Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગામમાં રહેવા માટે ઇસ્લામ અપનાવવા દબાણ: ઝારખંડના મુસ્લિમ બહુલ ગામમાં હિન્દુ પરિવારની...

  ગામમાં રહેવા માટે ઇસ્લામ અપનાવવા દબાણ: ઝારખંડના મુસ્લિમ બહુલ ગામમાં હિન્દુ પરિવારની દીકરીઓ સાથે મારપીટ અને અશ્લીલ હરકતો, પંચાયતમાં ઉઠબેસ પણ કરાવી

  ઝારખંડના મુસ્લિમ બહુલ ગામમાં હિંદુ પરિવારને પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે, અહીં બળજબરીપૂર્વક તેમનું ધર્મ પરિવર્તન કરાવવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.

  - Advertisement -

  ગામમાં રહેવા માટે ઇસ્લામ અપનાવવા દબાણ અને યુવતીઓ સાથે મારપીટ ની ઘટના સામે આવી છે. ઝારખંડના હઝારીબાગમાં એક ગામમાં રહેતા બે-ત્રણ હિન્દુ પરિવારોને મુસ્લિમો દ્વારા પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. આ ગામની એક હિન્દુ યુવતીના કાન પકડીને મુસ્લિમો દ્વારા બળજબરીથી ઉઠ-બેસ કરાવવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. એટલું જ નહીં, તેમના પર ગામમાં રહેવા માટે ઇસ્લામ અપનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

  મામલો હઝારીબાગના બરકાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના સિરમા ગામનો છે. આ ગામની એક મહિલા કિરણ દેવીનો આરોપ છે કે 10 ઓગસ્ટની રાત્રે ગામના મુખી ઈશરત જહાંનો પુત્ર વસીમ ડઝનબંધ લોકો સાથે બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો હતો, અને તેમની પુત્રીઓનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા.

  કિરણ દેવીએ આરોપ લગાવ્યો છે કે ચાલુ વરસાદે ભરેલી પંચાયતમાં તેની બંને સગીર દીકરીઓ સાથે દુર્વ્યવહાર અને અશ્લીલતા કરવામાં આવી હતી. તેમને થપ્પડો મારવામાં આવી અને બધાની સામે ભરી સભામાં ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે તેમના પૂજા-પાઠ બંધ કરાવી દેવામાં આવશે.

  - Advertisement -

  કિરણ દેવીનું કહેવું છે કે બીજા દિવસે જ્યારે તે આ ઘટનાની ફરિયાદ લઈને પંચાયત સમિતિમાં ગઈ ત્યારે મુસ્લિમ મહિલાઓ સહિત 15-20 લોકોએ તેમને ઘેરી લીધા, અને તે બધાએ કિરણ દેવી પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. મુસ્લિમોએ ધમકી પણ આપી હતી કે જો તારે આ ગામમાં રહેવું હોય તો તારે મુસ્લિમ બનવું પડશે, નહીં તો તને ગાયબ કરી દેશું.

  જોકે પોલીસે બેદરકારી દાખવી ઉલટું પીડિતાના પરિવાર સામે ગુનો દાખલ કરી દીધો હતો. ત્યાર બાદ સનાતન હિન્દુ સમાજના સંગઠનો દ્વારા ઘટનાના વિરોધમાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. સંગઠનનું કહેવું છે કે પીડિતાને ન્યાય આપવાને બદલે પોલીસે તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સંગઠને પરિવાર સામેનો કેસ હટાવવા અને તેમને સુરક્ષા આપવાની માંગ કરી છે.

  નોંધનીય છે કે સિરમા ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું ગામ છે અને અહીં હિન્દુઓના માત્ર બે-ત્રણ પરિવારો જ રહે છે. જે પરિવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેમાં બે સગીર યુવતીઓ, તેમનો એક નાનો ભાઈ અને તેમની વિધવા માતાનો સમાવેશ થાય છે. તેના પિતા તુલસી સહુનું અવસાન થયું છે .

  આ મામલાની ફરિયાદ બાદ મુસ્લિમ પક્ષે પરિવાર સામે કેસ પણ કર્યો હતો. પોલીસે પીડિત પરિવાર પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવીને કેસ નોંધ્યો હતો. તેના પર પીડિતાનું કહેવું છે કે પોલીસ આરોપીઓને બચાવવા માટે જાણી જોઈને મામલો પેચી રહી છે.

  જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓમાં રોષ ફેલાયો હતો. પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં હીન્દુ સંગઠનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. લોકોના દબાણને જોઈને પોલીસનું કહેવું છે કે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચારની શોધ ચાલી રહી છે . ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

  નોંધનીય છે કે આરોપીઓમાં મોહમ્મદ વસીમ, શાજીબુલ્લાહ, મોહમ્મદ નાઝીમ, મોહમ્મદ તાકીબ, મોહમ્મદ આસિફ, મુળિયા ઈશરત જહાંના પુત્ર સહિત 5 અજાણ્યા લોકોના નામ સામેલ છે. પોલીસે મોહમ્મદ નદીમ અને મોહમ્મદ સાકિબની ધરપકડ કરી છે.

  અગાઉ પણ પંચાયતમાં યુવતીને એક વીડિયો વાયરલ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી, અને મુસ્લિમોએ કહ્યું હતું કે વિડીયો વાયરલ કરીને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સાથે જ યુવતીએ કહ્યું કે તેણે આ વીડિયો વાયરલ કર્યો નથી. તે છતાં, તેની અને પરિવારની પ્રતાડિત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે વીડિયોમાં ગામના કેટલાક મુસ્લિમ છોકરાઓ પાકિસ્તાનનો ઝંડો લહેરાવી રહ્યા હતા.

  ઝારખંડના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મુસ્લિમોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વસ્તી વધારા સાથે, તે વિસ્તારોની વસ્તી વિષયક પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. જે વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી વધી છે ત્યાં તેઓ ઇસ્લામ પ્રમાણે કામ કરવા માટે દબાણ કરી રહ્યા છે. તાજેતરમાં, ઝારખંડના ઘણા જિલ્લાઓમાં, જ્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે, તેવા વિસ્તારોમાં સરકારી શાળાઓના નામ બદલવાનો મામલો સામે આવ્યો છે. આ વિસ્તારોમાં સરકારી શાળાઓનું નામ બદલીને ઉર્દૂ શાળાઓ રાખવામાં આવ્યું હતું અને રવિવારને બદલે શુક્રવારની (જુમ્માની) રજા જાહેર કરવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં