બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુવિરોધ હવે એ સ્તર સુધી પહોંચી ગયો છે કે તાજેતરમાં જ પાટનગરમાં મુસ્લિમ કટ્ટરપંથી સંગઠનના માણસોએ એક રેલી કાઢીને માંગ કરી હતી કે દરેક રેસ્ટોરન્ટમાં ફરજિયાતપણે ગૌમાંસ વેચવામાં આવે અને જે રેસ્ટોરન્ટ ગૌમાંસ ન વેચતી હોય તેનો બહિષ્કાર કરવામાં આવે. તેને બંધ કરી દેવામાં આવે. એટલું જ નહીં, તેમણે આવી રેસ્ટોરન્ટને હિંદુઓ અને ભારતની દલાલ પણ ઘોષિત કરી દીધી હતી.
દરેક રેસ્ટોરન્ટમાં ગૌમાંસ પીરસવાની આ માંગને લઈને મુસ્લિમ કન્ઝ્યુમર રાઈટ્સ કાઉન્સિલે બંગશાલ વિસ્તારમાં એક રેલી પણ યોજી હતી. સંગઠનનું કહેવું છે કે દરેક રેસ્ટોરન્ટમાં ગૌમાંસ નથી પીરસવામાં આવતું જે, ઇસ્લામિક વિચારધારાની વિરુદ્ધ છે. તેથી જે રેસ્ટોરન્ટ ગૌમાંસ ન પીરસે તેનો બહિષ્કાર કરવો જોઈએ.
આ સિવાય રેલી દરમિયાન તેમણે ગૌમાંસ ન પીરસતી હોટેલ-રેસ્ટોરન્ટને ભારત અને હિંદુત્વની એજન્ટ સુધી ગણાવી દીધી હતી. રેલીમાં સામેલ લોકોએ સૂત્રોચ્ચાર કરીને કહ્યું કે, જેઓ ગૌમાંસ નથી પીરસી રહ્યા, તેઓ ભારત અને હિંદુત્વના એજન્ટો છે, તેમનો બહિષ્કાર કરો. તેમણે એવા પણ નારા લગાવ્યા- “Cow dung or beef? Beef! Beef!”
'No-beef restaurants are agents of India and Hindutva. Boycott such establishments'
— Dhaka Tribune (@DhakaTribune) December 11, 2024
Details:https://t.co/ZwpI9Ib4IY#DhakaTribune #BeefInRestaurants #MuslimRights #BangladeshProtest #Hindutva #ConsumerRights pic.twitter.com/TBqoSIyLqe
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, મુસ્લિમ કન્ઝ્યુમર રાઈટ્સ કાઉન્સિલના કન્વીનર મુહમ્મદ આરિફ અલ ખબીરે ગૌમાંસને ઇસ્લામિક ઓળખ ગણાવી અને કહ્યું હતું કે ગૌમાંસ ખાવું એ તો મુસ્લિમ હોવાની ઓળખ છે. તેમણે કહ્યું કે, “જે રીતે ઊંટનું માંસ ખાવું એ મઝહબમાં ફરજિયાત નથી, પણ યહૂદીઓને નીચા દેખાડવા માટે તેમ કરવું આવશ્યક છે. તે જ રીતે, હિંદુઓને નીચા દેખાડવા માટે ગૌમાંસ ખાવું ફરજિયાત ન હોય તોપણ તેમ કરવું જરૂરી છે.”
આરિફે કહ્યું કે, પશ્ચિમી દેશોએ તેમને ત્યાં રેસ્ટોરન્ટ્સમાં હલાલ ફૂડ સામેલ કરવું જોઈએ. યહૂદી અને ખ્રિસ્તી દેશોમાં હલાલ ફૂડ નથી, કારણ કે તેઓ મુસ્લિમોને સ્થાન આપવા નથી માંગતા. જેથી મુસ્લિમો પાસે પોતાની વ્યવસ્થા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. સાથે કહ્યું કે, દરેક રેસ્ટોરન્ટે મુસ્લિમોને સમર્થન આપવા માટે પોતાના મેનુમાં બીફની ઓછામાં ઓછી એક ડિશ રાખવી જોઈએ. જો તેઓ નહીં કરે તો તેમને ભારત અને હિંદુત્વના એજન્ટ ઘોષિત કરવામાં આવશે અને રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર કરવામાં આવશે.