Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ ગ્રંથોનું અપમાન કરનાર બિહારના શિક્ષણ મંત્રનું જૂનું નિવેદન વાયરલ, કહ્યું- 'ઇસ્લામ...

    હિંદુ ગ્રંથોનું અપમાન કરનાર બિહારના શિક્ષણ મંત્રનું જૂનું નિવેદન વાયરલ, કહ્યું- ‘ઇસ્લામ છે એક માત્ર પ્રેમ અને વિશ્વાસનો ધર્મ’

    બિહારના શિક્ષણમંત્રી ચંદ્ર શેખર યાદવ ઈદના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે એક મીડીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે “ઈસ્લામ એક માત્ર ધર્મ છે જે પ્રેમ અને ઈમાન ફેલાવે છે.”

    - Advertisement -

    સોશિયલ મીડિયની સૌથી મોટી તાકાત એ છે કે અહીં તમારા નિવેદનો ગમે તેટલા સમય પછી પણ યાદ રાખવામાં આવે છે. પહેલાં સમયાંતરે અપાતાં જુદાં-જુદાં નિવેદનો લોકો ભૂલી જતા હતા પરંતુ સોશિયલ મિડીયા તમારા નિવેદનોનું રજિસ્ટર છે. આવું જ બિહારના વિવાદિત શિક્ષણ મંત્રી સાથે થયું છે.

    થોડા દિવસ પૂર્વે બિહારના શિક્ષણ મંત્રીએ હિંદુ ધર્મના ગંથ્રો વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપ આક્રમક બનીને તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. ઉપરાંત ઘણા હિંદુ સંગઠનોએ પણ વિરોધ નોધાવ્યો હતો.હવે તે જ શિક્ષણ મંત્રીનો એક જૂનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ઈસ્લામના વખાણ કરી રહ્યા છે.

    બિહારના શિક્ષણમંત્રી ચંદ્ર શેખર યાદવ ઈદના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે એક મીડીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે “ઈસ્લામ એક માત્ર ધર્મ છે જે પ્રેમ અને ઈમાન ફેલાવે છે.”

    - Advertisement -

    આ મામલે લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે હિંદુ ધર્મ પ્રત્યે નફરતી નિવેદનો કરવા છે અને ઈસ્લામ પ્રત્યે પ્રેમ બતાવવો છે શું આ તૃષ્ટીકરણ નથી? જો કે તેમણે જ્યારે ઈસ્લામ વિશે નિવેદન આપ્યું ત્યારે તેઓ શિક્ષણ મંત્રી નહોતા.

    વીડિયોને શેર કરતી વખતે BJP OBC મોરચાના મહાસચિવ નિખિલ આનંદે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સવાલ ઉઠાવ્યા છે. નિખિલ આનંદે ટ્વીટ કર્યું  કે, “શિક્ષણ મંત્રી ચંદ્રશેખરજીનું આ નિવેદન પણ સાંભળો- ‘ઈસ્લામ એકમાત્ર એવો ધર્મ છે જે પ્રેમ અને વિશ્વાસનો સંદેશ આપે છે’. RJDની તુષ્ટિકરણની રાજનીતિના એજન્ડા હેઠળ મુસ્લિમોને ખુશ કરવા શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. સાથે તેમણે નીતીશ કુમાર પર પણ હુમલો કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર યાદવ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ વર્તમાનમાં નિતીશ સરકારમાં શિક્ષણમંત્રી છે. તેઓ વિવાદિત ઈતિહાસ ધરાવે છે. એક વિવાદ એ પણ છે કે તેમને 20 ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્લી ખાતે આવેલા ઈદિંરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર 10 કારતૂસ સાથે રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પાછળથી તેમને છોડી દેવાયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં