22 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે એક વિડીયોને ટાંકીને કહ્યું હતું કે, USAએ અમેરિકી કંપનીઓને ઇન્ડિયન કસ્ટમર કેર સર્વિસિસ રિપ્રેઝન્ટેટિવને નોકરી પર રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિડીયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતના લોકો વિરુદ્ધ ‘અપમાનજનક’ ભાષાનો ઉપયોગ કરતા દેખાડવામાં આવ્યા છે. જોકે, બાદમાં દિગ્વિજય સિંઘે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. કારણ કે, તેમણે જે વિડીયોને ટાંકીને પોસ્ટ કરી હતી, તે AI જનરેટેડ અને એક વ્યંગાત્મક વિડીયો હતો.
હવે ડિલીટ થઈ ગયેલી પોસ્ટમાં દિગ્વિજય સિંઘે લખ્યું હતું કે, “માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, અમારા વડાપ્રધાનજી, જરા જુઓ કે, તમારા મિત્ર પ્રિય ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ભારતીયો વિશે શું વિચારે છે. શું તમે કૃપા કરીને પ્રતિક્રિયા આપશો? જો તમે નથી આપી શકતા તો તમારા વિદેશમંત્રી એસ જયશંકરે આ વાતનો વિરોધ ન કરવો જોઈએ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને ‘દુનિયાનો સૌથી ઝેરીલો’ દેશ કહે છે.”

તેમણે પોસ્ટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત અને પવન ખેડાને પણ ટેગ કરી દીધા હતા. X યુઝર નસરીમ ઈબ્રાહીમે શેર કરેલો આ વિડીયો AI દ્વારા બનાવવામાં આવેલો એક ફેક વ્યંગ્ય વિડીયો હતો. તે સોબરિંગ સટાયરનો કોઈ વાસ્તવિક ન્યૂઝ રિપોર્ટ નહોતો. જોકે, દિગ્વિજય સિંઘે પોસ્ટ ડિલીટ કરી નાખી છે, પરંતુ ઈબ્રાહીમની પોસ્ટ હમણાં સુધી જોવા મળી રહી હતી. જોકે, તેમણે પણ આખરે પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.
ડિલીટ કરેલા તે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે, નીચે ડાબી બાજુ ચેનલનું નામ ‘ફોક્સ ન્યૂઝ’ લખેલું હતું અને સ્ટ્રીપની વચ્ચે ‘સોબરિંગ સટાયર’ લખેલું હતું. નોંધવા જેવું છે કે, સોબરિંગ સટાયર એક યુ-ટ્યુબ ચેનલ છે, જે ખોટા અથવા વ્યંગાત્મક સમાચાર પોસ્ટ કરે છે. તે ‘ફોક્સી ન્યૂઝ’ની જેમ ભારતની એક વ્યંગાત્મક ન્યૂઝ ચેનલ છે.
ઑપઇન્ડિયાએ જ્યારે સોબરિંગ સટાયર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા તે વિડીયોની તપાસ કરી તો તેના કેપશનમાં લખવામાં આવ્યું હતું કે, “Trump impression & Performance by Clive. AIએ આ વિડીયોને ન તો લખ્યો છે, ન તો બોલ્યો છે અને ન તો રજૂ કર્યો છે. તેણે માત્ર ક્લાઇવના ચહેરા અને હાવભાવ છુપાવવામાં આવ્યા છે.” વિડીયો પાછળનો અવાજ માઇકલ ક્લાઇવ નામના કલાકારનો છે, જે 35 વર્ષથી વોઇસ-ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. તેમણે ‘ધ સિમ્પસન્સ’ અને અન્ય ઘણા શો માટે પણ કામ કર્યું છે.

પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા X યુઝર મનીષ રાજોરાએ લખ્યું છે કે, “આ મુખ્ય વિપક્ષીદળ કોંગ્રેસના મુખ્ય નેતાઓની બુદ્ધિમત્તાનું સ્તર છે, કોઈ આશ્ચર્ય નથી કે, તેઓ હજુ પણ વિપક્ષમાં કેમ છે. ભારત એક સારા વિપક્ષનું હકદાર છે.”
અન્ય એક X યુઝર અંકુર સિંઘે લખ્યું કે, “કોંગ્રેસે હવે ભારતને બદનામ કરવા માટે AI દ્વારા બનાવવામાં આવેલા ખોટા વિડીયોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. માત્ર એટલા માટે કે, ભારત રાહુલ ગાંધીને મત નથી આપતું? શરમની વાત છે.”

ધ ડેઇલી ગાર્ડીયન’ અનુસાર, આ વિડીયો 10 જાન્યુઆરી 2025ની એક પ્રેસ કૉન્ફરન્સના વિડીયોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. જોકે, દિગ્વિજય સિંઘે આ વિડીયો ડીલીટ કરી નાખ્યો છે, પરંતુ તેમણે ભારતને બદનામ કરવાને લઈને અને ફેક વિડીયો મામલે કોઇ સ્પષ્ટીકરણ આપ્યું નથી કે માફી પણ માંગી નથી.