Wednesday, February 5, 2025
More
    હોમપેજરાજકારણ'મૌલાના લખવામાં અટકતી હતી પેન...': CM મોહન યાદવે ઉજ્જૈનના ત્રણ ગામોના બદલ્યા...

    ‘મૌલાના લખવામાં અટકતી હતી પેન…’: CM મોહન યાદવે ઉજ્જૈનના ત્રણ ગામોના બદલ્યા નામ, કહ્યું- મહારાજા વિક્રમાદિત્યની નગરીમાંથી આવું છું, તેથી મૌલાનાનું નવું નામ હશે વિક્રમ નગર

    CM મોહન યાદવે કહ્યું કે, "હું મહારાજા વિક્રમાદિત્યની નગરીમાંથી આવું છું, તેથી નક્કી કરવામાં આવ્યું છે કે, હવે મૌલાના ગામનું નામ વિક્રમ નગર હશે." આ ઉપરાંત તેમણે ગઝનીખેડી અને જહાંગીરપુરના નામ બદલવા માટેની જાહેરાત પણ કરી હતી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મુખ્યમંત્રી મોહન યાદવે (Mohan Yadav) ઉજ્જૈનના ત્રણ ગામોના (Three villages of Ujjain) નામ બદલવા માટેનું એલાન કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ઉજ્જૈનના મૌલાના (Maulana), ગઝનીખેડી (Gajnikhedi) અને જહાંગીરપુર (Jahangirpur) ગામના નામ બદલવામાં આવશે. મુખ્યમંત્રી મોહન ભાગવતે આ એલાન કરતાં સમયે કહ્યું છે કે, મૌલાના લખતી વખતે તેમની પેન પણ અટકી જતી હતી. તેથી હવે મૌલાના ગામનું નવું નામ વિક્રમ નગર હશે. નોંધવા જેવું છે કે, વિક્રમ નામ ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યના નામ પરથી લેવામાં આવ્યું છે.

    આ સિવાય મુખ્યમંત્રી મોહન યાદવે જહાંગીરપુરનું નામ બદલીને જગદીશપુર કર્યું છે અને ગઝનીખેડીનું નામ બદલીને ચામુંડા માતા નગરી કર્યું છે. રવિવારે (5 જાન્યુઆરી) મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનના પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ ઉજ્જૈનના બડનગરમાં સીએમ રાઇઝ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ સમયે જ તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. સંબોધનમાં તેમણે ઉજ્જૈનના ત્રણ ગામોના નામ બદલવાની ઘોષણા કરી હતી.

    ‘મૌલાના નામ લખતા અટકી જાય છે પેન’- CM મોહન યાદવ

    મુખ્યમંત્રી મોહન યાદવે સંબોધન દરમિયાન કહ્યું કે, “મૌલાના ગામમાં લોકો પોતાની મહેનત અને ઉધમશીલતાનું ઉદાહરણ બની રહ્યા છે. અહીં તે મશીનો મળી જાય છે, જે પંજાબ અને હરિયાણામાં જ મળે છે. પરંતુ, મને તે નથી સમજાતું કે, આ ગામનો તેના નામ સાથે શું સંબંધ છે. પોતાના દમ પર પ્રાઇવેટ સેક્ટર અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં જો ક્યાંક કામ થઈ રહ્યું છે, તેઓ તે માત્ર મૌલાના ગામમાં થાય છે, પરંતુ તેનું નામ લખતા પેન પણ અટકી જાય છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “હું મહારાજા વિક્રમાદિત્યની નગરીમાંથી આવું છું, તેથી નક્કી કરવામાં આવ્યું છે કે, હવે મૌલાના ગામનું નામ વિક્રમ નગર હશે.” આ ઉપરાંત તેમણે ગઝનીખેડી અને જહાંગીરપુરના નામ બદલવા માટેની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે એવું પણ કહ્યું હતું કે, અન્ય શહેરોના નામ બદલી શકાય છે, તો મધ્ય પ્રદેશના ગામોના નામ કેમ ન બદલી શકાય. તેમણે ઉમેર્યું કે, હવે ગામ અને શહેરોના નામ જનભાવનાને અનુરૂપ રાખવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં