Sunday, September 8, 2024
More
    હોમપેજક્રાઈમ11 વર્ષીય બાળકને કારમાં બેસાડીને અડપલાં કર્યાં, વિરોધ કરતાં હત્યા કરીને લાશ...

    11 વર્ષીય બાળકને કારમાં બેસાડીને અડપલાં કર્યાં, વિરોધ કરતાં હત્યા કરીને લાશ ફેંકી દીધી: પાલનપુરની ઘટના, આરોપી ફારૂકની ધરપકડ

    ટોકરિયા ગામે રહેતો એક બાળક 14 જુલાઇના રોજ સાંજે આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો, પરંતુ પરત જ ન આવ્યો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરતાં એક ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં પાલનપુર સ્થિત ટોકરિયા ગામનો એક 11 વર્ષીય બાળક ગુમ થયા બાદ તેની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જેની ઓળખ ફારૂક જમાલ દાઉમા તરીકે થઈ છે. તેણે પોતાની કારમાં બાળકને બેસાડીને અડપલાં કરવાના પ્રયાસ કર્યા હતા અને બાળકે વિરોધ કરતાં હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી. પોલીસે ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. 

    બનાવની વધુ વિગતો અનુસાર, ટોકરિયા ગામે રહેતો એક બાળક 14 જુલાઇના રોજ સાંજે આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો, પરંતુ પરત જ ન આવ્યો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરતાં એક ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે લાશ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને બીજી તરફ અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.  

    પોલીસે આ મામલે 11 જેટલી ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી, તેમજ CCTV ફૂટેજની પણ મદદ લેવામાં આવી હતી. બીજી તરફ, ગામના શંકાસ્પદ અને ગાયબ થયેલા લોકોની પણ વિગતો મેળવીને તેમની પૂછપરછ કરવામાં આવી. આ જ રીતે શંકાના આધારે પોલીસે ફારૂક જમાલ દાઉમા નામના વ્યક્તિને પોલીસ મથકે બોલાવીને કડક પૂછપરછ હાથ ધરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. 

    - Advertisement -

    પછીથી સામે આવ્યું કે હત્યાના દિવસે ફારૂકે બાળકને પોતાની કારમાં બેસાડ્યો હતો અને અલગ-અલગ ઠેકાણે ફેરવીને એક ઠેકાણે કાર થોભાવીને પાછળની સીટ પર બાળક સાથે અડપલાં કર્યાં હતાં. બાળકે જેનો વિરોધ કરતાં ફારૂકે માર માર્યો હતો અને પછીથી પીડિતે માતાને જાણ કરી દેવાનું કહેતાં ફારૂકે તેને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ લાશ ફેંકી દીધી હતી. 

    પછીની તપાસમાં સામે આવ્યું કે, બાળક અને હત્યારો એકબીજાને ઓળખતા હોઈ પીડિત કારમાં બેસી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના ઘર પાસે જ હત્યારાનો સાઢુભાઈ રહે છે, જ્યાં તે અવારનવાર આવ-જા કરતો હતો, જેથી બંને એકબીજાને ઓળખતા હતા અને એક જ સમુદાયના છે. બાળક તેની ઉપર વિશ્વાસ રાખીને કારમાં બેઠો હતો, પણ પછીથી ફારૂકે અડપલાં કરતાં ઘટના બની હતી. 

    હાલ આરોપી ફારૂક પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ વધુ પૂછપરછ હાથ ધરીને તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં