દિલ્હીમાં (Delhi) સામી વિધાનસભા ચૂંટણીએ પૂર્વ મુખ્યમંત્રી અને સત્તાપક્ષ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) મોટા ઉપાડે મહિલાઓને દર મહિને ₹2100 રૂપિયા આપવાની અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે નિઃશુલ્ક સારવારની ઘોષણા કરી હતી. પરંતુ હવે દિલ્હીની સરકારે જ આ યોજનાઓની પોલ ખોલીને સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ યોજના (Scheme) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી નથી અને તેના માટે કોઈ પણ ફોર્મ ભરાવવાં કે રજિસ્ટ્રેશન કરાવવું એ ફ્રોડ કહેવાશે.
બુધવારે (25 ડિસેમ્બર) છાપાંમાં આપેલી જાહેરાતમાં દિલ્હી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ જણાવે છે કે, ‘વિભાગને મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, એક રાજકીય પાર્ટી દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 2100 રૂપિયા આપવાનો વાયદો કરી રહી છે. સ્પષ્ટતા કરવામાં આવે છે કે દિલ્હી સરકાર દ્વારા આવી કોઈ યોજના અધિસૂચિત કરવામાં આવી નથી.’
In a public notice, the Women and Child Development Department, Delhi Government has said that it received information through media reports and social media posts that a political party is claiming to give Rs 2100 per month to the women of Delhi under the 'Mukhyamantri Mahila… pic.twitter.com/HLG4JMqY7s
— ANI (@ANI) December 25, 2024
આગળ જણાવવામાં આવ્યું કે, ‘જ્યારે કોઈ પણ પ્રકારની યોજના લૉન્ચ કરવામાં આવે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ, દિલ્હી સરકાર પાત્ર વ્યક્તિઓ માટે એક ડિજિટલ પોર્ટલ લૉન્ચ કરશે, જેથી તેઓ દિશાનિર્દેશો અનુસાર અરજી કરી શકે. ઉપરાંત, પોર્ટલ પર તમામ જાણકારી પૂરી પાડવામાં આવે છે.”
નોટિસમાં આગળ કહેવામાં આવ્યું કે, ‘એ બાબત ઉપર ભાર આપવામાં આવે છે કે આ પ્રકારની કોઈ યોજના અસ્તિત્વમાં નથી, જેથી જેનું અસ્તિત્વ જ ન હોય તેવી યોજના હેઠળ રજિસ્ટ્રેશન માટે ફોર્મ/આવેદન સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. કોઈ પણ વ્યક્તિ/રાજકીય પાર્ટી આ યોજનાના નામે ફોર્મ/અરજી એકત્રિત કરે કે અરજદારોની જાણકારી એકઠી કરે, એ ફ્રોડ કરી રહ્યો છે અને તેની પાસે કોઈ અધિકાર નથી. ‘
મહિલા-બાળ વિકાસ વિભાગે નાગરિકોને સાવધાન કરતાં કહ્યું કે, ‘આ યોજનાના નામે બેન્ક ખાતાંની જાણકારી, વૉટર આઇડી, ફોન નંબર, સરનામું અને અન્ય સંવેદનશીલ અને વ્યક્તિગત વિગતો જાહેર કરવાથી જોખમ ઊભું થઈ શકે છે અને સાયબર ક્રાઈમનો ભોગ બનવાની સંભાવનાઓ વધી જાય છે.’ સરકારે સ્પષ્ટ કર્યું કે, નાગરિકો કોઈ પણ આવી યોજના અસ્તિત્વમાં જ ન હોય તેના ખોટા વાયદાઓ ન માને, કારણ કે એ ભ્રામક છે અને કોઈ પ્રકારના પ્રાધિકરણ વગરની છે. જો કોઈ ફ્રોડ થાય તો તે માટે મહિલા-બાળ વિકાસ વિભાગ જવાબદાર નહીં હોય.’
સ્વાસ્થ્ય વિભાગે ખોલી વૃદ્ધો માટે સહાય આપવાની ઘોષણા કરતી યોજનાની પોલ
આ જ પ્રકારની એક જાહેરાત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પણ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, ‘વિભાગને જાણવા મળ્યું છે કે, એક રાજકીય પાર્ટી ‘સંજીવની યોજના’ના નામે 60 વર્ષો વધુ વયની વ્યક્તિઓને નિઃશુલ્ક સારવાર આપવાનો વાયદો કરી રહી છે. ઉપરાંત, આ યોજના હેઠળ નોંધણી કરાવવા માટે ફોર્મ ભરવાનાં પણ શરૂ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે અને રાજકીય પાર્ટીના કાર્યકરો ઘરે-ઘરે જઈને વૃદ્ધ નાગરિકો વિશેની જાણકારી પણ એકઠી કરી રહ્યા છે. જે રજિસ્ટ્રેશન ફોર્મની વાત છે તેમાં ફોન નંબર, આધાર કાર્ડ, બેન્ક ખાતાંની વિગતો વગેરે માંગવામાં આવી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધો હોસ્પિટલ જઈને યોજના વિશે પૂછપરછ પણ કરી રહ્યા છે.’
વિભાગે સ્પષ્ટતા કરી કે, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈ પણ યોજના લૉન્ચ કરવામાં આવી નથી કે ન કોઈ પણ અધિકારીને કે વ્યક્તિને ન તો નાગરિકોને લગતી વિગતો એકઠી કરવાની સત્તા આપી છે કે ન સરકારી વિભાગ દ્વારા નાગરિકોને આવી કોઈ યોજના માટે કોઈ કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
Fraud = AAP
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 25, 2024
On one hand Kejriwal is getting women to fill forms and on the other side see the notice of Delhi government in today's newspapers
The Delhi government itself is clarifying that there is no such scheme and these forms are fake and no personal
Details should be given… pic.twitter.com/e2B4GzKwbS
આગળ જણાવવામાં આવ્યું કે, યોજનાનું અસ્તિત્વ જ ન હોય તેના માટે કોઈ ફોર્મ ભરવાનો કે રજિસ્ટ્રેશન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને જો કોઈ આવું કરી રહ્યું હોય તો તેઓ ફ્રોડ કરી રહ્યા છે, જેમની પાસે આ કામ કરવાની કોઈ સત્તા જ નથી. આગળ નાગરિકોને ફ્રોડમાં ન આવવા માટે અને સંવેદનશીલ વિગતો ન પૂરી પાડવા માટે જણાવવામાં આવ્યું છે.
મામલો સામે આવ્યા બાદ ફરી એક વખત અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. દર વખતે તેઓ કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ પર આરોપો લગાવતા રહે છે, પરંતુ આ વખતે દિલ્હીની સરકારે જ પોલ ખોલી નાખી છે. ભાજપે બીજી તરફ, કેજરીવાલના ભૂતકાળના વાયદાઓ પણ યાદ કરાવ્યા છે અને કહ્યું કે, ચૂંટણી જીતવા કેજરીવાલ અને આમ આદમી પાર્ટી આ તરકટ કરી રહ્યાં છે.