બિહારના જમુઈમાં (Jamui, Bihar) ધર્મપરિવર્તનના નામે એક હિંદુ મહિલા સાથે અભદ્ર વ્યવહાર અને મારપીટનો મામલો સામે આવ્યો છે. અહેવાલ અનુસાર હિંદુ મહિલા સોનાલી દેવીએ ખ્રિસ્તી (Christian Conversion) બનવાની ના પાડતાં તેના સાસરીવાળાઓએ તેને ‘ડાકણ’ ગણાવીને મારપીટ કરી હતી. આ ઘટના 25 મે, 2025ની રાત્રે બલિયાડીહ ગામમાં બની, જ્યાં સોનાલી દેવીના સાસરિયાઓએ તેને ડાકણ ગણાવીને પીટવાની સાથે સાથે તેને હિંદુ ધર્મથી દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે સોનાલી દેવીએ જણાવ્યું હતું કે તેના સાસરિયાઓમાં દેવર કન્હૈયા દાસ, પંચૂ દાસ અને તેની સાસુ સુરતી દેવી સહિતના સભ્યોએ તેને ખ્રિસ્તી ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું, જે 2 વર્ષ પહેલાં ખ્રિસ્તી બની ગયા છે. જોકે, સોનાલી દેવીએ આ દબાણ સ્વીકાર્યું ન હતું. જેના પરિણામે, તેના સાસરિયાઓએ તેને ડાકણ ગણાવીને લાકડી-ડંડાઓ વડે મારપીટ કરી અને તેને હિંદુ ધર્મથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે સોનાલીના પતિ સહદેવ દાસ કોલકાતામાં નોકરી કરે છે અને સોનાલી બિહારમાં તેના ભાગની જમીન પર મકાન બનાવીને જમુઈમાં સાસરિયાઓ સાથે રહે છે.
Shocking from Bihar’s Jamui:
— Swati Goel Sharma (@swati_gs) May 27, 2025
A woman is branded a witch and brutally assaulted by her in-laws. Because she refused to convert to Yeshu cult
Those attacking her are crypto-converts still using names like Kanhaiya, Tarini Das, Surati Devi
We are taking this case to National… pic.twitter.com/X57RkmBGfq
સોનાલીએ પોતાના નિવેદનમાં વિગતવાર જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો ઇનકાર કરવાથી વારંવાર તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેને ચેતવણી આપી હતી કે જો તે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ નહીં કરે તો તેનો કૌટુંબિક મિલકત પર કોઈ પણ દાવો નકારી કાઢવામાં આવશે. સોનાલીએ કહ્યું હતું કે, “તેઓ ધર્મનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે.” તેણે વધુમાં કહ્યું, “કારણ કે મારે હિંદુ રહેવું છે એટલે તેઓ મને ડાકણ કહે છે અને મને માર મારે છે.”
સોનાલીએ જણાવ્યા અનુસાર તેના સાસરિયાઓના કહેવાથી સ્થાનિક ડાકણ ડોક્ટર (કથિત ભૂત ભગાડનાર) અથવા ‘ઓઝા’ દ્વારા તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોનાલી દેવી અને તેના પતિ સહદેવ દાસ સાથે એસપી કચેરીમાં પહોંચીને ફરિયાદ નોંધાવી છે. તેમણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Rights Commission) પાસે પણ ફરિયાદ કરી છે. તેણે આ કેસને ‘ઘરેલું વિવાદ’ નહીં પણ ‘ધર્માંતરણનો આતંક’ (conversion terror) ગણાવ્યો હતો.
આ ઘટના પર ખૂબ જ વિરોધ થયો છે અને સામાજીક સંગઠનો અને હિંદુ સમુદાયે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સોનાલીએ અગાઉ ઝાઝા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાવી હતી, પરંતુ કોઈ અર્થપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સ્થાનિક પંચાયતનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. ઝાઝા સ્ટેશન હાઉસ ઓફિસર સંજય સિંઘે કહ્યું કે આ કેસ મિલકતના વિવાદ સાથે જોડાયેલો લાગે છે, જોકે તેમણે ધાર્મિક દૃષ્ટિકોણને સંપૂર્ણપણે ફગાવી દીધો નથી.