Friday, January 31, 2025
More
    હોમપેજક્રાઈમદુર્ગા માતાના મંદિરની દીવાલ પર લખવામાં આવ્યું ‘786’ અને ‘અલ્લાહ’: સ્થાનિક હિંદુઓમાં...

    દુર્ગા માતાના મંદિરની દીવાલ પર લખવામાં આવ્યું ‘786’ અને ‘અલ્લાહ’: સ્થાનિક હિંદુઓમાં આક્રોશ, બરેલી પોલીસે તપાસ કરી શરૂ

    પોલીસે ઘટના સ્થળે પહોંચીને મંદિરની દીવાલ પર લખવામાં આવેલા ‘786’ અને ‘અલ્લાહ’ને હટાવી દીધું હતું. તેમણે મંદિરની દીવાલ પર પેઈન્ટ કરાવીને આ લખાણ ભૂંસાવી નાખ્યું હતું. જોકે આ પહેલાં જ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીમાં (Bareilly) વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બરેલી વિસ્તારમાં આવેલ દૂર્ગા મંદિરની દીવાલ (Temple’s Wall) પર કેટલાક અસામાજિક તત્વોએ ‘786’ લખી દીધું હતું. આ ઉપરાંત દીવાલ પર ઉર્દૂમાં ‘અલ્લાહ’ (Allah) પણ લખવામાં આવ્યું હતું. આ જોઇને સ્થાનિક હિંદુઓમાં ખૂબ આક્રોશ ફેલાયો હતો. તેમણે વિરોધ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી તથા FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

    અહેવાલ અનુસાર કેટલાક અસામાજિક તત્વોએ બરેલીમાં કોતવાલી વિસ્તારના બિહારીપુરા વિસ્તારમાં મઠિયા શાંતિ મા દુર્ગાનું મંદિર છે. અસામાજિક તત્વોએ આ મંદિરની દીવાલ પર ‘786’ અને ઉર્દૂમાં ‘અલ્લાહ’ લખી દીધું હતું. અહીંથી પસાર થતા કેટલાક લોકોએ આ દીવાલ જોઈ ત્યારે તેમની ભાવનાને ખૂબ ઠેસ પહોંચી હતી. આ અંગે હિંદુ સંગઠનોને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

    આ મામલે તેમણે પોલીસને જાણ કરી હતી. તેમણે પોલીસ સમક્ષ વિરોધ પણ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે આ વિસ્તારમાં આલા હઝરત દરગાહ પણ આવેલી છે. આ દરગાહની પહેલાં જ માં દુર્ગાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર પર જ ‘786’ અને ‘અલ્લાહ’ એવું લખવામાં આવ્યું હતું. પરિસ્થિતિની સંવેદનશીલતા અને ગંભીરતાને જોતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

    - Advertisement -

    પોલીસે ઘટના સ્થળે પહોંચીને મંદિરની દીવાલ પર લખવામાં આવેલા ‘786’ અને ‘અલ્લાહ’ને હટાવી દીધું હતું. તેમણે મંદિરની દીવાલ પર પેઈન્ટ કરાવીને આ લખાણ ભૂંસાવી નાખ્યું હતું. જોકે આ પહેલાં જ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી.

    પોલીસ તપાસ શરૂ

    અહેવાલો અનુસાર બરેલી ખાતે આવેલ દુર્ગા માતાના મંદિરની દીવાલ પર ‘786’ અને ‘અલ્લાહ’ લખવાનો આ મામલો બે-ત્રણ દિવસ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ મામલે કહ્યું હતું કે જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પોલીસે આ કૃત્ય કરનારા અસામાજિક તત્વોને પકડવા માટે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જોકે મંદિરની નજીક કોઈ CCTV ન હોવાના કારણે હજી સુધી કોઈની ધરપકડ થઇ શકી નથી. છતાં પોલીસ આસપાસના બિલ્ડીંગના કેમેરાના ફૂટેજ પણ તપાસી રહી છે. આ સિવાય મંદિરમાં પણ CCTV લગાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં