Friday, July 4, 2025
More
    હોમપેજમિડિયાન્યૂઝ ચેનલ એન્કર શાઝિયા નિસારના ઘરેથી મળી આવ્યા ₹34 લાખ રોકડા, 'પત્રકાર'...

    ન્યૂઝ ચેનલ એન્કર શાઝિયા નિસારના ઘરેથી મળી આવ્યા ₹34 લાખ રોકડા, ‘પત્રકાર’ આદર્શ ઝાની પણ ધરપકડ: ‘ભારત 24’ના CEOને બ્લેકમેલ કરીને ₹65 કરોડ પડાવવાના પ્રયાસનો પણ આરોપ

    ભારત 24ના મુખ્ય સંપાદક અને સીઈઓ જગદીશ ચંદ્રાએ FIR નોંધાવી છે. તેમની ફરિયાદમાં ચંદ્રાએ જણાવ્યું હતું કે, શાઝિયા નિસાર 2022થી ચેનલ સાથે કામ કરી રહી હતી. તેણે કથિત રીતે તેમને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની અને જો તેને ₹65 કરોડ નહીં આપવામાં આવે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    નોઇડા પોલીસે (Noida Police) બે પત્રકારો શાઝિયા નિસાર (Shazia Nisar) અને આદર્શ ઝાની (Adarsh Jha) ખંડણીના આરોપસર ધરપકડ કરી છે. શાઝિયા નિસાર ‘ભારત 24’માં એન્કર રહી ચૂકી છે, જ્યારે આદર્શ ઝા ડિજિટલ પત્રકાર છે. તેમના પર ‘ભારત 24’ ચેનલના 75 વર્ષીય CMD જગદીશ ચંદ્રને બ્લેકમેલ કરવાનો અને તેમની પાસેથી ₹2.26 કરોડથી વધુની ખંડણી વસૂલવાનો આરોપ છે. નિસારે કથિત રીતે ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને ₹65 કરોડની માંગણી કરી હતી.

    ધમકી અને બળજબરીથી વસૂલીનો આરોપ

    નોઇડા પોલીસના જણાવ્યા અનુસાર, ભારત 24ના મુખ્ય સંપાદક અને સીઈઓ જગદીશ ચંદ્રાએ FIR નોંધાવી છે. તેમની ફરિયાદમાં ચંદ્રાએ જણાવ્યું હતું કે, શાઝિયા નિસાર 2022થી ચેનલ સાથે કામ કરી રહી હતી. તેણે કથિત રીતે તેમને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની અને જો તેને ₹65 કરોડ નહીં આપવામાં આવે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

    ચંદ્રાએ આરોપ લગાવ્યો હતો કે, તેને છેલ્લા એક વર્ષમાં ચેક દ્વારા ₹2.26 કરોડ આપવામાં આવ્યા હતા અને તેમની પાસે આ વાતને સમર્થન આપવા માટે રેકોર્ડિંગ્સ અને પુરાવા પણ છે. FIRમાં લખ્યું છે કે, “30 વર્ષીય શાઝિયા નિસાર 2022થી મારી ચેનલમાં એન્કર તરીકે કામ કરી રહી છે. તે મને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવા અને આત્મહત્યા કરવાની ધમકી આપીને મને બ્લેકમેલ કરી રહી છે. તે મારી પાસેથી ગેરકાયદેસર રીતે ₹60 કરોડની માંગણી કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં તેણે ઘણી વખત ચેક દ્વારા ₹2 કરોડ 26 લાખ લીધા છે. મારી પાસે આ (વ્યવહાર) વિશેના પુરાવા છે. આદર્શ ઝા તેને બ્લેકમેલ કરવામાં મદદ કરી રહ્યો હતો.” 

    - Advertisement -

    FIRમાં ડિજિટલ ન્યૂઝ પોર્ટલના પત્રકાર આદર્શ ઝાની પણ બ્લેકમેલમાં સંડોવણી હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું હતું કે, બંનેએ સાથે મળીને ₹65 કરોડ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ 8 જૂને દાખલ કરવામાં આવી હતી.

    મીડિયા સાથે વાત કરતા SHO અમિત કુમારે કહ્યું છે કે, “જ્યારે તેમના ખાતામાં પૈસા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમની પાસે તેના માટે કોઈ સ્પષ્ટતા નહોતી. તેમણે અમને કહ્યું કે, તે વળતર હતું.” ચેનલ સ્ટાફ Bharat24ના કન્સલ્ટિંગ એડિટર અનિતા હાડા અને HR હેડ અનુશ્રી ધર દ્વારા આરોપીઓ સામે વધુ બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

    હાડાએ નિસારના ઉત્પીડનના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, “જો એવું હોત તો તેણે ફરિયાદ નોંધાવી હોત. હું તેનું સમર્થન કરત.” કંપનીએ પહેલાં પોલીસનો સંપર્ક કરવાને બદલે નિસારને પૈસા કેમ આપ્યા તે અંગે મીડિયા સાથે વાત કરતા હાડાએ કહ્યું કે, “અમને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થવાની ચિંતા હતી.”

    દરોડા અને જપ્તી

    FIR બાદ નોઇડા સેક્ટર 58 પોલીસે નિસારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને ₹34.5 લાખ રોકડા, ત્રણ મોબાઈલ ફોન, બે લેપટોપ અને એક સ્કોર્પિયો વાહન જપ્ત કર્યું હતું. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ સ્થિત આદર્શ ઝાના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ગૌતમ બુદ્ધ નગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે પુષ્ટિ આપી છે કે નિસારની માતાનું પણ રેકેટમાં કથિત ભૂમિકા બદલ એફઆઈઆરમાં નામ છે, જોકે હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં