Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત પોર્ન સ્ટારને ફોલો કરે છે? ટ્વીટર પર...

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત પોર્ન સ્ટારને ફોલો કરે છે? ટ્વીટર પર #TharkiKejriwal ટ્રેન્ડમાં

  ટ્વીટર પર એક કથિત પોર્ન સ્ટારના એકાઉન્ટને ફોલો કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલની જબરી ફજેતી થઇ રહી છે અને તેમના વિષે કેટલીક રમુજી ટ્વીટ પણ વાયરલ થઇ રહી છે.

  - Advertisement -

  આમ આદમી પાર્ટીના કર્તાહર્તા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક નવા તેમજ અટપટા વિવાદમાં સપડાતા જોવા મળી રહ્યા છે. વિવાદ અને AAP એક સિક્કાની બે બાજુ હોય તેમ આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત પોર્ન સ્ટારને ફોલો કરતા હોવાનો દાવો એક યુઝર દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને યુઝર્સ ગેલમાં આવી ગયા હતા અને જોત જોતામાં તો #TharkiKejriwal હેશટેગ ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ પોર્ન સ્ટારને ફોલો કરે છે તે વાતની પુષ્ટિ ઑપઈન્ડિયા નથી કરતું.

  વાસ્તવમાં રોઝી નામના એક ટ્વીટર યુઝરે આજે સવારે (12 ઓક્ટોબર 2022) ના રોજ 11 વાગીને 42 મીનીટે એક પોસ્ટ શેર કરી હતી, આ પોસ્ટમાં તેમણે એક મોબાઈલ ફોનના સ્ક્રીન રેકોર્ડનો વિડીયો શેર કર્યો છે, જેમાં એક Esmee નામની વિદેશી યુવતીનું ટ્વીટર એકાઉન્ટ જોવા મળી રહ્યું છે, અને તેના બાયોની નીચે “Followed By Arvind Kejriwal” લખેલું જોવા મળી રહ્યું છે,

  વિડીયોમાં દર્શાવ્યા અનુસાર જયારે “Followed By Arvind Kejriwal” લખેલા શબ્દોને ટચ કરવામાં આવે છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું બ્લ્યુ ટીક સાથેનું ઓફિશિયલ હેન્ડલ ખુલી જતું જોવા મળે છે, જેમાં તેમના 26.5 મીલીયન ફોલોવર હોવાનું પણ નજરે પડી રહ્યું છે, રોઝી આ વિડીયો પોસ્ટ કરતી વખતે લખે છે કે, “એક વાર નજર તો કરો, દિલ્હીના કટ્ટર ઠરકી સીએમ અરવિંદ કેજરીવાલ કોને ફોલો કરી રહ્યાં છે #ArvindKejriwal #Esmee”

  - Advertisement -

  રોઝી નામની યુઝર દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ આંખના પલકારામાં જ વાયરલ થઇ ગઈ, અને યુઝર્સને તો જાણે “દોડવું હતું ને ઢાળ મળ્યો” હોય તેમ અરવિંદ કેજરીવાલને લઈને રમુજ ભરેલી એટલી બધી પોસ્ટો કરી કે જોત જોતામાં તો #TharkiKejriwal ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યું, લોકો મસાલેદાર ટ્વીટ કરીને દિલ્હીના સીએમ કેજરીવાલની મજાક ઉડાડતી ટ્વીટ કરતા દેખાઈ રહ્યા છે, તેમાંથી કેટલીક ટ્વીટ્સ અમે અહી ટાંકી રહ્યા છીએ.

  અમિત કુમાર નામના એક યુઝરે અરવિંદ કેજરીવાલ પર ટીખળ કરતા એક ફોટો શેર કર્યો હતો જેમાં એક એડિટ કરેલા પોસ્ટરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હી દારૂ કાંડના આરોપિત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપના સાંસદ સભ્ય રાઘવ ચઢ્ઢા ચહેરાઓ લાગેલા વ્યક્તિઓના ફોટા નીચે લખ્યું છે કે “આવી મીના કુમારી માટે તો છાતી પર ગોળી ખાઈશ” આ ફોટાને શેર કરતા #TharkiKejriwal સાથે અમિત લખે છે કે, “AAP હેડક્વોટરની આગાશીનું દુર્લભ દ્રશ્ય”

  અન્ય એક લાલા નામના યુઝરે અરવિંદ કેજરીવાલની કોઈ સભાના વીડિયોના ટુકડાને શેર કર્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ તેમના પોતાના મોઢે બોલી રહ્યા છે કે, “કેજરીવાલ કમીના હૈ, કેજરીવાલ કુત્તા હૈ, કેજરીવાલ ઠગ હૈ, કેજરીવાલ મહા ઠગ હૈ, કેજરીવાલ ખાલિસ્તાની હૈ, કેજરીવાલ આતંકવાદી હૈ” આ વિડીયો શેર કરતા લાલા લખે છે કે ” ઉપલબ્ધીઓની શ્રેણીમાં ‘કેજરીવાલ ઠરકી છે’ જોડી દો, #TharkiKejriwal”

  અન્ય એક પટેલ ભાઈ નામના યુઝરે પણ કેજરીવાલના કોઈ જુના વિડિયોનો ટુકડો મુક્યો છે અને તેમાં લખ્યું છે કે, ” બહું પહેલાજ તેમણે જણાવી દીધું છે કે તેઓ રાજકારણમાં શા માટે આવ્યાં છે” પોસ્ટમાં અરવિંદ કેજરીવાલ સેક્સ, ડ્રગ્સ અને ડમ્પલિંગ માટે રાજકારણમાં જોડાયા હોય તેવો ભાવ યુઝર ઉભો કરી રહ્યા છે.

  અન્ય એક mthn નામના એકાઉન્ટમાંથી કેજરીવાલની સભાના એક વિડીયોની કલીપ શેર કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે, અરવિંદ કેજરીવાલ @Esmee4Keeps નાં પ્રોફાઇલને ફોલો કર્યા બાદ.. વિડીયોમાં કેજરીવાલ કહેતા જોવા મળે છે કે “કુછ અદ્ભુત હો રહા હૈ” હવે આ કેપ્શન સાથે શેર કરેલા આ વિડીયોથી યુઝર શું કહેવા માંગે છે એ તો આપ સમજી ગયા હશો.

  ભોસલે નામના એક યુઝરેતો કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા “ફ્રી” કલ્ચરના દાવાઓની જબરી મજાક ઉડાવી હતી, અને Esmeeના પ્રોફાઈલ માં લખેલા “Free” શબ્દને હાઈલાઈટ કરીને લખ્યું હતું કે, “કેજરીવાલ તેને ફોલો કરે છે તેનું એક માત્ર કારણ છે કે તે “ફ્રી” (મફત) છે”

  અન્ય એક દેશી છોરા નામના યુઝરે પણ વિવાદિત Esmeeના પ્રોફાઈલમાં અરવિંદ કેજરીવાલ તેણે ફોલો કરતા હોય તે દર્શાવીને લખ્યું હતું કે “આ છે આપણા દિલ્હીના મુખ્યમંત્રી #ArvindKejriwal X_X એકાઉન્ટને ફોલો કરી રહ્યા છે. શું કોઈ આ શિક્ષણ મોડલને પણ સમજાવશે?” સાથેજ તેમણે #KejriwalExposed #Kejriwal #Kejriwal_nich_hai #TharkiKejriwal જેવા હેશટેગ પણ લખ્યાં હતા.

  આ તમામ ટીખળોમાં એન્ટી વોક નામના યુઝર તો અરવિંદ કેજરીવાલના જુના ટ્વીટનો સ્ક્રીનશોટ લઇ આવ્યાં જેમાં અરવિંદ કેજરીવાલ દ્વારા લખવામાં આવ્યું છે કે ” આજે વધું એક પ્રેમ પત્ર મળ્યો” યુઝર #TharkiKejriwal સાથે લખે છે કે, “તો તે પ્રેમ પત્ર આ જ હતો ઠરકી કેજરીવાલ”

  હાલ ટ્વીટરમાં આવેલા #TharkiKejriwal ટ્રેન્ડના વાવાઝોડાએ એટલો વેગ પકડ્યો છે કે તે સરળતાથી અટકે તેવું લાગતું નથી, વાસ્તવિકતા શું છે તેની પુષ્ટિ ઑપઈન્ડિયા નથી કરતું પણ હાલ જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મજાકનો જે જુવાળ ફાટી નીકળ્યો છે તે ક્યાં જઈને અટકશે અને આમ આદમી પાર્ટી પોતાના સુપ્રિમોની ફજેતી થતી અટકાવવા શું કીમિયા અજમાવશે તે જોવું રહ્યું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં