Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણસમાજવાદી પાર્ટીએ અમિત માલવિયા વિરુદ્ધ કરી હતી અપમાનજનક પોસ્ટ, હટાવવાનો દિલ્હી હાઈકોર્ટનો...

    સમાજવાદી પાર્ટીએ અમિત માલવિયા વિરુદ્ધ કરી હતી અપમાનજનક પોસ્ટ, હટાવવાનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ: સપાએ ભાજપ નેતા વિરુદ્ધ લગાવી દીધા હતા રેપના આરોપો

    જસ્ટિસ વિકાસ મહાજનની બેન્ચ સમક્ષ માલવિયા તરફથી વરિષ્ઠ વકીલ અરવિંદ નાયર અને નલિન કોહલી ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ નાયરે આ અંગે દલીલ કરી હતી કે, "આ રીતના નિવેદનો કોઈપણ માટે આપી શકાય નહીં. તેનાથી પ્રતિદિન નુકસાન થઈ રહ્યું છે. લાખો લોકોએ તે પોસ્ટને જોઈ છે."

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીને ભાજપ નેતા અને IT સેલના પ્રમુખ અમિત માલવિયા વિરુદ્ધ કરેલી એક X પોસ્ટને ડિલીટ કરવાના આદેશ આપ્યા છે. સમાજવાદી પાર્ટીએ X પોસ્ટમાં ભાજપ નેતા પર રેપના આરોપ લગાવ્યા હતા. માલવિયાના વકીલોએ કોર્ટમાં દલિત કરી હતી કે, તેઓ એક મોટા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે અને તેમની સમાજમાં પ્રતિષ્ઠા પણ છે, જેને સમાજવાદી પાર્ટી દ્વારા હાનિ પહોંચાડવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સમાજવાદી પાર્ટીની પોસ્ટ વિરુદ્ધ માલવિયાએ માનહાનિનો કેસ કર્યો હતો. જે અંગે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

    દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે (16 ઑગસ્ટ, 2024) સમાજવાદી પાર્ટીને અમિત માલવિયા વિરુદ્ધ કરેલી X પોસ્ટ ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ વિકાસ મહાજનની બેન્ચ સમક્ષ માલવિયા તરફથી વરિષ્ઠ વકીલ અરવિંદ નાયર અને નલિન કોહલી ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ નાયરે આ અંગે દલીલ કરી હતી કે, “આ રીતના નિવેદનો કોઈપણ માટે આપી શકાય નહીં. તેનાથી પ્રતિદિન નુકસાન થઈ રહ્યું છે. લાખો લોકોએ તે પોસ્ટને જોઈ છે.” તેમણે પોસ્ટને હટાવવા માટે કોર્ટ પાસેથી વચગાળાના આદેશની માંગણી કરી હતી.

    જસ્ટિસ મહાજને તેના પર સહમતી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આદેશ દસ્તી (હાથથી મોકલવામાં આવતી કોર્ટ નોટિસની સેવા) દ્વારા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમિલ માલવિયાએ અખિલેશ યાદવના રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટી પર માનહાનિનો કેસ કર્યો છે. આ કેસ વકીલ સુરજેંદુ શંકર દાસ અને એની મિત્તલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -

    શું હતો વિવાદ?

    નોંધનીય છે કે, આ વિવાદ અયોધ્યામાં સપા નેતા મોઈદ ખાન પર લાગેલા બળાત્કારના આરોપો સાથે સંકળાયેલો છે. આ કેસમાં મોઈદ ખાનના નોકર રાજુ ખાનને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. અખિલેશ યાદવે 3 ઑગસ્ટના રોજ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, આ કેસમાં DNA ટેસ્ટ થવો જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો આરોપો જુઠ્ઠા સાબિત થાય તો સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ. તે જ દિવસે ભાજપ નેતા અમિત માલવિયાએ X પર અખિલેશ યાદવને પ્રશ્ન પૂછ્યા હતા.

    ભાજપ નેતાએ અખિલેશ યાદવની પોસ્ટને ટાંકીને પૂછ્યું હતું કે, તેઓ DNA ટેસ્ટ દ્વારા શું સાબિત કરવા માંગે છે? સમાજવાદી પાર્ટીની ટીકા કરતાં તેમણે લખ્યું હતું કે, “આવનારા દિવસોમાં જ્યાં-જ્યાં સપા જીતશે, ત્યાં-ત્યાં દરેક ગામમાં પછાત સમાજની દીકરીઓ અને વહુઓ પર આ રીતની દુષ્કર્મની ખબરો આવશે.” ત્યારબાદ સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના X હેન્ડલે અમિત માલવિયા પર પ્રતિક્રિયા વ્યક્ત કરી અને બળાત્કારના આરોપી લોકો સાથે ભાજપ નેતાઓની તસવીરો પોસ્ટ કરી હતી.

    સમાજવાદી પાર્ટીના મીડિયા સેલની આ પોસ્ટમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, “એવી ચર્ચા હતી કે, માલવિયા મહિલાઓને હોટેલમાં પોતાના રૂમમાં બોલાવીને તેમના પર બળાત્કાર કરતા હતા અને પુરુષો સાથેના તેમના અવૈધ સંબંધોની વાતો પણ કરતા હતા.” સમાજવાદી પાર્ટીની આ પોસ્ટ પર અમિત માલવિયાએ વાંધો ઉઠાવ્યો હતો અને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી હવે કોર્ટે સમાજવાદી પાર્ટીને તે પોસ્ટ હટાવવા માટેનો આદેશ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં