Tuesday, February 4, 2025
More
    હોમપેજદેશ400થી વધુ પાકિસ્તાની હિંદુઓની અસ્થિ 8 વર્ષથી વિસર્જિત થવાની જોઈ રહી હતી...

    400થી વધુ પાકિસ્તાની હિંદુઓની અસ્થિ 8 વર્ષથી વિસર્જિત થવાની જોઈ રહી હતી રાહ, મહાકુંભે ખોલ્યો મુક્તિનો દ્વાર: ગંગામાં થશે પ્રવાહિત, કરાચીથી પૂજારી પણ આવ્યા સાથે

    અસ્થિ 4થી 21 ફેબ્રુઆરી સુધી દિલ્હીના સૌથી જૂના અને મોટા સ્મશાન ઘાટ, નિગમ બોધ ઘાટ પર રાખવામાં આવી છે. હવે ત્યાં અનેક લોકો એકઠા થશે અને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ વૈદિક રીતિ-રિવાજ સાથે અસ્થિને હરિદ્વાર લઈ જવામાં આવશે.

    - Advertisement -

    પાકિસ્તાની હિંદુઓનો (Pakistani Hindus) એક સમૂહ વાઘા-અટારી બોર્ડર થઈને સોમવારે (3 ફેબ્રુઆરી) 480 અસ્થિ (Ashes) લઈને ભારત આવ્યો છે. આ અસ્થિ પાકિસ્તાની હિંદુઓના પરિજનોની છે, જેમની ઈચ્છા હતી કે, તે અસ્થિઓને ગંગામાં (Ganga) પ્રવાહિત કરવામાં આવે. ભારત આવેલા સમૂહમાં કરાચીના શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત રામનાથ મિશ્રા પણ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની હિંદુઓની અસ્થિ વિસર્જિત કરવાના કામ માટે તેમની પસંદગી થઈ તે ખૂબ જ સૌભાગ્યની વાત છે.

    મીડિયા સાથે વાતચીત કરતા રામનાથ મિશ્રાએ કહ્યું કે, “પાકિસ્તાનમાં ઘણા હિંદુઓની એવી ઈચ્છા હોય છે કે, તેમના મૃત્યુ બાદ તેમની અસ્થિને ગંગામાં પ્રવાહિત કરવામાં આવે. તેમના પરિજનો તેમની આ અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં આ અસ્થિતિને મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવે છે. જ્યારે પર્યાપ્ત સંખ્યામાં કળશ એકઠા થઈ જાય, ત્યારે ભારતના વિઝા લેવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. આ રીતે મૃતક કે તેમના પરિજનોની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે. અમે લગભગ 400થી વધુ કળશ લઈને આવ્યા છીએ. આ અસ્થિ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી એકઠી કરવામાં આવી છે. તેને મોક્ષ માટે ગંગાના વિસર્જિત કરવામાં આવશે.”

    માહિતી અનુસાર, આ લોકોને મહાકુંભના સમયે અસ્થિ લઈને ભારત આવવા માટેના વિઝા મળ્યા હતા. તેમની પાસે હવે લખનૌ અને હરિદ્વાર જવા માટેના વિઝા છે, પરંતુ તેમને પ્રયાગરાજ જવા માટેની મંજૂરીની રાહ છે. મંજૂરી મળ્યા બાદ ન માત્ર તેઓ લખનૌ અને હરિદ્વાર ફરશે, પરંતુ પ્રયાગરાજમાં જઈને મહાકુંભમાં પવિત્ર સંગમ સ્નાન કરીને ગર્વ પણ અનુભવશે.

    - Advertisement -

    અસ્થિ વિસર્જનની વાત કરવામાં આવે તો જાણવા મળી રહ્યું છે કે, અસ્થિ 4થી 21 ફેબ્રુઆરી સુધી દિલ્હીના સૌથી જૂના અને મોટા સ્મશાન ઘાટ, નિગમ બોધ ઘાટ પર રાખવામાં આવી છે. હવે ત્યાં અનેક લોકો એકઠા થશે અને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ વૈદિક રીતિ-રિવાજ સાથે અસ્થિને હરિદ્વાર લઈ જવામાં આવશે. 22 ફેબ્રુઆરીના રોજ સીતા ઘાટ પર તે તમામ અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન 100 કિલો દૂધની આહુતિ પણ આપવામાં આવશે.

    2011 અને 2016માં પણ પાકિસ્તાની હિંદુઓની અસ્થિ ગંગામાં થઈ હતી પ્રવાહિત

    નોંધનીય છે કે, પાકિસ્તાનમાં લોકો આર્થિક સમસ્યાના કારણે અને અન્ય પણ ઘણા કારણોસર પોતાના પરિજનોની અસ્થિ પોતે ભારત લઈને આવવા માટે સક્ષમ હોતા નથી. આવી સ્થિતિમાં તેમણે રાહ જોવી પડે છે કે, કોઈ તેવા વ્યક્તિ મળે, જે તેમની મદદ કરી શકે. જોકે, તેમની પાસે સિંધુ નદીનો વિકલ્પ પણ હોય છે, પરંતુ પ્રયાસો એવા હોય છે કે, પરિજનોની અસ્થિ ગંગામાં જ પ્રવાહિત કરવામાં આવે.

    આ ત્રીજી વખત છે કે, પાકિસ્તાની હિંદુઓની અસ્થિ ભારત આવી છે. આ પહેલાં 2011 અને ત્યારબાદ 2016માં આવું થયું હતું. કરાચી મંદિરના મહંત રામનાથ પોતે જ 2011માં લગભગ 135 અસ્થિ અને 2016માં 160 અસ્થિ લઈને ભારત આવ્યા હતા. આમાંથી ઘણી અસ્થિઓ તો 64 વર્ષથી સંભાળીને રાખવામાં આવી હતી. આ વખતે 480 અસ્થિઓ લાવતા રામનાથ મિશ્રાએ જણાવ્યું કે, તેમણે 8 વર્ષથી આ અસ્થિઓને સ્મશાનમાં રાખી હતી. જ્યારે સરકારે તેને ભારત લાવવા માટેની પરવાનગી આપી તો તેમણે સુરક્ષા સાથે તમામ અસ્થિઓને વ્યવસ્થિત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં