ગુજરાત સરકાર પણ ઉત્તરપ્રદેશની જેમ ગેરકાયદેસરનાં બાંધકામો પર બુલડોઝર ચલાવવાના મૂડમાં આવી ગઈ છે. સોમવારે (16 જાન્યુઆરી) ગુજરાત સરકારે કચ્છમાં મોટાપાયે બુલડોઝર ફેરવ્યું હતું. આ દરમિયાન 36 કોમર્શિયલ સ્ટ્રક્ચર અને 6 મદરેસાઓ તોડી પાડવામાં આવ્યા છે. બોર્ડર કોસ્ટલ એરિયા એક્શન પ્લાન હેઠળ કચ્છના ખાવડામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
गुजरात सरकार का बुलडोज़र एक बार फिर ऐक्शन में
— Nirnay Kapoor (@nirnaykapoor) January 15, 2023
बॉर्डर कोस्टल एरिआ ऐक्शन प्लान के तहत आज गुजरात सरकार द्वारा कच्छ के खावडा में अवैध निर्माणों पर चला बुलडोज़र
जिसमे 36 कॉमर्शियल स्ट्रक्चर और 6 मदरसों को डिमॉलिश किया गया @indiatvnews @CollectorKutch @SPWestKutch @sanghaviharsh pic.twitter.com/jbea305hAA
નોંધનીય છે આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાને કારણે તોડી પાડવામાં આવ્યા છે. કચ્છના ખાવડામાં ગામથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને સાથે જ ભુજ તાલુકામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહે તેવી સંભાવના છે.
એ પણ ધ્યાન દેવા જેવું છે કે ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં પાછલા દાયકાઓમાં ડેમોગ્રાફીમાં મોટાપાયે ફેરફાર આવ્યો છે.
કચ્છના મુસ્લિમ સંગઠને કર્યો આ કાર્યવાહીનો વિરોધ
આ કાર્યવાહી બાદ સ્થાનિક મુસ્લિમ સંગઠનો વિરોધ કરવા સામે આવ્યા હતા. એક મુસ્લિમ સંગઠન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કચ્છના જિલ્લા કલેક્ટરને ખાવડામાં મદરેસાઓ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો.
अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समिति ने खावडा में मदरसों पर चले बुलडोज़र का किया विरोध
— Nirnay Kapoor (@nirnaykapoor) January 16, 2023
सरकार को पत्र लिख कर दी आंदोलन की धमकी
गुजरात सरकार ने खावडा में अवैध रूप से निर्मित 36 कॉमर्शियल और 6 मदरसों पर चलाया था बुलडोज़र @indiatvnews @CollectorKutch @SPWestKutch @sanghaviharsh https://t.co/6r96WjViAL pic.twitter.com/hECZydoIHl
ઉપરાંત પોતાના પત્રમાં આ મુસ્લિમ સંગઠને આ કાર્યવાહીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી પણ આપી હતી.
બેટ દ્વારકામાં પણ ધાર્મિક દબાણો પર ફર્યું હતું દાદાનું બુલડોઝર
નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં બેટ દ્વારકામાં શરૂ કરવામાં આવેલ મેગા ડિમોલિશન ડ્રાઈવ સતત બે દિવસ ચાલુ રહી હતી. સ્થાનિક તંત્રે પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલાં કમર્શિયલ અને મઝહબી બાંધકામો તોડી પાડ્યાં હતાં. જેમાં દરગાહ અને મજારોનો પણ સમાવેશ થાય છે.
બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 55 હજાર સ્કેવર ફુટ જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યાં છે તેમજ 1 કરોડ 22 લાખની જમીન ખાલી કરી દેવામાં આવી છે.
બેટ દ્વારકા ગુજરાતના પશ્ચિમ કિનારે દરિયાકાંઠે આવેલ હોવાના કારણે અહીંથી ડ્રગ્સ, સોનું અને નકલી નોટો વગેરેની કાળાબજારીના મામલા સામે આવતા રહે છે, જેના કારણે એજન્સીઓ પણ વિશેષ નજર રાખે છે. તેમજ છેલ્લા ઘણા સમયથી બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામો અંગે પણ ફરિયાદ થતી રહી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન બુલડોઝર બન્યું હતું આકર્ષણનું કેન્દ્ર
નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સુરતમાં ભાજપના કાર્યકરોએ JCB (બુલડોઝર) પર પ્રચાર કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બુલડોઝર બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમણે રાજ્યમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. અને એ જ પ્રમાણે ગુજરાતમાં આવી કાર્યવાહી જયારે પણ થયા ત્યારે તેને ‘દાદાના બુલડોઝર’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દાદા એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ગુજરાતમાં પણ ગુનેગારો અને ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓ સામે બુલડોઝરનો ઉપયોગ કરવાની વાત કરી હતી.