પાકિસ્તાની એરફોર્સની સ્ટ્રાઈક (Pakistan Air Strick) બાદથી જ અફઘાનિસ્તાનની તાલિબાનની (Taliban Afghanistan) સેના લાલઘૂમ છે. ત્યારે હુમલાનો બદલો લેવા તાલિબાન પાકિસ્તાન પર તૂટી પડ્યું છે. બંને દેશો હાલ સીમા પર યુદ્ધ કરી રહ્યા છે. સમાચાર છે કે તાલિબાની સેનાએ ડૂરંડ સીમા પાસેની પાકિસ્તાની ચોકીઓ ફૂંકી મારી છે. અત્યાર સુધી આ હુમલામાં 19 પાકિસ્તાની સેનાના (Pakistani Army) જવાન અને 3 અફઘાની નાગરિકોના મોત થયા છે. બીજી તરફ પાકિસ્તાને 13 તાલિબાનીઓને મોતને ઘાટ ઉતર્યા હોવાનું જાહેર કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 15,000 તાલિબાનીઓ પાકિસ્તાન સીમા તરફ આગળ વધી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે ડૂરંડ લાઈન પાસે ખોસ્ત અને પાકટિઆ પ્રાંતની સીમા પર આ ભીષણ યુદ્ધ (Taliban Pakistan War) ચાલી રહ્યું છે. તાલિબાનીઓનો દાવો છે કે તેમણે કુર્રમ અને ઉત્તરી વઝીરિસ્તાનની પાકિસ્તાની ચોકીઓ પણ ફૂંકી મારી છે. અફઘાની તાલિબાનોનું કહેવું છે કે આ પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઈકનો બદલો છે. મીડિયા અહેલાવો અનુસાર તાલિબાન ભારે ટેંક અને મશીન ગન્સથી લેસ થઈને સીમા પર પાકિસ્તાની સેનાને ધકેલી રહ્યું છે. આ પહેલા 19 પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાના અહેવાલો સામે આવ્યા હતા.
पाकिस्तान-अफगानिस्तान में भीषण युद्ध | Pakistan | Afghanistan | War News @anchorsapna pic.twitter.com/WBMSBG7jIH
— News18 India (@News18India) December 29, 2024
આ બધા વચ્ચે થોડા સમય પહેલા જ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે એક વિડીયો જાહેર કરીને તાલિબાનીઓને ધમકી આપી હતી કે તેઓ યુદ્ધથી દૂર રહે, નહિતર પાકિસ્તાન હુમલાઓ ચાલુ રાખશે. જોકે આ ધમકીની તાલિબાન પર કોઈ જ અસર નથી દેખાઈ રહી અને તાલિબાની સેના સતત પાકિસ્તાન આર્મીને ખદેડી રહી છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ આ મામલે હજુ કોઈ નક્કર પ્રતિક્રિયા નથી આપી. દાવા તેવા પણ થઈ રહ્યા છે કે ડાંડ પાટન, દાબગઈ, ખોસ્ત સહિત અનેક ઠેકાણે તાલિબાનીઓ પાકિસ્તાનને ખદેડી રહ્યા છે. આટલું જ નહી, 15,000 તાલિબાનીઓ પાકિસ્તાન સીમા તરફ આગળ વધી રહ્યા છે અને યુદ્ધ માટે તત્પર જણાઈ રહ્યા છે.
પાકિસ્તાને કરી હતી એર-સ્ટ્રાઈક, 45થી વધુ અફઘાનીના થયા હતા મોત
નોંધવું જોઈએ કે તાજેતરમાં જ પાકિસ્તાની એર ફોર્સે અફઘાનીસ્તાનમાં ઘૂસીને પક્તિકા પ્રાંતના બર્મલ ખાતે એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 45થી વધુ અફઘાની નાગરિકોના મોત થયા હતા. 24 ડિસેમ્બરની રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લામન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. તાલિબાને આ હુમલા બાદ પાકિસ્તાનને ધમકી આપી હતી કે તે આનો બદલો લઈને રહેશે.
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બર્મલ પર હવાઈ હુમલા બાદ બદલો લેવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે જણાવ્યું કે તેમની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમનો કાયદેસરનો અધિકાર છે, અને હુમલાની નિંદા કરી, અને દાવો કર્યો કે પાકિસ્તાન દ્વારા ‘વઝીરિસ્તાની શરણાર્થીઓ’ને નિશાન બનાવવામાં આવ્યા છે.