Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ફોર્મેટ કરી દીધો ફોન, CCTV ડેટા પણ ડિલીટ': સ્વાતિ માલીવાલ સાથે મારપીટના...

    ‘ફોર્મેટ કરી દીધો ફોન, CCTV ડેટા પણ ડિલીટ’: સ્વાતિ માલીવાલ સાથે મારપીટના આરોપી બિભવ કુમારની જામીન અરજી કોર્ટે ફગાવી, 5 દિવસના રિમાન્ડ મંજૂર

    બિભવ કુમારની ધરપકડ બાદ મોડી રાત સુધી કોર્ટમાં સુનાવણી ચાલી હતી. ત્યારબાદ તીસ હજારી કોર્ટે તેને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસે કોર્ટ પાસેથી આરોપીની 7 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ તમામ દલીલોને ધ્યાને રાખીને કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

    - Advertisement -

    સ્વાતિ માલીવાલ સાથે મારપીટના આરોપી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને કોર્ટે 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તેના પર આરોપ છે કે, તેણે 13 મેના રોજ મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરી હતી અને ધમકી પણ આપી હતી. આ કેસમાં ધરપકડ ટાળવા માટે બિભવે આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતુ તેના પર સુનાવણી પહેલાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં કોર્ટે તેની આગોતરા જામીન અરજીને નિરર્થક જાહેર કરી તેનો નિકાલ કર્યો છે.

    શનિવારે (18 મે, 2024) બિભવ કુમારની ધરપકડ બાદ મોડી રાત સુધી કોર્ટમાં સુનાવણી ચાલી હતી. ત્યારબાદ તીસ હજારી કોર્ટે તેને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસે કોર્ટ પાસેથી આરોપીની 7 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ તમામ દલીલોને ધ્યાને રાખીને કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસની સુનાવણી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલે કરી હતી.

    ‘ફોન ફોર્મેટ, CCTV ફૂટેજ કર્યા ડિલીટ’

    દિલ્હી પોલીસે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે, હુમલાના કારણની પૂછપરછ માટે બિભવ કુમારની કસ્ટડી જરૂરી છે. પોલીસે બિભવ પર મુખ્યમંત્રી આવાસમાં પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કહ્યું કે, આરોપીએ તપાસ એજન્સીને તેના મોબાઈલ ફોનનો પાસવર્ડ આપ્યો ન હતો અને કહ્યું હતું કે, મોબાઈલમાં કોઈ ખામી હોવાના કારણે તેનો ફોન મુંબઇમાં ‘ફોર્મેટ’ કરવો પડ્યો હતો.

    - Advertisement -

    પોલીસે વધુમાં કહ્યું કે, મોબાઈલનો ડેટા પરત મેળવવા માટે બિભવ કુમારને મુંબઈ લઈ જવો જરૂરી છે. આ સાથે પોલીસે એવું પણ કહ્યું કે, તેનો મોબાઈલ ફોન કોઈ નિષ્ણાંત દ્વારા ખોલાવવા માટે પણ તેનું હાજર રહેવું જરૂરી છે. ઉપરાંત પોલીસે આરોપ લગાવ્યો છે કે, તેણે CCTV ફૂટેજ પણ ડિલીટ કરી દીધા છે. જોકે, બિભવ કુમારના વકીલ રાજીવ મોહને આ તમામ દલીલનો વિરોધ કર્યો હતો અને આ આખી ઘટનાને માત્ર એક ષડ્યંત્ર ગણાવી હતી.

    તમામ દલીલો સાંભળ્યા બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલે બિભવ કુમારને 5 દિવસ માટે દિલ્હી પોલીસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હવે પોલીસ ઘટના વિશેની વધુ જાણકારી મેળવવા માટે પૂછપરછ હાથ ધરશે. નોંધનીય છે કે, 13 મેના રોજ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી કેજરીવાલના PA બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. FIR નોંધ્યા બાદ દિલ્હી પોલીસે શનિવારે (18 મે) તેની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં