ભોપાલના (Bhopal) જહાંગીરાબાદમાં (Jahangirabad) મંગળવાર, 24 ડિસેમ્બરે બે સમુદાયો વચ્ચે વિવાદ થયા બાદ પથ્થરમારો (Stone Pelting) થયો હોવાની ઘટના સામે આવી હતી. બંને પક્ષોને લોકો તલવારો અને લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન એક મહિલાને માર મરાયો હતો. ઘટનામાં 1 મહિલા સહિત 6 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તથા પરિસ્થિતિ કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો.
#भोपाल में दो पक्षों के बीच जमकर पथराव हो गया। दोनों पक्षों में जमकर पत्थरबाजी और तलवारबाजी की खबरें भी है। हिंसा में कई लोग घायल हो गये। मौके पर पुलिस बल मामले को शांत कराने में जुटी है। घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।#MadhyaPradesh #Bhopal #Clash pic.twitter.com/rIUaeeafY1
— डाइनामाइट न्यूज़ हिंदी (@DNHindi) December 24, 2024
અહેવાલો અનુસાર જહાંગીરાબાદમાં જૂની ગલ્લા મંડીમાં 24 ડિસેમ્બરની સવારે એક પક્ષના લોકોએ ભેગા થઈને ઘરો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવતા પોલીસની કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે ગંભીરતાના પગલે પોલીસ દળો ખડકી દેવામાં આવ્યા છે.
બે દિવસ પહેલાં પણ થયો હતો ઝગડો
ભોપાલ પોલીસના જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલાં બંને પક્ષોના લોકો વચ્ચે ફાસ્ટ બાઈક ચલાવવા મામલે ઝગડો થયો હતો. જે અંગે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઇ હતી તથા 2 ફરાર થઇ ગયા હતા. આજ સવારે થયેલ ઝગડો આ બે ફરાર આરોપીઓને લઈને થયો હતો.
BREAKING | भोपाल में दो समुदायों के बीच हुआ पथराव, कई लोग हुए घायल@Pooja_Sachdeva_| https://t.co/smwhXUROiK#Bhopal #MadhyaPradesh #Fight #LatestNews pic.twitter.com/zDGCQHkmE9
— ABP News (@ABPNews) December 24, 2024
જોકે પોલીસ દળ અગાઉથી જ ઘટના સ્થળ પર હાજર હતું. પરંતુ મામલાની ગંભીરતા જોતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વિડીયોમાં ઘણા લોકો હથિયારો લઈને પણ ફરતા જોવા મળી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
જોકે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઇ નથી, તથા પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે વ્યક્તિગત વિવાદને લઈને શરૂ થયેલ ઝગડો બે સમુદાયો વચ્ચેની બબાલ બની ગયો હતો તથા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. વાયરલ વિડીયોના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.