Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત : હેરિટેજ કોમ્પલેક્સમાં દરગાહનું નિર્માણ થયું હોવાનો વિડીયો ફરતો થયો

    સુરત : હેરિટેજ કોમ્પલેક્સમાં દરગાહનું નિર્માણ થયું હોવાનો વિડીયો ફરતો થયો

    સુરતમાં હેરિટેજ કોમ્પ્લેક્સ પાસે રાતો રાત હેરિટેજ કોમ્પલેક્સમાં દરગાહ બનાવતા ચકચાર.

    - Advertisement -

    સુરત શહેરના ચોકબજાર સ્થિત હેરિટેજ કોમ્પલેક્સમાં દરગાહ મળી આવી હોવાનો વિડીયો વાઈરલ થયો છે.

    વાઈરલ વિડીયોમાં જોવા મળે છે કે દરગાહની આસપાસ તાજેતરમાં જ સિમેન્ટ વડે નવા જ પથ્થરો બેસાડવામાં આવ્યા છે. વિડીયો બનાવનાર વ્યક્તિ કહેતો સંભળાય છે કે, દરગાહ પહેલાં અહીં ન હતી અને રાતોરાત બનાવી દેવામાં આવી છે. તે કહે છે, “જ્યાંથી દરગાહ મળી આવી તે આખો વિસ્તાર કબજે કરવામાં આવ્યો છે, ધીમે-ધીમે આખી જમીન કબજે કરવામાં આવી રહી છે. કાલ સુધી આ ન હતું. જાહેર જગ્યાએ અને સરકારી સંપત્તિ પર કરવામાં આવી રહ્યું છે. આજે અહીં કબજો થયો છે, કાલે તમારા ઘરો પર કબજો કરવામાં આવશે.” આ દરગાહ ગેબન શાહ વાલિદની હોવાનું જાણવા મળ્યું છે.

    સૂત્રો અનુસાર, દરગાહની વિગતો માટે પોલીસનો સંપર્ક કરવામાં આવતા જણાવવામાં આવ્યું કે, જમીન માલિકીના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે આ જમીન ત્રણ પક્ષોની છે. જેમાં એક પક્ષ સુરત મહાનગરપાલિકા છે, એક સરકારી જમીન છે અને અન્ય એક પક્ષ ખાનગી છે. ખાનગી માલિકી કોની પાસે છે તે અંગે તપાસ કરતા સુરત પોલીસના અધિકારીઓને જાણવા મળ્યું કે, ત્રીજો ખાનગી પક્ષ એક પાંચથી છ ટ્રસ્ટીઓવાળું એક ટ્રસ્ટ છે. પોલીસે કહ્યું કે, તેઓ જમીન માલિકીની વધુ વિગતો મેળવવા માટે શહેર સર્વેક્ષણનો સંપર્ક કરી રહ્યા છે.

    - Advertisement -

    જમીનની માલિકી ધરાવતા ટ્રસ્ટમાં ઘનીભાઈ દેસાઈ, ગોરધનભાઈ ચોખાવાલા, યશવંતભાઈ શુક્લા, ઈશ્વરલાલ દેસાઈ અને ચુનીભાઈ ભટ્ટ નામના ટ્રસ્ટીઓ છે. હેરિટેજ કોમ્પ્લેક્સની જમીનની માલિકી ત્રણ પક્ષો પાસે છે. જેમાંથી એક મહાનગરપાલિકા, એક સરકાર અને કેટલોક હિસ્સો ત્રીજા પક્ષ ઉપરોક્ત ટ્રસ્ટ છે. દરગાહ ચોક્કસ શેના હેઠળ આવે છે તે જાણવા માટે શહેર સર્વેક્ષણમાંથી  જે-તે વિસ્તારની માલિકી જાણવી પડશે.

    જોકે, ઉપરોક્ત જાણકારી પરથી અનુમાન છે કે વકફ બોર્ડે હજુ દરગાહ પર દાવો માંડ્યો નથી. બીજી તરફ, કેટલાક સ્થાનિક અહેવાલોનો દાવો છે કે આ દરગાહ અહીં વર્ષોથી છે. જોકે, આ અહેવાલોના દાવા અંગે સ્વતંત્ર રીતે તેની ખરાઈ થઇ શકી નથી.

    સુરત મહાનગરપાલિકા હેડક્વાર્ટર પર પણ દાવો કરવામાં આવ્યો હતો

    અહીં નોંધનીય છે કે, ગત વર્ષે નવેમ્બર મહિનામાં મુગલીસરા ખાતે આવેલ SMC હેડક્વાર્ટરને વકફની સંપત્તિ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ ઈમારતનો ઉપયોગ 17મી સદીમાં હજ યાત્રાળુઓ માટે ફાળવવામાં આવ્યો હતો અને જે મુસ્લિમ શાસક દ્વારા દાન કરવામાં આવ્યું હતું એવું કારણ આપવામાં આવ્યું હતું. જે બાદ શરિયા તેમજ વકફ સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી રાજ્ય વકફ બોર્ડે દાવો કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં