Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆંદોલન પર બેસેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બજરંગ દળના સમર્થનમાં પોસ્ટ શેર કરી,...

    આંદોલન પર બેસેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બજરંગ દળના સમર્થનમાં પોસ્ટ શેર કરી, ઇસ્લામવાદીઓએ વખોડયા બાદ પોસ્ટ કરી ડિલીટ

    બજરંગ પુનિયા એ ટોચના કુસ્તીબાજોમાંથી એક છે જેઓ દિલ્હીના જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહની હકાલપટ્ટી અને ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

    - Advertisement -

    7મી મે 2023ના રોજ, કુસ્તીબાજ બજરંગ પુનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી પોસ્ટ કરી જેમાં કહ્યું, “હું બજરંગી છું. હું બજરંગ દળને સમર્થન આપું છું. જય શ્રી રામ.” તેમાં એક કેપ્શન પણ હતું જેમાં તમામ બજરંગીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તે ફોટો તેમના વોટ્સએપ સ્ટેટસ પર અને ડિસ્પ્લે ઇમેજ પર રાખે.

    જો કે, તેણે તેને પોસ્ટ કર્યા પછી તરત જ, ઉદારવાદીઓ અને ઇસ્લામવાદીઓ સહિત જેમણે કુસ્તીબાજોને ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામેના વિરોધ માટે સમર્થન આપ્યું હતું, બજરંગ પુનિયાની ટીકા કરવાનું શરૂ કર્યું અને તેને ધર્માંધ કહ્યો. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બાદમાં પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

    રેડિયો મિર્ચીની આરજે સાયમાએ પુનિયાને પૂછ્યું કે તેઓ કેવા પ્રકારનો સમાજ ઇચ્છે છે, “ગુંડાગીરી કે શાંતિપૂર્ણ અસ્તિત્વ”.

    - Advertisement -

    શિરીન ખાને પોસ્ટ કર્યું, “આ સાપને સમર્થન આપનારા તમામ લોકો માટે શરમ આવે છે.”

    ડો. નિમો યાદવે લખ્યું છે કે “ભલે બજરંગ પુનિયાએ આ સ્ટોરીને પોતાના ઈન્સ્ટા પરથી હટાવી દીધી હોય, પણ તેણે આગળ આવીને માફી માંગવી જોઈએ.” નેમો યાદવે પોતાના હેશટેગમાં લોકોને બજરંગ પુનિયાને બિલકુલ સમર્થન ન કરવાની અપીલ કરી હતી.

    ટ્વિટર યુઝર આસિફ ખાને પોસ્ટ કરી, “રેસલર બજરંગ પુનિયાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી. અરે આ બજરંગદળને સમર્થન આપે છે.”

    જુના ટ્વીટ બતાવતા મોહમ્મદ આસિફે કહ્યું, “આ તમામ ટ્વીટ તે લોકો માટે છે જેઓ જંતર-મંતર પર બેઠેલા સંઘી કુસ્તીબાજોને સમર્થન આપી રહ્યા છે.”

    નોંધનીય છે કે બજરંગ પુનિયાની આ પોસ્ટ કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ ‘બજરંગ દળ’ના સમર્થનમાં આવી હતી. પરંતુ ડાબેરી-કટ્ટરપંથીઓએ તેનો વિરોધ શરૂ કરતાં જ તેને હટાવી દેવામાં આવી હતી. હવે આ લોકો કહી રહ્યા છે કે બજરંગ પુનિયાની પોસ્ટ ડિલીટ કરવાથી કામ નહીં ચાલે, તેણે આ માટે માફી પણ માંગવી જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં