Thursday, April 2, 2026
More
    હોમપેજરાજકારણ‘જે માહિતી હમણાં માગી રહ્યા છે રાહુલ ગાંધી, તે 2 વર્ષ પહેલાં...

    ‘જે માહિતી હમણાં માગી રહ્યા છે રાહુલ ગાંધી, તે 2 વર્ષ પહેલાં જ કર્ણાટક પોલીસને આપી દેવાઈ હતી’: ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાનો વધુ એક પ્રોપગેન્ડા કર્યો ફુસ્સ

    માહિતીમાં જેણે વાંધો ઉઠાવ્યો હતો તેમની તમામ વિગતો, રેફરન્સ નંબર, EPIC નંબર અને લૉગ-ઇન માટે વાપરવામાં આવેલા મોબાઇલ નંબર વગેરેનો સમાવેશ થાય છે. અહીં સુધી કે સોફ્ટવેર એપ્લિકેશન માધ્યમ, આઇપી એડ્રેસ, સબમિશનનો સમય, તારીખ બધું જ રજૂ કરી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં કરેલા વધુ એક દાવાની ચૂંટણી પંચે હવા કાઢી નાખી છે. એક સત્તાવાર નિવેદનમાં કમિશને જણાવ્યું કે જે કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠક પર વોટ ડિલીટ થયા હોવાના રાહુલ ગાંધી દાવા કરી રહ્યા છે અને ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરી રહ્યા છે તેમાં શું બન્યું હતું અને કઈ રીતે ચૂંટણી પંચે સામે ચાલીને કાર્યવાહી કરી હતી અને તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડ્યો હતો. 

    પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠક પર 6 હજારથી વધુ વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને એ વોટ કોણે ડિલીટ કર્યા તે કોઈને જાણ નથી. ન તો જેના ડિલીટ થયા છે તેમને ખબર છે કે ન જેમના નામે આમ કરવામાં આવ્યું તેમને ખબર છે. આ પ્રક્રિયા અન્ય રાજ્યોમાંથી ઓટોમેટેડ સોફ્ટવેરની મદદથી અને અન્ય રાજ્યોના નંબરોના માધ્યમથી કરવામાં આવી હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો. 

    તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ મામલે કર્ણાટક CID કેસની તપાસ કરી રહી છે પરંતુ ચૂંટણી પંચ અમુક માહિતી તેમને આપી રહ્યું નથી અને CEC જ્ઞાનેશ કુમાર વોટ ડિલીટ કરનારાઓને બચાવી રહ્યા છે. હવે આ મામલે ચૂંટણી પંચે વિસ્તૃત સ્પષ્ટતા આપી છે. 

    - Advertisement -

    કમિશને જણાવ્યું કે, આલંદના EROને ડિસેમ્બર 2022માં NVSP, VHA, GARUDA જેવી એપ્લિકેશનોના માધ્યમથી ફોર્મ 7 હેઠળ કુલ 6,018 અરજીઓ મળી હતી. આટલી મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ મળવાથી શંકા ગઈ અને ત્યારબાદ તપાસ કરવામાં આવી. પછીથી ERO, AERO અને BLO પાસે તમામ અરજીઓની ખરાઈ અને ચકાસણી પણ કરાવવામાં આવી. 

    જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે માટે 24 અરજીઓ જેન્યુઇન હતી અને બાકીની તમામ ખોટી હતી. જેથી આ 24 સ્વીકારીને બાકીની તમામ અરજીઓ નકારી દેવામાં આવી અને મત પણ ડિલીટ ન થયા. 

    પછીથી ચૂંટણી પંચે આ મામલે આલંદ પોલીસ મથક, કલબુર્ગી જિલ્લા ખાતે એક FIR દાખલ કરાવડાવી હતી, જેનો FIR નંબર અને તારીખ પણ જણાવવામાં આવ્યાં છે. પછીથી ચૂંટણી પંચની સૂચનાથી કર્ણાટકના ચૂંટણી અધિકારીએ તમામ માહિતી 6 સપ્ટેમ્બર 2023ના રોજ કલબુર્ગીના જિલ્લા પોલીસ વડાને સોંપી દીધી હતી. 

    આ માહિતીમાં જેણે વાંધો ઉઠાવ્યો હતો તેમની તમામ વિગતો, રેફરન્સ નંબર, EPIC નંબર અને લૉગ-ઇન માટે વાપરવામાં આવેલા મોબાઇલ નંબર વગેરેનો સમાવેશ થાય છે. અહીં સુધી કે સોફ્ટવેર એપ્લિકેશન માધ્યમ, આઇપી એડ્રેસ, સબમિશનનો સમય, તારીખ બધું જ રજૂ કરી દેવામાં આવ્યું હતું. પછીથી આ મામલે કર્ણાટકના ચૂંટણી અધિકારીઓ, તપાસ કરતા પોલીસ અધિકારીઓ અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટો વચ્ચે એક બેઠક પણ થઈ હતી અને સમગ્ર તપાસની સમીક્ષા કરવામાં આવી હતી. 

    ચૂંટણી પંચે એ સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ માટે જરૂરી તમામ માહિતી, દસ્તાવેજો પોલીસને સુપરત કરવામાં આવી ચૂક્યાં છે. છતાં રાહુલ ગાંધી પ્રેસ કૉન્ફરન્સમાં સંસ્થાને ઘેરી રહ્યા છે. પરંતુ આટલી વિગતોથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કોણ કેટલું સાચું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં