Thursday, November 7, 2024
More
    હોમપેજદેશ‘હિંદુઓ બહુમતીમાં છે માટે જ ભારત બિનસાંપ્રદાયિક છે’: જ્યારે પૂર્વ PM અટલ...

    ‘હિંદુઓ બહુમતીમાં છે માટે જ ભારત બિનસાંપ્રદાયિક છે’: જ્યારે પૂર્વ PM અટલ બિહારી વાજપેયીએ જાવેદ અખ્તરની બોલતી કરી હતી બંધ, જુઓ વાયરલ વિડીયો

    વાજપેયીએ પોતાની વાત ચાલુ રાખતાં જણાવ્યું કે, “ભારત સેક્યુલર છે કારણ કે, તેની 82% વસ્તી હિંદુ છે. હિંદુઓની વિચાર પ્રક્રિયા અને ફિલસૂફી જ આ દેશને બિનસાંપ્રદાયિક બનાવે છે. હિંદુઓ કોઈ એક પુસ્તક કે કોઈ એક ધર્મપ્રણેતાથી બંધાયેલા નથી. એક નાસ્તિક પણ હિંદુ છે. હિંદુ ધર્મ બધાને સ્વીકારે છે.”

    - Advertisement -

    ગીતકાર અને લેખક જાવેદ અખ્તર અવારનવાર બિનસાંપ્રદાયિકતા (સેક્યુલારિઝમ) (Secularism) અને લઘુમતીઓના મુદ્દા ઉઠાવતા જોવા મળે છે. આવું જ એક વખત ત્યારે થયું હતું જ્યારે તેઓ અને દેશના ભૂરપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સામસામે હતા. જાવેદ અખ્તરે હિંદુ બહુમતી અને બીજેપી પર ‘સાંપ્રદાયિક’ (Communal) હોવાનો ઠપ્પો મારતાં પૂર્વ વડાપ્રધાન અને દિવંગત BJP નેતા અટલ બિહારી વાજપેયીએ તેમની બોલતી બંધ કરી નાખી હતી અને કહ્યું કે દેશની ધર્મનિરપેક્ષતામાં હિંદુઓનો ફાળો છે.

    1998માં અટલ બિહારી વાજપેયીએ ‘ફેસ ઓફ’ (Face Off) પર પ્રીતિશ નંદી અને કો-હોસ્ટ જાવેદ અખ્તરને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર આ વિડીયોમાં એવો દાવો કરે છે કે, ઘણાં દેશોમાં બહુમતી સમુદાયની ‘સાંપ્રદાયિકતા’ ને ચતુરાઈપૂર્વક રાષ્ટ્રવાદનો વેશ પહેરાવવામાં આવે છે.

    આ વાતચીતમાં લગભગ 17.26 મિનિટે, જાવેદ અખ્તર ભારપૂર્વક કહે છે કે, ‘કોમી હિંદુઓ’ રાષ્ટ્રવાદની આડમાં તેમના કામ કરે છે. એ પછી જાવેદ અખ્તર અટલ બિહારી વાજપેયીને પ્રશ્ન પૂછે છે કે, “બહુમતી સમુદાય માટે રાષ્ટ્રવાદ અને કોમવાદની વ્યાખ્યા શું છે?”

    - Advertisement -

    અટલ બિહારી વાજપેયીએ પ્રતિક્રિયા આપી કે, “જો ભારતમાં કોઈ હિંદુ તેની બહુમતીના આધારે પોતાના માટે વધુ અધિકારો અને લઘુમતી સમુદાય માટે ઓછા અધિકારો માગે, તો હું આવા વર્તનને સાંપ્રદાયિક કહીશ.”

    પૂર્વ વડાપ્રધાને ઉમેર્યું કે, “જો અધિકારો સમાન હોય અને બંધારણ (સ્વતંત્ર ન્યાયતંત્ર સાથે), જાગ્રત પ્રેસ અને સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેની ખાતરી આપવામાં આવી હોય, તો લઘુમતીઓ સાથે અન્યાય થવાની શક્યતા ઓછી છે.”

    દેશમાં બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવા બદલ ક્યારેક હિંદુ સમુદાયનો આભાર માનવો જોઈએ

    જ્યારે વાજપેયીએ કહ્યું કે, “ભારત BJP કે RSSના કારણે બિનસાંપ્રદાયિક નથી.” ત્યારે જાવેદ અખ્તરે વચ્ચે ટિપ્પણી કરી કે, “તેમના હોવા છતાં બિનસાંપ્રદાયિક છે.” પરંતુ, વાજપેયીએ પોતાની વાત ચાલુ રાખતાં જણાવ્યું કે, “ભારત સેક્યુલર છે કારણ કે, તેની 82% વસ્તી હિંદુ છે. હિંદુઓની વિચાર પ્રક્રિયા અને ફિલસૂફી જ આ દેશને બિનસાંપ્રદાયિક બનાવે છે. હિંદુઓ કોઈ એક પુસ્તક કે કોઈ એક ધર્મપ્રણેતાથી બંધાયેલા નથી. એક નાસ્તિક પણ હિંદુ છે. હિંદુ ધર્મ બધાને સ્વીકારે છે.”

    બીજેપી નેતાએ આગળ કહ્યું કે, “હવે માનવ અધિકાર આયોગ અને લઘુમતી આયોગ પણ છે. આની રચના એવા રાજ્યમાં કરવામાં આવી હતી જ્યાં હિંદુઓ બહુમતી છે. કોઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો ન હતો. જ્યારે પાકિસ્તાનની રચના થઈ, ત્યારે હિંદુઓએ વિશિષ્ટ હિંદુ રાજની માંગણી ન હતી કરી જ્યાં લઘુમતી માટે કોઈ સ્થાન ન હોય.”

    અટલ બિહારી વાજપેયીએ કહ્યું કે, “હિંદુ રાજ (ધર્મશાહી) ની કોઈ માંગ નથી, પણ હિંદુરાષ્ટ્રની છે, જે સંપૂર્ણપણે અલગ કોન્સેપ્ટ છે. અત્યાર સુધી કોઈએ ધર્મશાહી અથવા હિંદુ ધર્મને રાજ્ય ધર્મ તરીકે જાહેર કરવાની કે મુસ્લિમો સાથે તેમના ધર્મને કારણે ભેદભાવ કરવાની માંગણી કરી નથી.”

    તેમણે કહ્યું કે, “હું તમને ખાતરી આપવા માગું છું કે રાષ્ટ્રનો કોન્સેપ્ટ જુદો છે. ભારતનો જન્મ 1947માં નહતો થયો, પણ તે એક પ્રાચીન સભ્યતા છે. દેશમાં બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવા બદલ ક્યારેક હિંદુ સમુદાયનો આભાર માનવો જોઈએ.”

    જ્યારે જાવેદ અખ્તરે પૂર્વ પીએમ અને અડવાણી વચ્ચે મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો

    ઈન્ટરવ્યુમાં લગભગ 10મી મિનિટે જાવેદ અખ્તરે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચે મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વાજપેયીને પૂછ્યું હતું કે, ધાર્મિક લઘુમતીઓની વાત આવે ત્યારે તેમની વિચારધારા સમાન છે કે અલગ?

    વાજપેયીએ આનો જવાબ આપ્યો હતો કે, “અમે બંને એક જ વસ્તુમાં માનીએ છીએ. એટલું જ નહીં, અમારી પાર્ટી પણ સમાન વિચારે છે. લઘુમતીઓ ભારતના નાગરિકો છે અને તેઓ સમાન અધિકારો અને જવાબદારીઓના હકદાર છે.”

    તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આ દેશમાં ક્યારેય ધર્મના આધારે ભેદભાવ થયો નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય. ભાજપે તેનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હતું, છે અને રહેશે. ભારતમાં લઘુમતીઓએ કોઈ ખોટા ભયની લાગણી હેઠળ જીવવું જોઈએ નહીં. અમારા હરીફોએ અમને ‘રાક્ષસ’ તરીકે રજૂ કરીને લઘુમતીઓના મનમાં આ ડર પેદા કર્યો છે. પરંતુ આ ખેલ લાંબો સમય નહીં ટકે. મુસ્લિમોને એ અહેસાસ થવા લાગ્યો છે કે અન્ય પક્ષોએ તેમનું વોટ બેંક તરીકે શોષણ કર્યું છે.”

    RSS સાથેના સંબંધ અંગે વાજપેયીએ શું કહ્યું?

    જાવેદ અખ્તરે ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કટ્ટર હિંદુ સંગઠન તરીકે ગણાવ્યું, જે મુસ્લિમોને ભારતના સમાન નાગરિક નથી માનતા. તેમણે દાવો કર્યો કે, કે.બી. હેડગેવાર, એમ.એસ. ગોલવલકર અને અન્યના લખાણોમાં આવો વિચાર પ્રતિબિંબિત થાય છે.

    અટલ બિહારી વાજપેયીએ આ દાવાને રદિયો આપતાં કહ્યું કે, “તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે જે લોકો ભારતમાં રહે છે અને દેશને પ્રેમ કરે છે તેમની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં આવશે અને તેમની સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં.”

    અટલ બિહારી વાજપેયી કહે છે કે, “RSS લોકો સાથે સંબંધ ધરાવે છે. ભાજપના તમામ સભ્યો RSSના સભ્ય નથી. ભવિષ્યમાં જેમ-જેમ પાર્ટીનો વિકાસ થશે તેમ-તેમ એવા લોકો પણ હશે જેઓ કોઈપણ રીતે RSS સાથે જોડાયેલા નથી. તેઓ અમારી વિચારધારાને કારણે અમારી સાથે જોડાયા. RSS અને ભાજપની વિચારધારા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં