Tuesday, February 11, 2025
More
    હોમપેજક્રાઈમયુપીના ગંગાપુરની મદરેસામાં છપાતી હતી નકલી ચલણી નોટો, ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પણ...

    યુપીના ગંગાપુરની મદરેસામાં છપાતી હતી નકલી ચલણી નોટો, ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો: પાંચ બીવીઓનો શોહર મુબારક અલી નીકળ્યો માસ્ટરમાઈન્ડ

    ચેકિંગ દરમિયાન ત્રણ આરોપીઓ નકલી નોટો અને તમંચા સાથે પકડાયા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે શ્રાવસ્તી જિલ્લાના રહેવાસી છે અને ત્રણ આરોપીઓ બહરાઈચ જિલ્લાના રહેવાસી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં આવેલા શ્રાવસ્તી (Shravasti) જિલ્લાના ગંગાપુરમાં એક મદરેસામાં (Madrasa) નકલી ચલણી (Fake currency notes) નોટો છાપવાનું કારસ્તાન સામે આવ્યું છે. મદરેસા સંચાલક મુબારક અલી ઉર્ફે નૂરીએ યુટ્યુબ દ્વારા નકલી નોટો છાપવાની રીત શીખી હતી અને મદરેસામાં જ તેણે નકલી નોટો છાપવાનો ધંધો શરૂ કર્યો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસે મદરેસામાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસને પ્રિન્ટર, લેપટોપ, શાહી, ₹34,500ની નકલી નોટો અને ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, મુબારકની પાંચ બીવીઓ છે, જેમાંની એક મદરેસામાં જ તાલીમ આપવાનું કામ કરે છે.

    માહિતી અનુસાર, યુપીમાં ગંગાપુરની એક મદરેસામાં નકલી નોટો છાપવાનો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે, મદરેસાના સંચાલકે યુટ્યુબ પરથી આ કારસ્તાન શીખ્યું હતું. નકલી નોટો છાપનારી આ ગેંગનો લીડર મુબારક છે, જે ગંગાપુર મદરેસામાં સંચાલક તરીકે પણ કામ કરે છે. આરોપી મદરેસામાં નોટો છાપીને સ્થાનિક બજારમાં સરળતાથી ફેરવતો હતો. પોલીસે દરોડા દરમિયાન જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જે બાદ ત્રણ આરોપીઓને પછીથી પકડવામાં આવ્યા હતા.

    વધુમાં પોલીસે જણાવ્યું છે કે, ચેકિંગ દરમિયાન ત્રણ આરોપીઓ નકલી નોટો અને તમંચા સાથે પકડાયા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે શ્રાવસ્તી જિલ્લાના રહેવાસી છે અને ત્રણ આરોપીઓ બહરાઈચ જિલ્લાના રહેવાસી છે. પોલીસને શંકા છે કે, આ ગેંગ સાથે અન્ય લોકો પણ સામેલ હશે અને વર્ષોથી નકલી નોટો બનાવવાનો આ ધંધો ચાલી રહ્યો હશે.

    - Advertisement -

    તમંચા અને કારતૂસો પણ મળી આવ્યા

    નોંધવા જેવું છે કે, છેલ્લા ઘણા સમયથી મદરેસામાં ચાલી રહેલા ધંધાને લઈને પોલીસને ફરિયાદો મળી રહી હતી. આ બાબતની સઘન તપાસ કરવા માટે SPએ સ્પેશ્યલ ટીમ બનાવી હતી. પોલીસની ટીમે બાતમીદારની સૂચનાના આધારે બુધવારે (1 જાન્યુઆરી, 2025) કાર્યવાહી હાથ ધરી હતી અને મદરેસામાં દરોડા પાડ્યા હતા. દરમિયાન ત્યાંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મદરેસામાંથી ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હતા.

    તે સિવાય પોલીસે બે અન્ય આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી તમંચા અને કારતૂસો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આગળની કાયદેસરની કાર્યવાહી માટેની તૈયારીઓ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં