Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશગેમિંગ, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સહિતની બાબતોને ધ્યાનમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: નેશનલ...

    ગેમિંગ, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સહિતની બાબતોને ધ્યાનમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાને મળી મંજૂરી, મુંબઈમાં થશે નિર્માણ

    આ સંસ્થાનું નિર્માણ કરવા માટે ભારત સરકારની સાથે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), સહિતની સંસ્થાઓ ભાગીદારી કરશે

    - Advertisement -

    વિશ્વ ગેમિંગ, એનિમેશન સહિતના ક્ષેત્રોમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે. ત્યારે આ ક્ષેત્રે ભારત પણ હરણફાળ ભરી શકે તે માટે કેન્દ્ર સરકારે (Central Government) 18 સપ્ટેમ્બરે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (Visual Effects), ગેમિંગ (Gaming), કોમિક્સ (Comics) અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની (National Centre of Excellence) સ્થાપના માટે મંજૂરી આપી હતી. આ સંસ્થા, મુંબઈમાં નિર્માણ થવા જઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય દેશના ઉભરતા AVGC-XR સેક્ટરનો પાયો બનવાનો છે.

    NCoE IIT અને IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના મોડેલને આધારે તૈયાર કરવામાં આવેલી સંસ્થા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલ 2022-23ના નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલ બજેટમાં કરવામાં આવેલી ભલામણના આધારે તૈયાર થઇ રહી છે. જેમાં આ સર્જનાત્મક ક્ષેત્રને મજબૂત કરવા માટે AVGC ટાસ્ક ફોર્સની રચના કરવાની હાકલ કરવામાં આવી હતી. જે અંતર્ગત 18 સપ્ટેમ્બરે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી હતી.

    NCoEનો ઉદ્દેશ્ય

    મહત્વની બાબત છે કે અત્યાધુનિક ચીજવસ્તુઓ માટે ભારતને કન્ટેન્ટ હબ બનાવવાના હેતુથી આ સંસ્થાનું નિર્માણ થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારતની સોફ્ટ પાવરને વધારવા અને મીડિયા અને મનોરંજન ક્ષેત્રે વિદેશી રોકાણોને આકર્ષિત કરવાના હેતુ સાથે આ સંસ્થા વિકસિત કરવામાં આવશે. કંપની એક્ટ, 2013ની કલમ 8 અંતર્ગત સંસ્થાની સ્થાપના મુંબઈમાં કરવામાં આવશે.  

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ સંસ્થાનું નિર્માણ કરવા માટે ભારત સરકારની સાથે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), સહિતની સંસ્થાઓ ભાગીદારી કરશે. NCoEની મંજૂરી અંગેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને આપી હતી.

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

    આ સિવાય મીડિયા સાથેની વાતચીતમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “AVGC-XR સેક્ટર આજે મીડિયા અને મનોરંજનના તમામ ક્ષેત્રમાં અનિવાર્ય ભૂમિકા ભજવે છે, જેમાં ફિલ્મ નિર્માણ, OTT પ્લેટફોર્મ્સ, ગેમિંગ, જાહેરાતો, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સામાજિક ક્ષેત્રો સહિત અન્ય ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, આ દેશના વિકાસના એકંદર માળખાનો સમાવેશ કરી લે છે.”

    વર્તમાનમાં થઇ રહેલા ટેકનોલોજીના વિકાસને ટાંકીને તેમણે કહ્યું હતું કે, “ઝડપથી વિકસતી ટેક્નોલોજી અને સમગ્ર દેશમાં સૌથી સસ્તા ડેટા દર સાથે વધી રહેલ ઈન્ટરનેટના ઉપયોગ સાથે વૈશ્વિક સ્તરે AVGC-XRનો ઉપયોગ પણ ઝડપી ગતિએ વધશે. આ ઝડપી ગતિને જાળવી રાખવા માટે, દેશમાં AVGC-XR ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત માટે ટોચની સંસ્થા તરીકે કાર્ય કરવા માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે,”

    આ સંસ્થાની સ્થાપના અત્યાધુનિક AVGC-XR ટેક્નોલોજીમાં અદ્યતન કૌશલ્ય સેટ્સ સાથે વિશિષ્ટ તાલીમ-કમ-લર્નિંગ પ્રોગ્રામ ઓફર કરવાની સાથે, સંશોધન અને વિકાસને પણ પ્રોત્સાહન આપશે. તથા કમ્પ્યુટર વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને એકસાથે જોડવાનું કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ સાથે બીજા ઘણા પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે 18 સપ્ટેમ્બરે મંજૂરી આપી હતી. જેમાં અંતરિક્ષ ક્ષેત્રે ગગનયાન અંતર્ગતના 5 પ્રોજકેટનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં