Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હૈદરાબાદમાં અમારું રાજ ચાલશે’: ભાજપ વિધાનસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ રસ્તા પર...

    ‘હૈદરાબાદમાં અમારું રાજ ચાલશે’: ભાજપ વિધાનસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ રસ્તા પર આવ્યા કટ્ટરપંથી, પોલીસની સામે ‘સર તન સે જુદા’ના નારા લાગ્યાં

    મુહમ્મદ પૈગંબર વિરુદ્ધ કરેલી ટીપ્પણી બદલ તેલંગાણાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી રાજા સિંહને હૈદરાબાદ પોલીસે પકડી લીધા છે. તેમણે મુનવ્વર ફારુકીનો વિરોધ કરતા એક વિડીયો બનાવ્યો હતો.

    - Advertisement -

    તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય ટી રાજા સિંહને આજે સવારે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સર ધરપકડ કરી લેવાયા છે, કારણકે તેમના પર કટ્ટરપંથીઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાના વિડીયોમાં મુહમ્મદ પૈગંબરનું અપમાન કર્યું છે.

    આ વિડીયો સોમવારની રાત્રે મુનવ્વર ફારૂકીના શોની વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. આ વિડીયોમાં ટી રાજા સિંહે મુહમ્મદ પૈગંબર તેમજ તેમના નિકાહ વિષે વિવાદિત ટીપ્પણી કરી હતી. આ વિડીયો જોઇને મુસ્લિમો ભડકી ગયા હતા અને મોડી રાત્રે હૈદરાબાદના રસ્તાઓ પર તેમણે ભીડ એકઠી કરીને ખુલ્લેઆમ ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા.

    એક સોશિયલ મિડિયા ઇન્ફ્લ્યુએન્સર સૈયદ કશફ દ્વારા આ ભીડનું નેતૃત્ત્વ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના પોલીસ કમિશનરની ઓફિસ બહાર ‘ગુસ્તાખ-એ-નબી કી એક સઝા, સર તન સે જુદા – સર તન સે જુદા’નાં નારાઓ તેઓ લગાવતાં રહ્યાં હતાં. પત્રકાર શિવ અરુરની ટ્વિટ અનુસાર કશફ પોતાના વિડીયોમાં એમ કહેતો સંભળાય છે કે “હૈદરાબાદમાં અમારું રાજ ચાલશે.”

    - Advertisement -

    જ્યારે આજતકના એક રિપોર્ટ અનુસાર કટ્ટરપંથીઓની આ ભીડ આખી રાત રસ્તા પર જ રહેલી હતી અને સવાર પડતાં જ તેમણે નમાઝ અદા કરી અને તેમાં રહેલાં લોકો ફરીથી પોતાની માંગણી દોહરાવતા રહ્યા હતા. ત્યારબાદ હૈદરાબાદ પોલીસે આ મામલાનું સંજ્ઞાન લઈને કેસ દાખલ કર્યો હતો.

    ટી રાજા સિંહને દબીરાપુરા પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતાં જ્યાં તેમના પર આઈપીસીની કલમ 153A, 505(1)(b)(c), 505(2) અને 506 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    ટી રાજા સિંહે ધરપકડ અગાઉ એવું નિવેદન પણ આપ્યું હતું કે તેમણે પોતાના એ વિડીયોમાં કોઈનું પણ નામ લીધું ન હતું અને તેમના વિડીયોને ખોટી રીતે આંકવામાં આવી રહ્યો છે. આ જ કારણસર તેઓ ફરીથી એક નવો વિડીયો શેર કરશે. જોકે ટી રાજા સિંહે એમ પણ કહ્યું હતું કે દરેક એક્શનનું રિએક્શન હોય છે.

    અત્રે એ નોંધવું જરૂરી છે કે ટી રાજા સિંહ હૈદરાબાદમાં મુનવ્વર ફારુકીનો શો રદ્દ કરાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા હતાં. પરંતુ સોમવારે તેમણે મુનવ્વર ફારૂકીની હિંદુવિરોધી કોમેડી પર નિશાન તાંકતા એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે એક વૃદ્ધ વ્યક્તિની વાત કરી હતી. મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ બાબતને સીધી મુહમ્મદ પૈગંબર સાથે જોડી દીધી હતી અને તેઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હતા. હવે આ ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઈ છે અને મુસ્લિમો તેને જોઇને ભડકી રહ્યા છે.

    પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે 100થી પણ વધુ પ્રદર્શનકારીઓને અલગ અલગ સ્થળેથી અટકમાં લીધા છે. આ તમામને બશીર બાગ સહીત અનેક નજીક નજીકની પોલીસ ચોકીઓમાં રાખવામાં આવ્યા છે. અન્ય પાર્ટીઓના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપા નેતાએ રાજ્યની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં