પ્રવાસના પહેલા દિવસે કેજરીવાલે રાજકોટથી આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે ઘરે ઘરે જઈને લોકોને જુદા જુદા ગેરંટી કાર્ડ આપ્યા હતા અને દિલ્હી વિષે મોટી મોટી વાતો કરીને ગુજરાત માટે પોતાના વાયદાઓ દોહરાવ્યા હતા.
પરંતુ ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પાર જઈને ફેક્ટ-ચેક કરતા સામે આવ્યું હતું કે કેજરીવાલે જે ‘બેરોજગાર’ ભરત વાળાને બેરોજગારી ભથ્થાનુ ગેરંટી કાર્ડ આપ્યું હતું તે પોતે એક ઇલેક્ટ્રિક શોરૂમનો મલિક હતો અને આમ આદમી પાર્ટીનો સમર્થક હતો.
આ પહેલા પણ કેજરીવાલે ગુજરાતમાં શાહબાઝ ખાન નામના એક લોકલ પેઈડ આર્ટિસ્ટને પોતાની સભામાં બોલાવીને તેની પાસે ગુજરાતનું અપમાન કરવાની અને કેજરીવાલના ગુણગાન ગાવાની એક્ટિંગ કરાવી હતી જે પાછળથી ખુલ્લી પડી ગઈ હતી.