Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણઇલેક્શનનું અવનવું: ક્યાંક બુલડોઝર પર પ્રચાર તો ક્યાંક 10,000 સિક્કાની ડિપોઝીટ; બીજા...

    ઇલેક્શનનું અવનવું: ક્યાંક બુલડોઝર પર પ્રચાર તો ક્યાંક 10,000 સિક્કાની ડિપોઝીટ; બીજા તબક્કાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આશ્ચર્ય પમાડતી ઘટનાઓ

    ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નવો રાજકીય ડ્રામાં સામે આવ્યો છે. કોંગ્રેસ છોડીને આપમાં જઈ આવેલા ઉમેદવારે હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા સૌ ચોંકી ગયા હતા.

    - Advertisement -

    ગુરુવાર (17 નવેમ્બર) એ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં આવતી બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ સાથે જ ગુજરાતની તમામ 182 બેઠકો માટે દરેક પક્ષના ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ ભરી દીધા છે. પરંતુ કાલનો દિવસ અન્ય ઘણી ઘટનાઓને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો.

    ભાજપે સ્ટાર પ્રચારકો દ્વારા થનાર સભાઓની યાદી બહાર પાડી

    ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જાહેરાત કરી હતી કે શુક્રવારથી ભાજપ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર જંઝવાતી પ્રચાર શરૂ કરનાર છે. આ માટે તેમણે 15 રાષ્ટ્રીય નેતાઓ અને 14 પ્રાદેશિક નેતાઓ ક્યાં ક્યાં સભાઓ ગજવશે તેની એક સત્તાવાર યાદી પણ બહાર પાડી હતી.

    આ યાદીમાં ઘણા મોટા મોટા નામ સંમેલિત છે જેમ કે, ભાજપ રાષ્ટ્રીય સંગઠનના ટોચના નેતાઓ, ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામ જેવા ભાજપશાષિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સભાઓ ગજાવવાના છે.

    - Advertisement -

    બુલડોઝર બાબાને આવકારવા સુરત તૈયાર

    સુરતની ચોર્યાસીની બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ચોર્યાસી બેઠકના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈ તેમને સમર્થકો સાથે તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સંદીપ દેસાઈ તેમના સમર્થકો સાથે JCB બુલડોઝર પર બેસીને પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે 2 JCB સાથે તેમના સમર્થકોની સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા.

    નોંધનીય છે કે શુક્રવારે સાંજે આ બેઠક પર ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને બુલડોઝર બાબાના હુલામણા નામથી ઓળખાતા યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાવાની છે.

    કોંગ્રેસના નેતાએ આપમાં જોડાઈને સમાજવાદી પાર્ટીમાંથી નોંધાવી ઉમેદવારી!

    ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નવો રાજકીય ડ્રામાં સામે આવ્યો છે. કોંગ્રેસ છોડીને આપમાં જઈ આવેલા ઉમેદવારે હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા સૌ ચોંકી ગયા હતા.

    કોંગ્રેસના ગાંધીનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ હવે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી છે.  ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપતા રાજપુત સમાજ નારાજ છે. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું મોકલી આપ્યું છે.

    નોંધનીય છે કે, સુર્યસિંહ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે.

    “મેં પાટીલને કહ્યું કે છેલ્લીવાર ચૂંટણી લડવા દો” – મધુ શ્રીવાસ્તવ

    ભાજપ દ્વારા વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ચાલુ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના સ્થાને અન્યને ઉમેદવારી સોંપાતા તેઓ નારાજ થયા હતા અને પાર્ટીમાંથી પોતાનું રાજીનામુ આપી દીધું હતું.

    જે બાદ તેઓએ અપક્ષ ચૂંટણી લાડવાનો નિર્ણય કર્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘અધુરા વિકાસના કામો પૂર્ણ કરવા ચૂંટણી લડી રહ્યો છું. મારા કાર્યકર્તાઓના કહેવાથી ચૂંટણી લડવાનો છું. સી આર પાટીલે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, મેં કીધું છેલ્લી ટર્મ ચુંટણી લડવા દો પણ તેમણે વાત ન માની. હું ચૂંટણી લડવાનો, જીતવાનો અને કાર્યકર્તાઓ કહે તે કરીશ.’

    એક ઉમેદવારે 10,000 સિક્કા આપીને ભરી ડિપોઝીટ

    વધુ એક રસપ્રદ કિસ્સામાં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે મહેન્દ્ર પટણી એક-એક રૂપિયાના સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા માટે પહોચ્યા હતા. 

    તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ 10 હજાર સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. “વિવિધ પાનના ગલ્લા, લારીઓવાળા લોકોએ મને એક-એક રૂપિયા આપીને ખાતરી આપી છે કે અમે તમને જ મત આપીશું તમે ઉભા રહેજો. આ મને ડિપોઝિટ આપવામાં આવી છે મારા મતદાતાઓ દ્વારા આપવામાં આવી છે.” તેઓએ ઉમેર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં