Monday, March 24, 2025
More
    હોમપેજરાજકારણ'લા ઇલાહા ઇલ્લાલ્લાહ... અલ્લાહ સિવાય અન્ય કોઇ ભગવાન નથી...': જામિયા મિલિયા ઇસ્લામિયામાં...

    ‘લા ઇલાહા ઇલ્લાલ્લાહ… અલ્લાહ સિવાય અન્ય કોઇ ભગવાન નથી…’: જામિયા મિલિયા ઇસ્લામિયામાં ફરી ‘આઝાદી’ની માંગ, વામપંથી અને કોંગ્રેસી ‘વિદ્યાર્થીઓ’નો સૂત્રોચ્ચાર

    પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે જે ઇન્સ્ટીટયુટમાં કેન્દ્ર સરકાર ભંડોળ આપે છે એવા કેમ્પસમાં આવા સૂત્રોચ્ચાર કેટલી હદે યોગ્ય છે? તેમના જણાવ્યા અનુસાર આ વિરોધ અને સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓ AISA અને NSUIના છે. આ જોઈને શું એવું સમજી જવું જોઈએ કે ભવિષ્યમાં ફરીથી કોઈ ‘શાહીન બાગ’ (Shaheen Bagh) ઉભો થશે.

    - Advertisement -

    દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા (Jamia Milia Islamia University) હંમેશાથી દેશવિરોધી સૂત્રોચ્ચાર (Anti Nation Slogans) કરવાના મામલે ચર્ચામાં હોય છે. ત્યારે જામિયા મિલિયા ઇસ્લામિયામાં ફરી એકવાર આવા જ સૂત્રોચ્ચારની ઘટના સામે આવી છે. CAA-NRC વિરોધની 5મી વર્ષગાંઠના એક દિવસ પછી કેમ્પસમાં આ સૂત્રોચ્ચાર થયા હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે 5 વર્ષ પહેલાં પણ 15 ડિસેમ્બર, 2019 ના રોજ આવા જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, આ દરમિયાન જ કેમ્પસમાં હિંસા થઇ હોવાના મામલા પણ સામે આવ્યા હતા.

    ઓર્ગેનાઈઝરના પત્રકાર સુભુહી વિશ્વકર્માના એકાઉન્ટ પરથી આ ઘટનાનો વિડીયો શેર કરવામાં આવ્યો હતો. શેર કરવામાં આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ફરી એક વાર ત્યાં – “તેરા-મેરા રિશ્તા ક્યા, લા ઈલાહા ઈલ્લાલ્લાહ ઔર હમ ક્યાં ચાહતે?  આઝાદી” જેવો સૂત્રોચ્ચાર સાંભળી શકાય છે.

    આ પોસ્ટમાં જ પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે જે ઇન્સ્ટીટયુટમાં કેન્દ્ર સરકાર ભંડોળ આપે છે એવા કેમ્પસમાં આવા સૂત્રોચ્ચાર કેટલી હદે યોગ્ય છે? તેમના જણાવ્યા અનુસાર આ વિરોધ અને સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓ AISA અને NSUIના છે. આ જોઈને શું એવું સમજી જવું જોઈએ કે ભવિષ્યમાં ફરીથી કોઈ ‘શાહીન બાગ’ (Shaheen Bagh) ઉભો થશે.

    - Advertisement -

    ઓર્ગેનાઈઝરના પત્રકારે આપેલ અહેવાલ મુજબ, રવિવારે (15 ડિસેમ્બર 2024), વહીવટીતંત્રે જાળવણીનું કારણ આપીને વર્ગો સ્થગિત કરી દીધા હતા અને કેન્ટીન અને લાઇબ્રેરી પણ બપોરે 1 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આ માહિતી મળ્યા પછી વિદ્યાર્થીઓએ વહીવટીતંત્ર પર શાંતિપૂર્ણ વિરોધને દબાવવાનો આરોપ લગાવી દીધો હતો. નોંધનીય છે કે 2019માં આવા જ એક શાંતિપૂર્ણ વિરોધમાં જ હિંસા ફાટી નીકળી હતી.

    કેટલાક વિડીયો એવા પણ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ ‘દિલ્હી પોલીસ ગો બેક’ (Delhi Police Go Back) જેવા નારા લગાવી રહ્યા હતા. આ ઉપરાંત, AISA દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, “15 ડિસેમ્બર, 2019 ના રોજ, દિલ્હી પોલીસે અમારા સાથીઓને ઘાયલ કર્યા હતા, કેમ્પસમાં તોડફોડ કરી હતી, અમારી સાથે આતંકવાદીઓ જેવું વર્તન કર્યું હતું અને હવે અમને એ ભયાનક દિવસને યાદ કરતા પણ રોકવામાં આવી રહ્યા છે.

    આ વિડીયો સામે આવ્યા બાદ સામાન્ય લોકો એવી માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડથી ચાલતી સંસ્થામાં આ બધું થઇ રહ્યું હોય તો આવી સંસ્થાને જ બંધ કરી દેવી જોઈએ. નોંધનીય છે કે 2019માં CAA-NRCનો વિરોધ કરવામાં અને તેના વિશે ભ્રમણા ફેલાવવામાં જામિયા મિલિયા ઇસ્લામિયા ઇન્સ્ટીટયુટના ‘વિદ્યાર્થીઓએ’ મોટો ભાગ ભજવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં