Friday, March 14, 2025
More
    હોમપેજરાજકારણરમઝાનમાં 'ગુલમર્ગ ફેશન શો'થી ઇસ્લામવાદીઓના પેટમાં રેડાયું તેલ: હુર્રિયત નેતાએ ગણાવ્યું અશ્લીલ...

    રમઝાનમાં ‘ગુલમર્ગ ફેશન શો’થી ઇસ્લામવાદીઓના પેટમાં રેડાયું તેલ: હુર્રિયત નેતાએ ગણાવ્યું અશ્લીલ કૃત્ય, સીએમ ઓમરે ગુસ્સો ગણાવ્યો વાજબી

    મીરવાઇઝ ઉમર ફારૂકે કહ્યું, “અત્યંત શરમજનક! રમઝાનના પવિત્ર મહિનામાં ગુલમર્ગમાં એક અશ્લીલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ફોટા અને વિડીયો વાયરલ થયા છે, જેનાથી લોકો ગુસ્સે અને આઘાતમાં છે.”

    - Advertisement -

    તાજેતરમાં જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ખાતેના ગુલમર્ગમાં બરફ વચ્ચે ફેશન શોનું (Gulmarg Fashion Show) આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફેશન શો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ (Radical Islam) અગનગોળા બની ગયા છે. તાજેતરમાં હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે કહ્યું હતું કે પર્યટનના નામે અશ્લીલતા સહન કરવામાં આવશે નહીં. તેમને સાંત્વના આપતાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે (Omar Abdullah) પણ પોસ્ટ કરીને સૂર પરોવ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દા પર લોકોના ગુસ્સાને સમજે છે, તેથી તેમણે સ્થાનિક વહીવટીતંત્રને આ બાબતે રિપોર્ટ સ્સ્પવ્સ કહ્યું છે.

    7 માર્ચ શુક્રવારના રોજ આ ફેશન શો જમ્મુ-કાશ્મીર ખાતેના ગુલમર્ગના સ્કાય રિસોર્ટ પાસે આકાશ નીચે લક્ઝરી બ્રાન્ડ ‘એલે ઇન્ડિયા’ની 15મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો એક વિડીયો સામે આવ્યો હતો, જેને જોયા બાદ મીરવાઇઝ ઉમર ફારૂક સહિત ઘણા મજહબી નેતાઓ ગુસ્સે ભરાયા હતા.

    મીરવાઇઝ ઉમર ફારૂકે કહ્યું, “અત્યંત શરમજનક! રમઝાનના પવિત્ર મહિનામાં ગુલમર્ગમાં એક અશ્લીલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ફોટા અને વિડીયો વાયરલ થયા છે, જેનાથી લોકો ગુસ્સે અને આઘાતમાં છે.” ફારૂકે વધુમાં કહ્યું કે સૂફી-સંત સંસ્કૃતિ અને લોકોની ઊંડી મજહબી શ્રદ્ધા ધરાવતી આ ખીણમાં આ બધું કેવી રીતે સહન કરી શકાય?

    - Advertisement -

    ફારુકના આ પોસ્ટ પર ઓમર અબ્દુલ્લાહે પણ પોસ્ટ કરી હતી. મીરવાઇઝની પોસ્ટનો જવાબ આપતા તેમણે લખ્યું, “તમારો ગુસ્સો સંપૂર્ણપણે વાજબી છે. મેં જે ફોટા જોયા છે તેમાં સ્થાનિક લોકો પ્રત્યે સંપૂર્ણ અવગણના દેખાય છે અને તે પણ આ પવિત્ર મહિનામાં…. મારી ઓફિસ સ્થાનિક લોકોના સંપર્કમાં છે. આગામી 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે મીરવાઈઝ એકલા નથી જેમને આ ફેશન શોથી સમસ્યા થઈ છે. આવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે પણ ગુલમર્ગમાં યોજાયેલા ફેશન શોની નિંદા કરી હતી. ખુર્શીદે પૂછ્યું, “રમઝાનના પવિત્ર મહિનામાં ગુલમર્ગમાં આ શરમજનક ફેશન શોને કોણે મંજૂરી આપી? બરફ પર અર્ધ નગ્ન પુરુષો અને સ્ત્રીઓ સાથે, શું પ્રવાસન વિભાગ અને ગુલમર્ગ વિકાસ સત્તામંડળના (GDA) CEO પોતાનું વલણ સ્પષ્ટ કરશે? તમે અમારા નૈતિક, સાંસ્કૃતિક અને મજહબી મૂલ્યોનો નાશ કરવા માટે આટલા બધા ઉત્સુક કેમ છો?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં