મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરતાં જણાવ્યું કે નાગપુર શહેરમાં થયેલી હિંસામાં (Nagpur Violence) જે-જે નુકસાન થયું છે તેની ભરપાઈ ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવશે અને તેઓ નહીં આપે તો તેમની સંપત્તિ વેચીને ભરપાઈ કરાશે અને જરૂર પડે તો બુલડોઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે.
સીએમ ફડણવીસ શનિવારે (22 માર્ચ) નાગપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી, જેમાં આ વાત કહી હતી.
Nagpur | On Nagpur violence, Maharashtra CM Devendra Fadnavis says, "Whatever damage has happened will be recovered from the rioters. If they do not pay the money, then their property will be sold for the recovery. Wherever required, bulldozers will also be used…" pic.twitter.com/AhVS6Mp8Kx
— ANI (@ANI) March 22, 2025
ફડણવીસે કહ્યું કે, “મેં પોલીસ અધિકારીઓ સાથે બેસીને નાગપુરમાં શું-શું બન્યું હતું એ તમામ બાબતોની સમીક્ષા કરી છે. સવારે ઔરંગઝેબની કબરની એક પ્રતિકૃતિ સળગાવવામાં આવી હતી, જે મુદ્દે FIR પણ નોંધાઈ હતી. પરંતુ પછીથી એવી અફવા ફેલાવવામાં આવી કે તેની ઉપર કુરાનની આયાતો લખવામાં આવી હતી. ત્યારબાદ ટોળું એકઠું થયું અને પથ્થરમારો થયો, આગચંપી કરવામાં આવી.”
પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપતાં તેમણે ઉમેર્યું કે, “CCTV ફૂટેજના આધારે તોફાનીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 104ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજુ વધુ લોકોની ધરપકડ કરશે. જેઓ તોફાનોમાં હતા કે જેમણે તોફાન ભડકાવનારાઓની મદદ કરી હતી એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર જેમણે અફવા ફેલાવી હતી કે જેમની પોસ્ટ થકી રમખાણો ભડક્યાં હતાં, એ તમામને પણ આરોપી બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આ પ્રકારની 68 પોસ્ટ ચિહ્નિત કરીને ડિલીટ કરવામાં આવી છે. હાલ કાર્યવાહી ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું.
Nagpur | On Nagpur violence, Maharashtra CM Devendra Fadnavis says, "Today, I reviewed the incident that happened in Nagpur with the police officers. The entire sequence of events and the actions taken have been reviewed. The replica of Aurangzeb's grave was burnt in the morning.… pic.twitter.com/7lIWo3mNVV
— ANI (@ANI) March 22, 2025
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાગપુરમાં મુસ્લિમ ટોળાંએ રસ્તા પર ઉતરી આવીને ઉત્પાત મચાવ્યો હતો અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. તોફાન દરમિયાન વાહનોમાં તોડફોડ કરવામાં આવી, આગચંપી કરવામાં આવી અને હિંસા આચરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરતાં હિંદુ સંગઠનોના પ્રદર્શન બાદ કટ્ટરપંથી ઇસ્લામીઓએ એવી અફવા ફેલાવી હતી કે આ દેખાવો દરમિયાન કુરાનની આયાતો સળગાવવામાં આવી, જ્યારે હકીકત એવી હતી જ નહીં. ત્યારબાદ ટોળાં એકઠાં થતાં ગયાં અને પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે હિંસાને અંજામ આપવામાં આવ્યો. હાલ નાગપુર પોલીસ કાર્યવાહી કરી રહી છે.