કોંગ્રેસના કેરળ યુનિટે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ GSTના સ્લેબમાં ફેરફારના મોદી સરકારના નિર્ણયનો સંદર્ભ લઈને બિહારીઓ પર કરેલી એક ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો છે. કેરળ કોંગ્રેસે લખ્યું હતું કે બિહાર પણ Bથી શરૂ થાય છે અને બીડી પણ. બિહારીઓના અપમાન પર સોશિયલ મીડિયામાં વિરોધ ઉઠવા માંડ્યો તો અગાઉ ઘણી વખત કર્યું છે તેમ કોઈ પણ સ્પષ્ટતા કર્યા વગર કે માફી માંગ્યા વગર પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી. હવે સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યા છે અને કોંગ્રેસ પર માછલાં ધોવાઈ રહ્યાં છે.
કોંગ્રેસે પોસ્ટ કરી હતી જેમાં તાજેતરના મોદી સરકારના GST સુધારાના વિરોધમાં લખ્યું હતું કે, “બીડી અને બિહાર બંને Bથી શરૂ થાય છે. હવે તેને પાપ ગણી શકાય તેમ નથી.” આ પોસ્ટમાં તમાકુ ઉત્પાદનો માટેના વર્તમાન અને પ્રસ્તાવિત GST દરો લખેલા હતા.
આ પોસ્ટમાં ‘બીડી’ અને ‘બિહાર’ની તુલનાએ વિવાદ સર્જી દીધો. આ પોસ્ટનો વિરોધ કરતા ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ લખ્યું, “બિહારના લોકોનું ઘોર અપમાન! કોંગ્રેસ બિહારીઓને બીડી સાથે સરખાવે છે. અગાઉ પણ તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ રેવંત રેડ્ડી જેવા લોકોને ટેકો આપ્યો છે જેમણે બિહાર અને બિહારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કોંગ્રેસ બિહાર વિરોધી છે! આરજેડી બિહાર વિરોધી છે!” ભાજપે કોંગ્રેસ અને RJDને ‘એન્ટી-બિહાર’ ગણાવ્યા છે.
Massive insult to the people of Bihar!
— Pradeep Bhandari(प्रदीप भंडारी)?? (@pradip103) September 5, 2025
Congress compares Biharis with bidi.
In the past too, Tejashwi Yadav & Rahul Gandhi sided with those like Revanth Reddy who abused Bihar & Biharis.
Congress is Anti Bihar!
RJD is Anti Bihar! pic.twitter.com/Lozq3m3uFb
જોકે ભારે વિરોધ થતાં પાર્ટીએ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને હવે સ્ક્રીનશૉટ ફરી રહ્યા છે. જોકે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી હોવાનું કે માફી માંગવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી. કોંગ્રેસના ભૂતકાળના ટ્રેકરેકોર્ડને જોતાં તેની શક્યતા પણ જણાતી નથી.
નોંધનીય છે કે રાહુલ ગાંધીની રેલી દરમિયાન RJD અને કોંગ્રેસના મંચ પરથી PM મોદી અને તેમની માતા અંગે અપશબ્દો બોલવામાં આવ્યા હતા, જે ઘટનાએ ભાજપના સમર્થકો અને સામાન્ય લોકોમાં પણ ભારે રોષ ફેલાવ્યો હતો. આ ઘટના બિહારના દરભંગામાં બની હતી અને ત્યારપછી NDAએ 4 સપ્ટેમ્બરના રોજ 5 કલાક માટે બિહાર બંધનું એલાન આપ્યું હતું.


