Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્સ્ટાગ્રામ પર નામ હતું અન્નુ, નીકળ્યો અનવર: પોલ ખુલી જતાં ઇસ્લામ કબૂલવા...

    ઇન્સ્ટાગ્રામ પર નામ હતું અન્નુ, નીકળ્યો અનવર: પોલ ખુલી જતાં ઇસ્લામ કબૂલવા માટે દબાણ કરી રેપ કર્યો, ફરિયાદ દાખલ

    અનવર ખાને સોશિયલ મીડિયા પર પોતાનું નામ અન્નુ રાખ્યું હતું. સંપર્કમાં આવ્યા બાદ બંને એકબીજાને મળ્યાં પણ હતાં. પાંચ વર્ષ પહેલાં પીડિતાને જાણવા મળ્યું હતું કે, જેની સાથે તેણે અન્નુ સમજીને સબંધો બાંધ્યા છે તે ખરેખર અનવર છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર આંધળો વિશ્વાસ મૂકીને બાંધેલા સબંધે ઇન્દોરની એક યુવતીને મુશ્કેલીમાં મૂકી દીધી છે. લવ જેહાદનો શિકાર બનેલી આ યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર જેને અન્નુ સમજીને મિત્રતા કરી તે વાસ્તવમાં અનવર નામનો મુસ્લિમ યુવક નીકળ્યો હતો. અનવરે ઓળખ છુપાવીને યુવતી સાથે સબંધો બાંધી યુવતી પર ઇસ્લામ કબૂલ કરવા પણ દબાણ કર્યું હતું. આ મામલે હિંદુ સંગઠનોએ વચ્ચે પડીને પોલીસનો સંપર્ક કરતાં આરોપી સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર લગભગ 8 વર્ષ પહેલાં પીડિત યુવતીની મિત્રતા સોશિયલ મીડિયા દ્વારા અનવર સાથે થઈ હતી. અનવર ખાને સોશિયલ મીડિયા પર પોતાનું નામ અન્નુ રાખ્યું હતું. સંપર્કમાં આવ્યા બાદ બંને એકબીજાને મળ્યાં પણ હતાં. પાંચ વર્ષ પહેલાં પીડિતાને જાણવા મળ્યું હતું કે, જેની સાથે તેણે અન્નુ સમજીને સબંધો બાંધ્યા છે તે ખરેખર અનવર છે. ત્યારબાદ તેણે સબંધો તોડીને આરોપી યુવક સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

    ત્યારબાદ આરોપી અનવરને યુવતીની સગાઈની જાણ થઈ તો તેણે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. યુવતીના ઘરે પહોંચીને આરોપી યુવકે સગાઈ તોડી નાંખવાની ધમકીઓ પણ આપી હતી અને ઈસ્લામ કબૂલ કરીને નિકાહ કરવા દબાણ પણ કર્યું હતું. આરોપ છે કે આ દરમિયાન અનવરે વિદ્યાર્થીની સાથે બળાત્કાર પણ કર્યો હતો. વિદ્યાર્થીએ ગુરુવારે (01 ડિસેમ્બર, 2022) તેના પરિવારના સભ્યોને આ વાત કહેતા પરિવારે મદદ માંગવા હિંદુવાદી સંગઠનોનો સંપર્ક કર્યો અને પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા.

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર અનવર ખાન પર એક હિંદુ વિદ્યાર્થીની પર પોતાની ઓળખ છુપાવીને બળાત્કાર કરવાનો અને પછી તેને બ્લેકમેલ કરવાનો આરોપ છે. તે પીડિત વિદ્યાર્થીની પર ઇસ્લામ કબૂલ કરવા માટે પણ દબાણ કરતો હતો. હાલ પોલીસે કેસ નોંધીને અનવરની ધરપકડ કરી છે. મામલો સામે આવ્યા બાદ બજરંગ દળના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લવ જેહાદના આરોપીની ધરપકડની માંગ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીની ફરિયાદ પર પોલીસે અનવર વિરુદ્ધ બળાત્કાર, ધર્મ પરિવર્તન માટે દબાણ સહિત અન્ય ઘણી કલમોમાં FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં