Monday, March 9, 2026
More
    હોમપેજદુનિયા‘ડેડ ઇકોનોમી’થી ‘ગ્રેટ કન્ટ્રી’: ડોનાલ્ડ ટ્રમ્પે સૂર બદલ્યા, કહ્યું– ભારત સાથે વાટાઘાટો કરી...

    ‘ડેડ ઇકોનોમી’થી ‘ગ્રેટ કન્ટ્રી’: ડોનાલ્ડ ટ્રમ્પે સૂર બદલ્યા, કહ્યું– ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ, પીએમ મોદીને ગણાવ્યા ‘ઘનિષ્ઠ મિત્ર’

    ટ્રમ્પની આ પોસ્ટ બાદ વડા પ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ મિત્રો અને ભાગીદાર રહ્યાં છે. મને વિશ્વાસ છે કે ટ્રેડ ડીલ પર આપણી વાટાઘાટો ભારત-અમેરિકાની ભાગીદારીમાં એક નવો માર્ગ ખોલશે."

    - Advertisement -

    ટેરિફ લાગુ કરીને ભારત અને દેશની અર્થવ્યવસ્થા વિશે એલફેલ ટિપ્પણી કરી ચૂકેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હવે સૂર બદલ્યા છે અને એક નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત સાથે વ્યાપાર ડીલ આગળ વધારવાના સંકેત આપ્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પોતાના સારા મિત્ર ગણાવ્યા અને મુલાકાતની પણ આશા વ્યક્ત કરી. 

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, “મને એ જણાવતાં આનંદ થાય છે કે ભારત અને અમેરિકા બંને દેશો વચ્ચે વ્યાપારમાં જે અડચણો આવી રહી છે તેને લઈને સતત વાટાઘાટો કરી રહ્યાં છે. આગામી સમયમાં મારા સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાતચીત માટે હું ઉત્સુક છું. સફળતાપૂર્વક સમાધાન લાવવામાં બંને દેશોને કોઈ અડચણ નહીં આવે એ વાતની મને ખાતરી છે.”

    ઉલ્લેખનીય છે કે આ જ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમય પહેલાં ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ ભારત સરકાર ટસની મસ ન થતાં તેમણે રશિયા પાસેથી શસ્ત્રો અને તેલની ખરીદીનું બહાનું ધરીની વધુ 25% ટેરિફ લાગુ કરી દીધો હતો. ત્યારબાદ તેમણે ભારતની અર્થવ્યવસ્થાને ‘ડેડ ઇકોનોમી’ પણ ગણાવી દીધી અને બીજી પણ ઘણી ટિપ્પણીઓ કરી. ટ્રમ્પ કરતાં પીટર નવારો જેવા તેમના અમુક માણસોએ વધારે ગંદવાડ ફેલાવ્યો હતો અને ભારતવિરોધી માહોલ બનાવવા માટે પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ સરકારે કોઈ મચક ન આપી. હવે ટ્રમ્પે ટ્રેક બદલ્યો હોવાનું જણાય છે. 

    - Advertisement -

    ટ્રમ્પની આ પોસ્ટ બાદ વડા પ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ મિત્રો અને ભાગીદાર રહ્યાં છે. મને વિશ્વાસ છે કે ટ્રેડ ડીલ પર આપણી વાટાઘાટો ભારત-અમેરિકાની ભાગીદારીમાં એક નવો માર્ગ ખોલશે. વહેલામાં વહેલી તકે નિષ્કર્ષ નીકળે તે માટે અમારી ટીમો સતત પ્રયાસો કરી રહી છે. હું પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું. બંને દેશોના નાગરિકો માટે એક સમૃદ્ધ, ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત થાય તે માટે અમે સાથે મળીને કામ કરીશું.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટ્રમ્પે પીએમ મોદીએ ‘ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર’ ગણાવીને તેમની પ્રશંસા કરી હતી. ત્યારબાદ પણ પીએમ મોદીએ સકારાત્મક પ્રતિક્રિયા આપીને ટિપ્પણીઓની સરાહના કરી અને કહ્યું કે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં