Friday, May 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'નસીમ અને મૌલાનાને ભૂલતા નહીં' લખીને ઝારખંડના MBAના વિદ્યાર્થી દીપકે ફાંસો ખાધો:...

  ‘નસીમ અને મૌલાનાને ભૂલતા નહીં’ લખીને ઝારખંડના MBAના વિદ્યાર્થી દીપકે ફાંસો ખાધો: ધર્માંતરણ કરવા દબાણ કરાતું હોવાનો પરિવારનો આક્ષેપ

  ઘટના બાદ મૃતક દીપકના પિતા અનિલ સિંહે બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેમના પુત્રને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો હતો અને તેને હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ કબુલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

  - Advertisement -

  ગત મંગળવારે (17 જાન્યુઆરી 2023) રાત્રે ઝારખંડમાં MBAના એક વિદ્યાર્થીએ ધર્માંતરણ કરવાના દબાણથી ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક વિદ્યાર્થી ઝારખંડના ઉમેદાંડા ગામે તેની બહેન સાથે એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહીને MBA ભણી રહ્યો હતો. આ જ એપાર્ટમેન્ટમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. બીજી તરફ મૃતકના પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે દીપકને સતત ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.

  અહેવાલો અનુસાર ઝારખંડમાં MBAના વિદ્યાર્થી દીપકે ધર્માંતરણના કરવાના દબાણથી ફાંસો ખાધો તે પહેલાં તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં એક રહસ્યમય નોંધ લખી હતી. જેમાં તેણે તેના મિત્રો અને પરિવારને મૌલાના અને નસીમ નામના વ્યક્તિનાં નામ ધ્યાનમાં રાખવા કહ્યું હતું. તેના સ્વજનોએ તેના સ્ટેટ્સમાં લખેલી નોંધ વાંચી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘અલવિદા દોસ્તો, મૌલાના ઔર નસીમ કો યાદ રખના.’

  ઘટના બાદ મૃતક દીપકના પિતા અનિલ સિંહે બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેમના પુત્રને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો હતો અને તેને હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ કબુલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે FIR દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી છે.

  - Advertisement -

  મુસ્લિમ યુવતીના પ્રેમમાં હતો દીપક

  ભારતીય સેનામાં સેવા આપીને નિવૃત્ત થયેલા મૃતકના પિતા અનિલ સિંહે તેમની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે દીપક ઝારખંડના ડાકરાની એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમમાં હતો. બાદમાં યુવતી નોકરી માટે બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ અને દીપકને અવગણવા માંડી હતી. તેઓ જણાવે છે કે “મારો દીકરો તણાવમાં હતો. જેથી તેણે તેના મિત્ર નસીમ સાથે તેના વિચારો શેર કર્યા, જે બાદ નસીમે તેને કહ્યું કે જો દીપક હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ કબુલ કરશે તો તે છોકરી સાથેના સંબંધો સુધારવામાં તેની મદદ કરી શકશે.”

  મૃતકના પિતાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, “ત્યારબાદ નસીમ દીપકને એક મૌલાના પાસે લઈ ગયો જેણે તેને ધર્મ બદલવાનું સૂચન કર્યું. નસીમ અને મૌલાનાની જોડીએ પછી મારા દીકરાને તે મુસ્લિમ યુવતી માટે ઇસ્લામ કબૂલવા દબાણ કરવાનું શરૂ કર્યું અને દીપક પાસે પૈસાની પણ માંગણી કરી હતી. ત્રાસ એટલો વધી ગયો કે મૌલાના અને વસીમને પૈસા આપવા માટે દીપકે પોતાનું બાઇક પણ વેચવું પડ્યું. નસીમ અને મૌલાનાએ તેને કહ્યું હતું કે તેઓ તેના નિકાહ યુવતી સાથે કરાવી દેશે. જોકે, આટલું કર્યા પછી પણ યુવતી સાથેના તેના સંબંધો ક્યારેય સુધર્યા નહીં. જેથી તે ખૂબ જ તણાવમાં હતો, અને આ જ કારણ છે કે તેણે પોતાનું જીવન સમાપ્ત કર્યું.” મૃતકના પિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી.

  અન્ય કેટલાક અહેવાલોમાં ઉલ્લેખ છે કે દીપક તેની બહેન સાથે પહાડી મંદિર, ચુના ભટ્ટા વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે દીપકની કાકીએ તેનું વોટ્સએપ સ્ટેટસ જોયા પછી તેની બહેનને ફોન કર્યો જેમાં લખ્યું હતું, ‘અલવિદા દોસ્તો, મૌલાના ઔર નસીમ કો યાદ રખાના.’ ત્યારબાદ બહેને દીપકના રૂમમાં તપાસ કરી તો તેણે પોતાના ભાઈને ફાંસીના ફંદે લટકતો જોયો હતો.

  જે બાદ દીપકને તાત્કાલિક રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દરમિયાન પોલીસને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આત્મહત્યાની પુષ્ટિ થઈ હતી. હાલ દીપકના પિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં